આંતરરાષ્ટ્રીય

અમેરિકાના મિનેપોલિસમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઇમિગ્રેશન ઓપરેશન, મિનેપોલિસમાં  2000 ફેડરલ એજન્ટો તૈનાત.

અમેરિકાના મિનેપોલિસમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઇમિગ્રેશન ઓપરેશન.મિનેપોલિસમાં  2000 ફેડરલ એજન્ટો તૈનાત.
ન્યુ જર્સીથી  વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો અહેવાલ
અમેરિકાના મિનેપોલિસ (Minneapolis) અને સેન્ટ પોલ (Twin Cities) વિસ્તારમાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે આશરે 2000 ફેડરલ એજન્ટો તૈનાત કરવામાં આવ્યા છે. હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોમ આ ઓપરેશનનું નિરીક્ષણ કરી રહ્યા છે.
 આ operation મુખ્યત્વે રાજ્યમાં ચાલી રહેલા મોટા પાયે છેતરપિંડી અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પકડવા માટે છે.
  અહેવાલો મુજબ,  Operation Metro Surge અંતર્ગત અત્યાર સુધીમાં 1000 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ગંભીર ગુનાહિત રેકોર્ડ ધરાવતા વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
 આ ઓપરેશનના કારણે સ્થાનિક સમુદાયો, ખાસ કરીને સોમાલી  મૂળના લોકોમાં ભયનો માહોલ છે,  અને અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળ દરમિયાન અમેરિકાના વિવિધ રાજ્યોમાં ઇમિગ્રેશન કાયદાના કડક અમલીકરણ માટે અનેક મોટા ઓપરેશન્સ હાથ ધરવામાં આવ્યા છે:
મિનેસોટા
‘ઓપરેશન મેટ્રો સર્જ’ હેઠળ 2000 એજન્ટો સાથે સૌથી મોટું ઓપરેશન. જે અંતર્ગત 1000 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.
 કેલિફોર્નિયા
  લોસ એન્જલસમાં 10,000 થી વધુ લોકોની ધરપકડ. ખેતીવાડી વિસ્તારોમાં પણ મોટા પાયે દરોડા.
 ટેક્સાસ
 બાંધકામ સાઇટ્સ અને વ્યવસાયો પર દરોડા. લારેડો અને એલેન જેવા શહેરોમાં સેંકડોની ધરપકડ.
જ્યોર્જિયા
 સપ્ટેમ્બર 2025માં હ્યુન્ડાઇ બેટરી પ્લાન્ટ પર દરોડા પાડી 475 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ઇલિનોઇસ
શિકાગોમાં ‘ઓપરેશન મિડવે બ્લિટ્ઝ’ દ્વારા 4,500 થી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી હતી.
મેસેચ્યુસેટ્સ
 ‘ઓપરેશન પેટ્રિઓટ 1.0 અને 2.0’ હેઠળ 2,800 થી વધુ લોકોની અટકાયત કરાઈ હતી.
ફ્લોરિડા
 ‘ઓપરેશન ક્રિમિનલ રિટર્ન’ (ઓપરેશન ડર્ટબેગ) હેઠળ 220 થી વધુ ગુનાહિત તત્વોની ધરપકડ કરાઈ છે.
આમ ટ્રમ્પના શાસન કાળ દરમિયાન અત્યાર સુધીમાં ICE દ્વારા જે જે સ્થળો પર ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે તેમાં
1. વર્કસાઇટ રેઇડ્સ: ફેક્ટરીઓ, બાંધકામ સાઇટ્સ અને ચિકન પ્રોસેસિંગ પ્લાન્ટ્સ પર સીધા દરોડા પાડીને સામૂહિક ધરપકડ કરવાની પદ્ધતિમાં વધારો થયો છે.
2. ગુનાહિત રેકોર્ડ પર ધ્યાન: ખાસ કરીને એવા લોકોને નિશાન બનાવી રહ્યા છે જેઓ ખૂન, બળાત્કાર અથવા ગેંગ વોર જેવા ગંભીર ગુનાઓમાં સામેલ હોય.
3. સ્થાનિક સહયોગ:
287(g) કરાર હેઠળ સ્થાનિક પોલીસને પણ ઇમિગ્રેશન એજન્ટો તરીકે કામ કરવાની સત્તા આપવામાં આવી છે, જેથી ધરપકડની પ્રક્રિયા ઝડપી બની છે. ICE ના સપાટ અને કારણે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોમાં ભય ફેલાયો છે. તો સાથો સાથ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ક્રિમિનલ્સ ભૂગર્ભમા ઉતરી ગયા છે.

Related posts

INS તમાલે ઇટાલીના નેપલ્સ ખાતે બંદર મુલાકાત પૂર્ણ કરી

GUJARAT NEWS DESK TEAM

અમેરિકાની ઇરાનને અંતિમ ચેતવણી : 48 કલાકમાં  સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખુલ્લું કરે. નહીંતર ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહે.

ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધો પહેલા કરતા પણ વધુ સારા બનશે,શી જિનપિંગ

અદાણી ગ્રીન એનર્જી ગેલેરીએ લંડનમાં દસ લાખ મુલાકાતીઓની ખુશીની ઉજવણી કરી

GUJARAT NEWS DESK TEAM

ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો : નરેન્દ્ર મોદીનો કડક સંદેશ

ગાઝામાં યુદ્ધ વિરામ,  સમસ્યાઓ વિકરાળ..66 હજારથી વધુના મોત બાદ યુદ્ધ વિરામનું જ્ઞાન લાધ્યું. 

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment