રાષ્ટ્રીય

ફ્લાઇટમાંથી વંદો નિકળતાં એર ઇન્ડિયાને માફી માંગવી પડી

 

એર ઇન્ડિયા એરલાઇન્સની સાન ફ્રાન્સિસ્કો-મુંબઈ ફ્લાઇટ દરમિયાન  વંદો જોવા મળ્યા બાદ વિમાનની

સઘન સફાઈ કરવામાં આવી હતી. એરલાઇન્સને આ મામલે માફી માંગવાનો વારો આવ્યો હતો અને તાત્કાલિક

પગલાં લેવા પડ્યા હતા. આ ફ્લાઇટ  માં બે મુસાફરોએ નાના કોકરોચની ફરિયાદ કરી હતી, તેમને તે જ કેબિનની અન્ય સીટો પર ખસેડવામાં આવ્યા હતા.એર ઇન્ડિયાએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,”  ફ્લાઇટ નંબર એઆઇ 180 માં બે મુસાફરો
વિમાનમાં કેટલાક નાના કોકરોચ જોયા પછી પરેશાન થયા હતા. તેથી, અમારા કેબિન ક્રૂએ બંને મુસાફરોને તે જ કેબિનની અન્ય સીટો પર બેસાડ્યા, જ્યાં તેઓ આરામથી બેઠા હતા.”
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,” કલકાતામાં રિફ્યુઅલિં દરમિયાન, ગ્રાઉન્ડ ક્રૂએ

સમસ્યાનો ઉકેલ લાવવા માટે તાત્કાલિક ઊંડાણપૂર્વક સફાઈ કરી હતી.” એરલાઇન્સનું

કહેવું છે કે,” નિયમિત ફ્યુંમીગેશન છતાં, ક્યારેક ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન જંતુઓ વિમાનમાં પ્રવેશ કરે

છે. એર ઇન્ડિયાએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે.”

Related posts

વડાપ્રધાન મોદીએ ભારતીય નાગરિક ઉડ્ડયનની યાત્રામાં મોટા સીમાચિહ્નરૂપ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મૂક્યું

GUJARAT NEWS DESK TEAM

તેલંગાણામાં માર્ગ અકસ્માતમાં 19 મુસાફરોના મોત… મૃત્યુઆંક વધવાની શક્યતા

GUJARAT NEWS DESK TEAM

શ્રી કરણ અદાણીએ ગુજરાતના રાજકોટમાં  વાઇબ્રન્ટ ગુજરાત 2026માં આપેલ વક્તવ્ય

GUJARAT NEWS DESK TEAM

એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સી પી રાધાકૃ્ષણન..

GUJARAT NEWS DESK TEAM

જબલપુરમાં મોટી દુર્ઘટના ૩૦ પર્યટકો ભરેલું ક્રૂઝ બરગી ડેમમાં ડૂબ્યું, અત્યાર સુધીમાં ૪ના મૃતદેહ મળ્યા અત્યાર સુધીમાં ૧૫ લોકોને બચાવી લેવાયા

કર્ણાટકના ચિત્રદુર્ગમાં લારી સાથે અથડાયા બાદ બસમાં આગ લાગતા નવ મુસાફરો ભડથું

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment