ગુજરાત

બ્રિજ દુર્ઘટના મામલે આમ આદમી પાર્ટીએ સરકાર પર પસ્તાળ પાડી

AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામે ગતરોજ વડોદરા શહેર ટીમ સાથે ગંભીરા બ્રીજની મુલાકાત લઈ વર્તમાન પરિસ્થિતિની ચકાસણી કરી.આ દુર્ઘટનામાં 15 લોકોએ જીવ ગુમાવ્યો છે, કેટલા લોકો ડૂબ્યા છે તેનો કોઈ આંકડો નથી તેમ છતાં મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓને આ ઘટના નાની લાગે છે કદાચ એટલે જ તેમણે ઘટના સ્થળની મુલાકાત લીધી નથી.

આ મુલાકાત દરમિયાન પ્રમુખ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી કે રાહત બચાવ કામગીરીમાં જોડાઈ માનવધર્મ નિભાવવો.ગુજરાતમાં આવી ઘાટનો છાશવારે થઈ રહી છે, ત્યારે AAP પ્રમુખ ઇસુદાન ગઢવી એ ગુજરાતના મુખ્યમંત્રીના રાજીનામાં ની માંગ કરી. તપાસના નામે ગુજરાતની જનતાના જીવ જોખમમાં મૂકી સરકાર હાસ્યાસ્પદ નિવેદન કરી છટકી જાય છે,જે એક ગંભીર બાબત છે.

Related posts

પાઠ્યપુસ્તક સગે વગે કરવાનો કારસો ઝડપાયો

11 સગીરોને બચાવાયા

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતની કેરીએ વિદેશોમાં ધૂમ મચાવી … પાંચ વર્ત્રષમાં ત્રણ હજાર મેટ્રિક ટન કેરીની નિકાસ

અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટોલ વસૂલાત સ્થગિત

પુલ દુર્ઘટના સ્થળની કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મુલાકાત લીધી

GUJARAT NEWS DESK TEAM

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ રેડ ક્રોસ દ્વારા તૈયાર કરાયેલી મેડિકલ વાન નું લોકાર્પણ કર્યું

Leave a Comment