રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભા સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલજીએ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા, આગેવાનશ્રીઓને મુલાકાત કરી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. નવ વર્ષ સૌ ગુજરાતી ભાઈ – બહેનો માટે શાંતિ, સમૃદ્ધિ સાથે ઉત્તરોતર પ્રગતિ આપનારું રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. સ્નેહ મિલન કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી હોદ્દેદારશ્રી, કૉર્પોરેટશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમાર, પૂર્વ શહેર પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ,શહેર પ્રમુખશ્રી સોનલબેન પટેલ, ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, શ્રી વિજયભાઈ દવે, શ્રી પંકજ શાહ, શ્રી પંકજ પટેલ, મહામંત્રીશ્રી બળદેવ લુણી, શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ, ધારાસભ્યશ્રી કાંતિભાઈ ખરાડી, પૂર્વ ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ પ્રદેશ મહિલા કોંગ્રેસશ્રી ગીતાબેન પટેલ, યુવક કોંગ્રેસ પ્રમુખશ્રી હરપાલસિંહ ચુડાસમા, મીડિયા ડિપાર્ટમેન્ટના કન્વીનર અને પ્રવક્તા ડૉ મનીષ દોશી, ડૉ. હિમાંશુ પટેલ, ડૉ. હિરેન બેન્કર, ડૉ.પાર્થિવરાજસિંહ કઠવાડિયા, ડૉ. નિદત બારોટ, શ્રી રત્નાબેન વોરા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતાશ્રી શહેઝાદખાન પઠાન, શ્રી પંકજ ચાંપાનેરી, શ્રી ઉમાકાંત માંકડ, શ્રી નિકુંજ બલર, જુદા જુદા ધારાશાસ્ત્રીઓ, આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.