ગુજરાત

આગામી વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને AAPએ કરી મોટી નિયુક્તિઓ

આગામી વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને AAPએ કરી મોટી નિયુક્તિઓ
AAP પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી સોરઠીયાની આગેવાનીમાં કરવામાં આવી મોટી સંખ્યામાં પદાધિકારીઓની નિયુક્તિ: AAP
ઠક્કરબાપાનગર, કપડવંજ, સોમનાથ, ધાનેરા વિધાનસભાઓમાં પ્રભારીની નિમણૂક કરવામાં આવી: AAP
દાણીલીમડા, જમાલપુર ખાડીયા, એલિસબ્રિજ, દશાડા, કેશોદ અને ધાનેરા વિધાનસભામાં સહ પ્રભારીની નિમણૂક કરવામાં આવી: AAP
અમદાવાદ મહાનગરપાલિકા, સાંણદ અને અંજાર નગરપાલિકાઓના વોર્ડ પ્રભારી અને વોર્ડ સહ પ્રભારીઓની નિયુક્તિ: AAP
ગુજરાતની અનેક તાલુકા પંચાયત સીટના પ્રભારી અને સહ પ્રભારીની નિમણૂક કરવામાં આવી: AAP
આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નવો ઇતિહાસ રચશે: AAP
હવે ગણતરીના મહિનાઓમાં જ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ સમસ્ત ગુજરાતમાં યોજાવવા જઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખૂણે ખૂણે પોતાના સંગઠનને મજબૂત કરવા માટે જબરદસ્ત મહેનત કરી છે. હાલ આમ આદમી પાર્ટીમાં નિયુક્તિઓનો દોર ચાલી રહ્યો છે અને સંગઠનમાં ક્ષમતા અનુસાર ખૂબ જ મોટી સંખ્યામાં પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. આજે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં આજે વિધાનસભા પ્રભારી અને સહ પ્રભારી સહિત તાલુકા પંચાયતની સીટના પ્રભારી, સહ પ્રભારી અને મહાનગરપાલિકા તથા નગરપાલિકાના વોર્ડ પ્રભારી અને વોર્ડ સહ પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. આજે ઠક્કરબાપાનગર, કપડવંજ, સોમનાથ, ધાનેરા વિધાનસભાઓમાં પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે અને દાણીલીમડા, જમાલપુર ખાડીયા, એલિસબ્રિજ, દશાડા, કેશોદ અને ધાનેરા વિધાનસભામાં સહ પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17-21 અને 29માં પ્રભારી તથા સહ પ્રભારીને નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે છોટાઉદેપુર(જેતપુર), દાહોદ, વિસનગર, મહુવા, સુરતના માંડવી અને માંગરોળની તાલુકા પંચાયત સીટોમાં પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ઝાલોદ, લીમખેડા, કડાણાની પંચાયતની સીટોમાં સહ પ્રભારી નિમણૂક કરવામાં આવી છે. કાંકરેજ ખાતે પણ સહપ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સાણંદ નગરપાલિકામાં વોર્ડ પ્રભારી જ્યારે અંજાર નગરપાલિકામાં વોર્ડ પ્રભારી અને વોર્ડ સહપ્રભારીની નિમણૂક કરવામાં આવી હતી.
હાલ આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં “ગુજરાત જોડો” જનસભાઓ યોજી રહી છે અને દરરોજ અનેક જનસભાઓનું આયોજન થઈ રહ્યું છે. આ જનસભાઓના માધ્યમથી આમ આદમી પાર્ટી એક એક વોર્ડમાં પોતાનો વ્યાપ વધારી રહી છે અને દરરોજ હજારોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.  હાલ જે પણ લોકો ગુજરાતમાં બદલાવ લાવવા માટે આમ આદમી પાર્ટીમાં આવીને પોતાના વિસ્તારનું નેતૃત્વ કરવા માંગતા હોય છે તેવા તમામ લોકોને આમ આદમી પાર્ટી આવકારે છે અને હાલમાં જે પણ લોકો ચૂંટણી લડવા માંગતા હોય તે લોકોના ઉમેદવારી ફોર્મ પણ સ્વીકારવામાં આવશે. એક તરફ ઉમેદવારી ફોર્મનું કામ ચાલુ છે અને બીજી બાજુ નવનિયુક્ત પદાધિકારીઓ એક એક વોર્ડમાં સંગઠનને મજબૂત કરવાનું કામ કરશે. આના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ઐતિહાસિક પરિણામો લાવશે.

Related posts

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત

GUJARAT NEWS DESK TEAM

મોદી ગુજરાતને 1400 કરોડના રેલવે પ્રોજેક્ટ ની ભેટ આપશે

GUJARAT NEWS DESK TEAM

ખેડા અને ધોળકામાં બચાવ કાર્ય

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત પોલીસ ‘અભિરક્ષક’ દ્વારા ગંભીર માર્ગ અકસ્માતોનો ભોગ બનેલા લોકોને  બચાવશે

પુલ દુર્ઘટના સ્થળની કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મુલાકાત લીધી

GUJARAT NEWS DESK TEAM

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના દરોડા કાંડ અને કૌભાંડ અંગે વિસ્તૃત તપાસની કોંગ્રેસ દ્વારા માંગ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment