ગુજરાત

મનરેગા બચાવો’ આંદોલન પંચાયત, બ્લોક, જીલ્લા અને રાજ્ય સ્તરે લડત લડવામાં આવશેઃકોંગ્રેસ

મનરેગા બચાવો’ આંદોલન પંચાયતબ્લોકજીલ્લા અને રાજ્ય સ્તરે લડત લડવામાં આવશે.

•                    ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાજપની ગરીબ વિરોધી વીબી-ગ્રામ-જી કાયદાની ઘોર નિંદા કરે છે. આ ગ્રામીણ ગુજરાતના જીવન પર સીધો હુમલો છે.

•                    વિકસિત ભારત-ગ્રામ-જી કાયદાની તાત્કાલિક પરત ખેંચવામાં આવેમનરેગાના મૂળ અધિકાર આધારિત સ્વરૂપની પુનઃસ્થાપના કરવામાં આવે

રોજગારીનો અધિકાર’ આપતો મનરેગા કાયદામાં ખોટા ફેરફાર કરી નબળો પાડવાની ભાજપ સરકારની ભ્રષ્ટનીતિ પર આકરા પ્રહાર કરતા પુર્વ કેન્દ્રીય મંત્રી અને પુર્વ પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી ભરતસિંહ સોલંકી સાહેબે વડોદરા ખાતે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો મનરેગાને સંપૂર્ણપણે નાબૂદ કરવાની કાવતરું છે. વીબી-ગ્રામ-જી કાયદાની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. નવો કાયદાનો સુધારો ભારત દેશ અને ગુજરાતના ગ્રામીણ ગરીબોખેડૂતોભૂમિહીન મજૂરોમહિલા કામદારોદલિત અને આદિવાસી સમુદાયો સાથે દગો છે. દુષ્કાળપૂરઆદિવાસી વિસ્તારશ્રમિકો માટે આર્થિક મુશ્કેલીઓમાં મનરેગાને જીવનરેખા સમાન હતી. કોંગ્રેસે આ કાયદાના સુધારા વિરુદ્ધ દેશવ્યાપી મનરેગા બચાઓ’ કાર્યકમની ઘોષણા કરી છે. આ નવો કાયદો મનરેગાને ખતમ કરવાનું કાવતરું છે અને તેને તાત્કાલિક પાછો ખેંચીને મનરેગાને અધિકાર આધારિત કાનૂન તરીકે પુનઃસ્થાપિત કરવો જોઈએ. નવા કાયદામાં વીબીનો અર્થ વિકસિત ભારત’ નહીં પરંતુ વિનાશ ભારત’ છે અને જીનો અર્થ કેન્દ્રીકરણની ગેરંટી’ છે. જેમાં રાજ્ય સરકારોની સંમતિ વિના ૬૦:૪૦ ફંડિંગ રેશિયો નક્કી કરવો એ બંધારણના અનુચ્છેદ ૨૫૮નું ઉલ્લંઘન છે અને આ કાયદાની વૈધતાને ન્યાયાલયમાં પડકારવામાં આવશે. મનરેગા ૨૦૦૫માં સર્વસંમતિથી પસાર થયો હતોજેનો ઠરાવ સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યો હતો અને તે સમયે સમિતિના અધ્યક્ષ ભાજપના કલ્યાણ સિંહ હતા. તેમની ભલામણો સ્વીકારીને જ કાયદો અમલમાં મૂકાયો હતો. પરંતુ બીજેપીએ તેને જ નાબૂદ કરી દીધો છે. નવા કાયદા પ્રમાણે રોજગાર‘ હવે અધિકાર નથીસરકારની મરજી પર નિર્ભર થઈ ગયો છે. ગ્રામ સભા અને પંચાયતોની સત્તા છીનવી લઈને બધું નિર્ણય દિલ્હીમાં કેન્દ્રિત કરી દીધું છે પંચાયતો માત્ર ક્લાર્ક બની જશે. બજેટની મર્યાદા અને નોર્મેટિવ એલોકેશનને કારણે ફંડ ખતમ થતાં કામ બંધ થઈ જશે. મોઘવારી સાથે જોડાયેલી નિશ્ચિત મજૂરી ખતમ કરી દીધી છે.

            ખેતીની પીક સીઝનમાં ૬૦ દિવસ કામ નહીં મળે જ્યારે ગામડાઓમાં સૌથી વધુ મુશ્કેલી હોય ત્યારે સરકાર કામ આપવાથી ના પાડી શકશે. બાયોમેટ્રિક્સને પારદર્શિતાના બદલે બહિષ્કારનું હથિયાર બનાવવામાં આવ્યું છેજેથી ગરીબ અને ઓછા શિક્ષિત મજૂરો રોજગારથી વંચિત રહેશે. કેન્દ્રે મજૂરીમાં ૧૦૦%થી ઘટાડીને ૬૦% કરી દીધું છેજેથી ગુજરાત સહિતના રાજ્યો પર ભારે આર્થિક બોજ પડશે. મહાત્મા ગાંધીજીનું નામ હટાવી મોટું અપમાન કર્યું છે. ભાજપ ૧૨૫ દિવસની ગેરંટીનો દાવો કરે છેપરંતુ ઓછા કેન્દ્રીય ભંડોળને કારણે વાસ્તવમાં ઓછા દિવસોનું કામ મળશેજેથી બેરોજગારીપલાયન અને ગામડાંની અર્થવ્યવસ્થા નબળી પડશે.

મનરેગા બચાવો આંદોલન’ દિલ્હી-કેન્દ્રિત નહીંપરંતુ પંચાયતબ્લોકજિલ્લા અને રાજ્ય સ્તરે લડવામાં આવશે. સમગ્ર દેશ અને ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ ગ્રામીણ જનતાની સાથે ખભે ખભો મિલાવીને લડીશું. કોંગ્રેસ પક્ષની માંગ છે કેકામના અધિકાર અને પંચાયતી રાજનું રક્ષણ કરવામાં આવે. મનરેગા એ દાન નથી પરંતુ બંધારણીય અધિકાર છે કોંગ્રેસ ગરીબો-શ્રમિકો માટે મક્કમતાથી કેન્દ્ર સરકારની નિતિ સામે લડીશુંગુજરાત માટેગ્રામીણ ભારત માટેન્યાય માટે!

વડોદરા સર્કિટ હાઉસ ખાતે રાખેલ આ પ્રેસ આ વાર્તાલાપમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ઋત્વિજ જોષીજિલ્લા પ્રમુખ શ્રી જયપાલસિંહ પઢિયારવિપક્ષ નેતા શ્રી ચંદ્રકાન્ત શ્રીવાસ્તપ્રદેશ ઉપપ્રમુખ શ્રી ભીખાભાઈ રબારીપ્રદેશ પ્રવક્તા શ્રી નિશાંત રાવલમહિલા પ્રમુખ,ફ્રન્ટલ સેલના પ્રમુખો, NSUI ના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.

 

 

Related posts

ભાવનગરમાં બેકાબૂ કાર બાઈકને અડફેટે લઈ ટ્રક પાછળ ઘૂસી ગઈ, એક જ પરિવારના બે સભ્યોના મોત

આણંદના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસ દ્વારા ‘જનતાનો મેનિફેસ્ટો’જાહેર : ‘કોંગ્રેસ આપને દ્વાર’અને ‘જનમંચ થકી લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવી

ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી વીજપોલ નાખી , પૂરતું વળતર ન આપી ખેડૂતો સાથે અન્યાય કરવાનું બંધ કરે સરકાર : અમિત ચાવડા

પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો પ્રારંભ કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

GUJARAT NEWS DESK TEAM

આજે NEETની પુન: પરીક્ષા; ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂણ

નેશનલ ટેસ્ટિંગ એજન્સીનું નામ નોટ ટ્રસ્ટેબલ એજન્સી કરવું જોઈએ: ડો. કરન બારોટ AAP

Leave a Comment