ગુજરાત

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને AAPએ કરી સંખ્યાબંધ નિયુક્તિઓ

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને AAPએ કરી સંખ્યાબંધ નિયુક્તિઓ
સંખ્યાબંધ જિલ્લા પંચાયતોની સીટો પર પ્રભારી અને સહ પ્રભારીની નિયુક્તિ કરવામાં આવી: AAP
આવનાર સમયમાં આમ આદમી પાર્ટી વધુ નિયુક્તિઓ કરશે: AAP
રાજ્યમાં સામાન્ય જનતાનો અવાજ બનીને ઉભરી રહેલી આમ આદમી પાર્ટી પોતાનું કદ વધારી રહી છે. ખેડૂતોનાં હક અને અવાજ માટે લડતી આમ આદમી પાર્ટી સતત કાર્યરત છે. રાજ્યમાં ખેડૂતો સાથે થઇ રહેલા અન્યાયથી રાજ્યના મુખ્યમંત્રીને પણ અવગત કરાવ્યા હતા. આ સાથે રાજ્યમાં ખેડૂતનાં મુદ્દા સહિત ડ્રગ્સ કે દારૂ મુદ્દે પણ આમ આદમી પાર્ટી સતત અવાજ ઉઠાવી રહી છે. રાજ્યમાં થઇ રહેલી નાની બાળાઓ પરની દુષ્કર્મની ઘટના સામે પણ આમ આદમી પાર્ટી સરકાર પાસે મહિલાઓની સુરક્ષાને લઇને સતત પોતાનો અવાજ બુલંદ કરી રહી છે. ત્યારે રાજ્યમાં વધુને વધુ લોકો સુધી કઇ રીતે પહોંચી શકાય? લોકો સાથે થઇ રહેલા અન્યાયને સરકાર સમક્ષ કઇ રીતે મૂકવા આવા અનેક પ્રશ્નોનો લઇને આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત અને સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી બને છે. રાજ્યમાં થોડા સમયમાં ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે.
આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી સોરઠીયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ, નડિયાદ, સુરેન્દ્રનગર, જામનગર, નવસારી અને વાપી મહાનગરપાલિકામાં વોર્ડ પ્રભારી અને સહ પ્રભારીની નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે જ ભુજમાં શહેર પ્રમુખ, શહેર મંત્રી, લઘુમતી મોરચાના તાલુકા મહામંત્રી અને તાલુકા કિસાન સેલ પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે. લખપત તાલુકામાં તાલુકા મહામંત્રી, તાલુકા મંત્રી અને નખત્રાણા તાલુકા મહિલા મોરચાના મહામંત્રીની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાતની અનેક નગરપાલિકાઓના પ્રભારી અને સહ પ્રભારી તથા વોર્ડના પ્રભારી અને સહ પ્રભારીની પણ નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યનાં સંખ્યાબંધ જિલ્લા પંચાયતોની સીટો પર પ્રભારી અને સહ પ્રભારીની નિયુક્તિ કરવામાં આવી છે. મહત્વનું છે કે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી વધુ નિયુક્તિઓ કરશે.

Related posts

વસતી ગણતરીના પહેલા જ દિવસે ફિયાસ્કો, કીટ ન મળતા શિક્ષકો રોષે ભરાયા

કૃષિ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં છબરડા: યાત્રિક પટેલ AAP

GUJARAT NEWS DESK TEAM

રાજ્યમાં દસ વર્ષમાં 800 ટીપી સ્કીમ મંજૂર કરાઈ ગત એક વર્ષમાં 119 ટીપી સ્કીમો ને મંજૂરી અપાઈ

સુરતમાં ૨૪ કલાકમાં ૧૪ ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

કોંગ્રેસનું ૯ સપ્ટેમ્બરથી રાજકોટ ખાતેથી શિક્ષણ બચાવો અભિયાન

GUJARAT NEWS DESK TEAM

રાજ્ય સરકાર દ્વારા ૧૧૫ પોલીસ અધિકારીઓની બદલીઓનો હુકમ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment