મારું શહેર

અમદાવાદ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની ઇલેક્ટ્રિક બસ માટે ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવનાર દેશનું પ્રથમ શહેર

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન દ્વારા ફંડેડ “કેપેસીટી બિલ્ડીંગ પ્રોજેક્ટ ઓન લો કાર્બન એન્ડ ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી ડેવેલોપમેન્ટ ઈન ઇન્ડિયા (કેપેસીટીસ)” ફેઝટ પ્રોજેક્ટ અંતર્ગત આરટીઓ ખાતે ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. ૧૯ જુલાઈના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશનનું લોકાર્પણ થશે.

આમ, અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની ઇલેક્ટ્રિક બસ માટે આ પ્રકારનું ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવનાર પ્રથમ બન્યું છે.

આ પ્રોજેક્ટના ઉપયોગીતા અંગેની વાત કરીએ તો, આ ચાર્જીંગ સ્ટેશનમાં ૨૪૦ કિલોવોટ તથા ૧૮૦ કિલોવોટના ૨ ચાર્જર તથા ૧૨૦ કિલોવોટ પાવર સોલાર સીસ્ટમનું અમલીકરણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.

હાલની પરિસ્થિતિમાં દરરોજ ઇલેક્ટ્રિક બસની માઈલેજ પૂરી થયે ફરી ચાર્જ કરવા માટે ૪૦ જેટલી બસને ચાર્જિંગ ડેપો સુધી મોકલવા લગભગ વાર્ષિક ૬૦ લાખનો એસ્ટ્રા ખર્ચ અમદાવાદ માપ નગરપાલિકાને થઈ રહ્યો છે. સોલાર પાવર્ડ ઓન રૂટ ચાર્જિંગ વિથ સોલાર પ્રોજેકટના અમલ પછી દરરોજ ૪૦થી ૪૫ બસો માટે ઓન રૂટ ચાર્જિંગ શક્ય બનશે.

 

આ ઉપરાંત ૧૨૦ કિલોવોટ (kWp) સોલાર પાવર સિસ્ટમથી દર વર્ષે આશરે ૧.૨ લાખ કિલોવોટ (kWh) ઊર્જાનું ઉત્પાદન થશે અને  કાર્બન ડાયોક્સાઇડ ઈકવીવેલન્ટ (CO₂e) જેટલું ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળશે. આ કામગીરીના કારણે માત્ર ૪૦થી ૪૫ બસોના સુચારુ સંચાલન થકી AMCને આશરે રૂપિયા ૧ કરોડની વાર્ષિક નાણાકીય બચત થવા પાત્ર છે.

 

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના ચાર્જીંગ સ્ટેશનનું વધુ બે જગ્યાએ અમલીકરણ કરવાનું નક્કી પણ કરવામાં આવ્યું છે.

Related posts

પત્રકારો સાથે બાઉન્સરોની ધક્કા મૂકી

GUJARAT NEWS DESK TEAM

મેડિકલ સ્ટોરમાં તપાસ બાદ અમદાવાદ પોલીસે 235 કેસ નોંધ્યા

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં દિવ્યાંગ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો

અમદાવાદ માં રસ્તા નું સમારકામ પૂરજોશમાં

GUJARAT NEWS DESK TEAM

લાલ દરવાજા એએમટીએસ બસ સ્ટોપ ખાતે પાણીની પરબ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા hotmix પ્લાન્ટ તૈયાર કરાયો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment