વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025, નવી દિલ્હી માં ભારતીય ટુકડીને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન આપતા રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ શ્રીમતી નીતા એમ. અંબાણી નું અવતરણ:

શ્રીમતી નીતા એમ. અંબાણી એ કહ્યું, _”વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આપણા બધા પેરા એથ્લેટ્સને અભિનંદન! 6 ગોલ્ડ, 9 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ સાથે, ભારતે 22 મેડલ જીત્યા, જે પેરા રમતમાં આપણી વધતી જતી તાકાતનો પુરાવો છે. આપણા છ ગોલ્ડ મેડલ પણ સંયુક્ત-શ્રેષ્ઠ રેકોર્ડ છે, જે સતત શ્રેષ્ઠતાને પ્રતિબિંબિત કરે છે.
પ્રથમ વખત આ ઐતિહાસિક ઇવેન્ટનું આયોજન કરવું અને આપણા ચેમ્પિયન્સને ઘરની ધરતી પર ચમકતા જોવા તે આપણને ખૂબ ગૌરવાન્વિત કરે છે. તેમની હિંમત અને દ્રઢતા આપણને યાદ અપાવે છે કે સૌથી મોટી જીત એ સમાવેશ, સ્થિતિસ્થાપકતા અને શ્રેષ્ઠતાની માનવ ભાવના છે.”