વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી
@NarendraModi
સાહેબ સાથે નવી દિલ્હી ખાતે મુલાકાત ઊર્જાથી સભર બની રહી. ગુજરાતના સર્વાંગીણ વિકાસના વિવિધ આયામો અંગે તેમની સાથે ચર્ચા કરી. રાજ્યમાં ઉદ્યોગ તેમજ સામાજિક ક્ષેત્રના વિકાસ માટે તેઓશ્રીના બહુમૂલ્ય સૂચનો મેળવ્યા. માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રત્યેક કલ્યાણકારી યોજનામાં સામાન્ય માનવીના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે. “સેચ્યુરેશન” ના અભિગમ સાથે છેવાડાના પ્રત્યેક લાભાર્થી સુધી કેન્દ્ર અને રાજ્યની યોજનાઓના લાભ ઝડપથી પહોંચાડી શકાય તે અંગે તેઓશ્રીનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાત અને તેની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ ચર્ચા એ જોર પકડ્યુ છે કે હવે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત હાથવેંતમાં છે. તાબડતોડ દિલ્હી પહોંચેલા ભૂપેન્દ્ર પટેલ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હોય તેમ લાગે છે. કારણકે ઘણા વખતથી ઉકળતા ચરુને ઠારવા માટે મંત્રી મંડળના વિસ્તરણની અટકળો પણ તેજ બની છે..