ગુજરાત

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  2 દિવસના ગુજરાત પ્રવાસे

 
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  2 દિવસના ગુજરાત પ્રવાસ પર છે, ગઇકાલે સાંજે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલજીનું આગમન થયું હતું. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, કિસાન સેલના ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ, ટ્રેડ વિંગના પ્રદેશ પ્રમુખ શિવલાલ બારસિયા અને રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી સહિત આમ આદમી પાર્ટીના પદાધિકારી અને કાર્યકર્તાઓએ અરવિંદ કેજરીવાલજીનું ખુબ જ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. કાલે 7 સપ્ટેમ્બરે ચોટીલામાં થનાર ખેડૂત મહાપંચાયતામાં ભાગ લેવા માટે અરવિંદ કેજરીવાલજી આજે ગુજરાત પધાર્યા છે. કપાસ પર આયાત વેરો હટાવવાના વિરોધમાં આયોજિત ખેડૂત મહાપંચાયતમાં કાલે અરવિંદ કેજરીવાલજી પોતાની હાજરી આપશે અને ખેડૂતો સાથે મુલાકાત કરશે.
 
એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજીએ મીડિયાની સાથે એક સંવાદ પણ કર્યો હતો. અરવિંદ કેજરીવાલએ મીડિયા સમક્ષ પોતાની વાત રજુ કરતા કહ્યું હતું કે હું 2 દિવસના પ્રવાસ પર ગુજરાત આવ્યો છું. કાલે ચોટીલામાં યોજાયેલી ખેડૂત મહાપંચાયતમાં હું ભાગ લઈશ. ચોરી-છૂપીથી કેન્દ્રની મોદી સરકારે કપાસ ખેડૂતો સાથે દગો કર્યો છે. અમેરિકાથી આવતી કપાસ પર આયાત ટેક્સ હટાવવાનો નિર્ણય ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર કરશે. આ તે વિસ્તાર છે જ્યાં સૌથી વધુ કપાસ ઉગાડવામાં આવે છે, તો કાલે કપાસના ખેડૂતો સાથે અમે મુલાકાત કરીશું. એક તરફ સરકારે અમેરિકન કપાસ પરનો આયાત વેરો હટાવી દીધો અને બીજી તરફ અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવી દીધો, જેના કારણે દેશનો હીરા ઉદ્યોગ તહસ-નહસ થઇ ગયો. બાદમાં કેજરીવાલજીએ કહ્યું કે વોટ ચોરીનો મુદ્દો એ અસલી મુદ્દો છે.

Related posts

પુલ દુર્ઘટનામાં કડક પગલાં

ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં આધાર-UID અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ

રાજ્યમાં સાર્વત્રિક મેધ મહેર : ૧૩૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

GUJARAT NEWS DESK TEAM

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના દરોડા કાંડ અને કૌભાંડ અંગે વિસ્તૃત તપાસની કોંગ્રેસ દ્વારા માંગ

GUJARAT NEWS DESK TEAM

જય ગણેશ… મિછ્છામી દુક્કડમ 

GUJARAT NEWS DESK TEAM

સૌરાષ્ટ્રની એક માત્ર મારવાડી યુનિવર્સિટી સહીત ગુજરાત ની 7 યુનિવર્સિટીઓ ને NIRF 2025 રેન્કિંગ માં સ્થાન મળ્યું.

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment