ગુજરાતમારું શહેર

મેડિકલ સ્ટોરમાં તપાસ બાદ અમદાવાદ પોલીસે 235 કેસ નોંધ્યા

અમદાવાદ શહેરમાં મેડીકલ સ્ટોર ઉપર થતા નશાકારક દવાઓના દુરપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગઇકાલે હાથ ધરાયેલા  મેગા સર્ચ ઓપરેશનમાં 235 કેસ કરાયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું હતું… આ તમામ કેસમાં 54 આરોપીઓ સામે કેસ નોંધામાં આવ્યાં હતા..

આ તપાસ દરમિયાન જુવેનાઇલ જસ્ટીસના 53, સિગારેટસ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટસ 178, એનડીપીએસ બે અને ઇ સિગારેટના બે કેસ નોધાયા હતા..

આજની યુવા પેઢીને ડ્રગ્સ જેવા દુષણથી ઉગારવા સારૂ તેમજ તેમના ઉજ્જ્વળ ભવિષ્યને નશાના દુષણથી બચાવવાની નેમ હેઠળ અમદાવાદ શહેર પોલીસ દ્વારા તા.૦૯/૦૭/૨૦૨૫ બપોરના ૧૨/૦૦ વાગે થી અમદાવાદ શહેર ખાતેના તમામ મેડીકલ સ્ટોર (સ્કુલ અને કોલેજ નજીકના) ને અસરકારક રીતે ચેક કરી, તેમાં પ્રતિબંધિત કન્ટેન્ટવાળી કોઇ દવા પ્રિસ્કીપ્શન વગર વેચાણ કરવામાં આવતી હોય તો તે બાબતે મેડીકલ સ્ટોર પર જઈ, દવાઓનો સ્ટોક અને તેનુ રજીસ્ટર ચેક કરવા, વેચાણ રજીસ્ટરમાં એન્ટ્રી કરેલ છે કે નહી વિગેરે બાબતો ચેક કરી, જો આ બાબતે કોઇ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઇ આવે તો ડીકોય ગોઠવી NDPS એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

 

શાળા/કોલેજો/શૈક્ષણીક સંસ્થાની આસપાસના ૧૦૦ મીટર વિસ્તારમાં આવેલ મેડીકલ સ્ટોર ચેક કરવામાં આવ્યા ઉપરાંત તમાકુ વેચતા લારી ગલ્લા/પાન પાર્લર ચેક કરી, સગીર વયના બાળકોને તમાકુના વેચાણ કરનાર/તેમની પાસે આવું કૃત્ય કરાવનાર વિરુધ્ધ COTPA એક્ટ હેઠળ પગલા લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

 

અમદાવાદ શહેર વિસ્તારના મેડીકલ સ્ટોર ઉપર પ્રતિબંધિત કન્ટેન્ટવાળી દવા અને પ્રિસ્કીપ્શન વગર વેચાણ કરવામાં આવતી નશાકારક દવાઓ અંગે ચેકીંગ હાથ ધરી કુલ ૮૮૦ મેડીકલ સ્ટોર ચેક કરવામાં આવેલ છે.

Related posts

વરસાદથી નુકસાન થતાં અમદાવાદના વેપારીઓને સુરતની જેમ સહાય અપાશે

એક નઈ સોચ કાર્યક્રમનું લોન્ચિંગ

GUJARAT NEWS DESK TEAM

ભુજ એરફોર્સ દ્વારા ‘નો યોર ફોર્સિસ’ અંતર્ગત શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું

GUJARAT NEWS DESK TEAM

ગોળી મારીને આપઘાતનો પ્રયાસ

GUJARAT NEWS DESK TEAM

બોપલ સ્ટર્લિંગ સિટી સેક્ટર A અને B નારહીશો સાવધાન મોડમાં: અગાઉ થયેલ નુકશાન સામે કોઈ રાહત મળી નથી 

રાજકોટના રૈયા રોડ પર બેફામ કારે મોપેડ ચાલકને ફૂટબોલની જેમ ઉડાવ્યા

Leave a Comment