• ગુજરાતમાં જળ વ્યવથાપન અને જળ વિતરણના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારમાં સફેદ પાણીના કરોડો રૂપિયાના કાળા કારોબાર
• ખેત તલાવડી, બોરીબંધ, સુજલામ સુફલામ,જેવી જુદી જુદી સ્કીમના નામે કરોડો રૂપિયાના ‘સ્કેમ’ કરતી ભાજપ સરકારમાં નલ સે જલમાં કરોડો રૂપિયાનું વધુ એક મહાકાય કૌભાંડ.

ખેત તલાવડી, બોરીબંધ, સુજલામ સુફલામ,જેવી જુદી જુદી સ્કીમના નામે કરોડો રૂપિયાના ‘સ્કેમ’ કરતી ભાજપ સરકારમાં નલ સે જલમાં કરોડો રૂપિયાનું વધુ એક મહાકાય કૌભાંડ કૌભાંડ આચરવામાં આવ્યું. ત્યારે ગુજરાતમાં જળ વ્યવથાપન અને જળ વિતરણના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારમાં સફેદ પાણીના કરોડો રૂપિયાના કાળા કારોબાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 203 જળાશયો છે અને 4,30,680 ચેકડેમ અને ખેત તલાવડીઓ છે અને એક લાખથી વધુ તળાવો છે. તેમાંથી માત્ર 13,000 જ ઊંડાં કરવા માટે આ અભિયાન ચલાવાયું. જો એ બરાબર ચાલ્યું હોય તો પણ તે 10 ટકા ગુજરાતીઓની તરસ છીપાવવા માટે પણ પૂરતું ગણાય નહિ. તો બાકીની પ્રજાનું શું? સરકાર પોતે જ કબૂલે છે કે રાજ્યનાં 8,25૦ ગામો પાણીની નબળી ગુણવત્તા ધરાવે છે, 2,791 ગામો ફલોરાઈડથી દૂષિત પાણી ધરાવે છે, 455 ગામો નાઈટ્રેટવાળું પાણી ધરાવે છે અને 792 ગામો ખારાશવાળું પાણી ધરાવે છે. આમ, કુલ 10,288 ગામો પીવાનું ખરાબ પાણી ધરાવે છે. એનો અર્થ એ છે કે ગુજરાતનાં 18,715 ગામોમાંથી 55 ટકા ગામોમાં પીવાનું પાણી શુદ્ધ નથી. જો આ અભિયાન માત્ર 13,000 તળાવો ઊંડાં કરવા માટે હોય તો આ સમસ્યા ક્યારે ઉકેલાશે? ‘સુજલામ સુફલામ યોજના’ પોતે જ કરોડો રૂપિયાનું એક મોટું કૌભાંડ હતું. તેને વિષે તો કેગના અહેવાલોમાં ભારે ટીકાઓ થઇ હતી. વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ અને અન્ય સરકારી સમિતિઓએ ‘સુજલામ સુફલામ યોજના’ને કૌભાંડી જ જાહેર કરી હતી. અને એ કૌભાંડમાં તો કોઈ જ વ્યક્તિને સજા સુધ્ધાં થઇ નથી. જમીન વિકાસ નિગમનું કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું તે જ તેની ખરાઈ સામે મોટો પ્રશ્ન ઊભો કરે છે. મુખ્ય પ્રધાને આ જળ અભિયાન વિષે એવી જાહેરાત પણ કરી હતી કે “તળાવો-ચેકડેમ ઊંડા કરવાથી ઉપલબ્ધ થનારી ફળદ્રૂપ માટી એક પણ પૈસાની રોયલ્ટી લીધા વિના અપાશે.” પણ હકીકત કંઈક જુદી જ છે. માત્ર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દૂધિયા ગામમાં આ અભિયાન માટે પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા અને તેમાં મશીનો દ્વારા કામ કરવામાં આવ્યું અને નીકળેલી માટી એક ટ્રેકટરના રૂ. 300થી રૂ. 800 સુધીના ભાવે વેચવામાં આવી છે. એનો અર્થ એ થયો કે રૂ. 345 કરોડના આ કહેવાતા જળ અભિયાનમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે. “રિચાર્જની સુચારુ વ્યવસ્થાના અભાવે ડાર્ક ઝોન વધી રહ્યા છે.” – આ ડહાપણ ભરેલા વાક્ય પછી તેના અમલની જવાબદારી કોની? સરકારે આ અભિયાન જાહેર કરતી વખતે એમ પણ કહ્યું હતું કે આ જળ અભિયાન પર દેખરેખ રાખવા માટે મુખ્ય સચિવના અધ્યક્ષપદે એક સમિતિ રચાશે. જો સમિતિ હોય અને દેખરેખ રાખતી હોય તો તેને માટી વેચાઈ તેની પર શી દેખરેખ રાખી? સરકારે એ સમિતિનો અહેવાલ તત્કાલ જાહેર કરવો જોઈએ.
દર પાંચ વર્ષે પાણી અંગે કોન્ટ્રાક્ટરો સાથે મળીને ભ્રષ્ટાચાર થાય તેવી નવી નવી સ્કીમ લાવી ભ્રષ્ટાચારના વધુ દરવાજા મોકળા કરતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીના તળ સતત ઊંડા જઈ રહ્યા છે, ભૂગર્ભ જળ (ગ્રાઉન્ડ વોટર) સતત ઘટી રહ્યું છે, તેમ છતાં કેન્દ્ર સરકારે ૨૦૦૫માં બનાવેલું ગ્રાઉન્ડ વોટર મોડેલ બિલનો ગુજરાત સરકાર ૨૦ વર્ષ જેટલો સમય થયો છતાં તે અંગે નક્કર કામગીરી કરી નથી. ૨૦૧૮માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા કેગના અહેવાલમાં પણ ભૂગર્ભ જળની ગંભીર સ્થિતિ અંગે ચિંતા કરતા ગુજરાત સરકારની ટીકા કરતાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારે કાયદો અમલમાં મૂક્યો નથી. જોકે તે જ સમયગાળામાં સીપીસીબીના રિપોર્ટમાં ગુજરાત તેનું ૬૮ % ગ્રાઉન્ડ વોટર વાપરી ચૂક્યું છે તેવી ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ હતી અને આજે તેનાથી પણ ખરાબ સ્થિતિ છે. ગુજરાત સરકાર પાણીના નામે માત્ર વાતો કરે છે. પહેલા ખેત તલાવડી અને થોડા વર્ષો અગાઉ સુજલામ સુફલામ બોરવેલ રિચાર્જ અને નલ સે જલમાં કરોડો રૂપિયાનું કૌભાંડ એ તેનો બોલતો પુરાવો છે. રાજ્યમાં સુજલામ સુફલામ યોજના વર્ષ ૨૦૧૮માં શરુ કરવામાં આવી હતી. ત્યારે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૭૪૫૦૯ કામો હાથ ધરીને જળ સંગ્રહની ક્ષમતામાં ૮૬૧૯૬ લાખ ઘન ફૂટનો વધારો થયાનો દાવો કરતી ભાજપ સરકાર જણાવે કે આટલા મોટા ખોદકામ બાદ કરોડો રૂપિયાની માટીનું શું થયું? મુખ્યમંત્રીશ્રી જવાબ આપે.
આગામી પોસ્ટ