અમદાવાદ, ૦૯ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની ભારતીય અભ્યાસક્રમ ધરાવતી ત્રીજી શ્રેષ્ઠ ઉભરતી શાળા અને લખનૌની પ્રથમ નંબરની શ્રેષ્ઠ ઉભરતી શાળા તરીકે લખનૌની અદાણી GEMS સ્કૂલ ઓફ એક્સેલન્સને માન્યતા આપવામાં આવી છે. તેના સંચાલનના પ્રથમ વર્ષમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે તેની વધતી જતી પ્રતિષ્ઠાને પ્રસ્થાપિત કરવાની દ્રષ્ટિએ એક સીમાચિહ્નરૂપ છે.
ભારતમાં ટોચની ઉભરતી ખાનગી શાળાઓની ઓળખ માટે રાષ્ટ્રવ્યાપી સર્વે હાથ ધરનારી બહુ-પાંખીય સંશોધન સંસ્થા Cfore દ્વારા આ માન્યતાની જાહેરાત કરવામાં આવી હતી. આ સંસ્થાએ વાલીઓ, શિક્ષકો, આચાર્યો, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ સહિતના ઉત્તરદાતાઓએ શૈક્ષણિક, અભ્યાસક્રમ, માળખાગત સુવિધાઓ, નવીનતા અને વિદ્યાર્થી વિકાસને આવરી લેતા ૧૪ પરિમાણોમાં 10-પોઇન્ટ સ્કેલ પર શાળાઓનું મૂલ્યાંકન કર્યું હતું.
તા.૧૦મી સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાનારા એવોર્ડ વિતરણ સમારોહમાં અગ્રણી શિક્ષણવિદો અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવશે.
અદાણી GEMS સ્કૂલ ઓફ એક્સેલન્સે તેના સ્થાપના કાળથી નવીન અભ્યાસક્રમો, વિશ્વ-સ્તરીય માળખાગત સુવિધાઓ અને સર્વાંગી વિદ્યાર્થી સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.
આ સિદ્ધિ પરત્વે ખુશી વ્યક્ત કરતા અદાણી GEMS એજ્યુકેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે Cfore દ્વારા આ માન્યતા શિક્ષણને શૈક્ષણિક ક્ષેત્રથી આગળ વધીને સામાજિક રીતે જવાબદાર, આત્મવિશ્વાસુ અને માનવતાવાદી વ્યક્તિઓનું નિર્માણ કરવાના અમારા વિશ્વાસને મજબૂત બનાવે છે તેમણે કહ્યું હતું કે. લખનૌમાં ટોચની ઉભરતી શાળા તરીકે અને ભારતની શ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન હાંસલ કરવું એ એક સન્માન ઉપરાંત જવાબદારી બંને છે કારણ કે અમે પ્રગતિશીલ શિક્ષણ વ્યવસ્થામાં બેન્ચમાર્ક સ્થાપિત કરવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ.
આ પુરસ્કાર શાળાની પરિવર્તનશીલ સંસ્થા તરીકેની ભૂમિકાને પ્રાધાન્ય આપવા સાથે સર્જનાત્મકતા, વિવેચનાત્મક વિચારસરણી અને મૂલ્યોને પોષવા માટે પ્રતિબદ્ધ છે. આ શાળા વિદ્યાર્થીઓને વૈશ્વિક નાગરિક તરીકેના ઘડતર અને વિકાસ માટે તૈયાર કરે છે. અદાણી GEMS સ્કૂલ ઓફ એક્સેલન્સને પ્રાપ્ત થયેલી આ માન્યતા સાથે યુવા માનસને પ્રેરણા આપવા, સમુદાયોના જોડાણને મજબૂત કરવા અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાના તેના મિશનને પુનઃપુષ્ટિ કરે છે.
…………..