OTHER

જુવેનાઇલ જસ્ટિસ ઇન ગુજરાત’’ વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કરી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરનારા ડૉ.અનામિકા ક્રિસ્ટીને શુભકામનાઓ

જુવેનાઇલ જસ્ટિસ ઇન ગુજરાત’’ વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કરી

પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરનારા ડૉ.અનામિકા ક્રિસ્ટીને શુભકામનાઓ

 

ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે આયોજિત ૭૧-માં દીક્ષાંત સમારોહમાં

ડૉ.અનામિકા ક્રિસ્ટીને આ પદવી એનાયત કરવામાં આવી

સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ.અનામિકા ક્રિસ્ટીએ રાજ્યની પ્રતિષ્ઠિત ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ  ખાતેથી “ગુજરાતમાં બાળ ગુના:સામાજિક સમસ્યા અને નિરાકરણ-એક અભ્યાસ (રાજયના ઓબ્ઝર્વેશન હોમમાં રહેતા અને કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકોના સંદર્ભે) Juvenile Delinquency in Gujarat : A social problem and its solutions” વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કરીને પીએચ.ડી. (વિદ્યાવાચસ્પતિ)ની ડિગ્રી પ્રાપ્ત કરીને સુધારાત્મક સમાજકાર્યની દિશામાં સંશોધનની નવતર પહેલ શરુ કરી છે.

વડોદરા નિવાસી ડૉ.અનામિકાએ આ મહાશોધનિબંધ ડૉ.ગીતાબેન વ્યાસ, નિવૃત પ્રાધ્યાપક, સમાજ કાર્ય અને ગ્રામ વિકાસ વિભાગ, સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખા, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના સબળ માર્ગદર્શનમાં સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.

તા.૧૧ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયા શ્રીમતિ દ્રૌપદી મુર્મુજી, ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય ગણમાન્ય અતિથિઓની ઉપસ્થિતિમાં ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે આયોજિત ૭૧-મા દીક્ષાંત સમારોહમાં ડૉ.અનામિકા ક્રિસ્ટીને આ પદવી એનાયત કરવામાં આવી હતી.

ડૉ.અનામિકાએ આ સર્વોચ્ચ-પ્રતિષ્ઠિત પદવી પ્રાપ્ત કરીને તેમના માતા-પિતા, સમાજ અને શિક્ષણ સમુદાયને ગૌરવ અપાવ્યું છે.

 

 

Related posts

સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી ‘ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ -ફૂડ ફોર થોટ ફેસ્ટ’ યોજાશે

GUJARAT NEWS DESK TEAM

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના અક્ષરધામ, ગાંધીનગરના કુલ ૩૩૫ બાળકો અને બાલિકાઓએ સંસ્કૃત શ્લોકો મુખપાઠ કરી પુરાણોની પરંપરાને જીવંત કરી બતાવી

GUJARAT NEWS DESK TEAM

મુખ્યમંત્રી પાણી પુરવઠા બોર્ડની ઓચિંતી મુલાકાત

માણો મેલબોર્નનો અદભૂત નજારો

કુમકુમ મંદિર ખાતે શ્રી ગોપાળાનંદ સ્વામીના ૨૧૮માં દીક્ષાદિનની ઉજવણી કરવામાં આવી

GUJARAT NEWS DESK TEAM

અદાણી પાવરે નાણાકીય વર્ષ-૨૬ના પ્રથમ ત્રિમાસિક પરિણામો ઘોષિત કર્યા

Leave a Comment