ગુજરાત

ગુજરાતમાં મોડે મોડે પણ સુપ્રિમકોર્ટના નિર્દેષના કારણે ઉપરોકત કોચીંગ કલાસ માટેની ગાઈડલાઈનનો નિર્ણય મજબુરીમાં લેવાયેલ છેઃ  હેમાંગ રાવલ

ગુજરાતમાં મોડે મોડે પણ સુપ્રિમકોર્ટના નિર્દેષના કારણે ઉપરોકત કોચીંગ કલાસ માટેની ગાઈડલાઈનનો નિર્ણય મજબુરીમાં લેવાયેલ છેઃ  હેમાંગ રાવલ
• સુપ્રિમકોર્ટે દરેક સરકારોને ૧૫ મુદ્દા હેઠળ ગાઈડલાઈન બનાવવા માટે થઈને નિર્દેશ આપ્યો હતોઃ હેમાંગ રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડીયા કો-ઓર્ડીનેટરશ્રી હેમાંગ રાવલે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, સમાચાર માધ્યમો દ્વારા ગુજરાત સરકાર દ્વારા કોચીંગ ક્લાસીસની ગાઈડલાઈન માટે શિક્ષણ બોર્ડના અધ્યક્ષ હેઠળ આઠ સભ્યોની એક કમીટીની રચના કરવામાં આવનાર છે. સમગ્ર દેશમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓની આત્મહત્યાનો આકડો અવિરત વધી રહ્યો હતો ત્યારે એક કેસ સંદર્ભે તા. ૨૫ જુલાઈ ૨૦૨૫માં સુપ્રિમકોર્ટે દરેક સરકારોને ૧૫ મુદ્દા હેઠળ ગાઈડલાઈન બનાવવા માટે થઈને નિર્દેશ આપ્યો હતો તથા તેના માટે બે મહિનાની સમયમર્યાદા આપેલ હતી. હરિયાણા રાજ્યમાં આનો અમલ થઈ ચુકેલ છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાનની અંદર પણ અમલ અંતિમ તબક્કામાં છે. પરંતુ ગુજરાતમાં મોડે મોડે પણ સુપ્રિમકોર્ટના નિર્દેષના કારણે ઉપરોકત કોચીંગ કલાસ માટેની ગાઈડલાઈનનો નિર્ણય મજબુરીમાં લેવાયેલ છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હેમાંગ રાવલે સરકાર પાસે માંગણી કરતા જણાવ્યું હતું કે, સરકાર ગંભિર હોય તો ઉપરોક્ત કમીટીમાં વિરોધપક્ષના શિક્ષણવિદોને તથા રાજ્યમાં ચાલતા જુદા જુદા કોચીંગ ફેડરેશનના તજજ્ઞોને પણ લેવા જરૂરી છે. ખાસ કરીને એવા પ્રકારની ગાઈડલાઈન બનાવવામાં આવે કે જેથી કરીને કોટા સ્થિત હજારો કરોડનું ટર્નઓવર ધરાવતા કોચીંગ કલાસીસો પોતાની મનમાની કરી શકે નહી. વાલીઓ તથા વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ મળી રહે અને સાથે સાથે શાળાના શિક્ષકો કે જે સરકારી અધિનિયમ મુજબ શાળાના સમયમાં કે શાળાના સમય બાદ, શાળાની પ્રિમાયસીસમાં કે શાળાની પ્રિમાયસીસની બહાર, વેતન કે અવેતન કોઈપણ પ્રકારનું ટ્યુશન કરી શકે નહીં. આ કાયદાને કોચીંગ કલાસીસ ગાઈડલાઈનમાં ખાસ ઉમેરવો જોઈએ. વળી ગુજરાતમાં ડમી સ્કુલો એટલે કે વિદ્યાર્થીઓએ ભણવાનું કોચીંગ કલાસમાં અને માત્ર નામ બોલે શાળામાં આ બાબત તથા શાળાની પ્રિમાયસીસમાં જ ડેસ્કુલ અને કોન્સેપ્ટ સ્કુલના નામે ટ્યુશન કલાસીસો ચાલી રહ્યાં છે. કરોડોનું ટર્નઓવર ધરાવતા કોચીંગ ફ્રેન્ચાઈજી પર લગામ કસવામાં આવશે તથા જે શિક્ષીત બેરોજગાર પોતાના ભરણપોષણ માટે નાના પાયે કોચીંગ કલાસ ચલાવી રહ્યાં છે તેને રોજગાર માટે કોઈ મુશ્કેલી ના પડે તેનું ધ્યાન રાખવામાં આવશે તો આ ગાઈડલાઈન ગુજરાતના શિક્ષણના ભવિષ્ય માટે ઉપયોગી નિવડશે.

Related posts

રાજ્યના તમામ શહેર-જિલ્લાના એક્શન પ્લાન બાબતે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે  વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજી સમીક્ષા બેઠક

GUJARAT NEWS DESK TEAM

રાજભવન માંથી પીએમ નરેન્દ્ર મોદીએ વિદાય લીધી

GUJARAT NEWS DESK TEAM

આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા આગેવાનો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

GUJARAT NEWS DESK TEAM

આઝાદી બાદ પહેલી વખત અમેરિકાએ ભારતની વસ્તુઓ પર 50% ટેરિફ લગાવ્યો: ઈસુદાન ગઢવી

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં જળ વ્યવથાપન અને જળ વિતરણના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારમાં સફેદ પાણીના કરોડો રૂપિયાના કાળા કારોબાર

GUJARAT NEWS DESK TEAM

સોશિયલ મીડિયા પર સિંગલ પોસ્ટથી સમસ્યાનું નિવારણ કરતી ગુજરાત પોલીસનો વધુ એક સફળ કિસ્સો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment