
ગુજરાત રાજ્યની સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજોમાં અનેક શિક્ષકો વર્ષોથી પોતાના વતનથી દૂર રહીને નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે. તેઓ પોતાના દેશમાં, પોતાની પસંદગીની કોલેજમાં ફરજ બજાવવાની ઊંડી ઇચ્છા ધરાવે છે. એ માટે આ શિક્ષકોએ વારંવાર અરજી કરી છે – જેમાં અનેક મહત્વપૂર્ણ મામલાઓ આવે છે જેમ કે પતિ-પત્ની એકજ જિલ્લા અથવા શહેરમાં રહેવું, કુટુંબના સભ્યના આરોગ્યના કારણે (Medical Ground) અને અરસ-પરસ બદલી માટેની વિનંતીઓ.
દુઃખની વાત એ છે કે, અન્ય શિક્ષણ વિભાગોમાં આવી સ્વવિનંતી બદલાઈ રહી છે, પણ ટૂંક સમયમાં જ સરકારના યોગ્ય નિયમ હોવા છતાં એન્જિનિયરિંગ કોલેજોના શિક્ષકોને ટ્રાન્સફર મળ્યું નથી. પરિણામે, શિક્ષકોમાં અસંતોષ, અન્યાય અને નિરાશાની લાગણી વ્યાપી રહી છે.
2022માં કોલેજોમાં નવા Re-Structuring પછી વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે – જે એક ખુશીની વાત છે, પણ તે સાથે તદ્દન યોગ્ય ફાળવણીની જરૂરિયાત પણ ઊભી થઈ છે. હાલ ઘણી કોલેજોમાં ઘણા વિદ્યાર્થીઓ છે, પરંતુ જે શાખાના વિદ્યાર્થીઓ છે તે શાખાના પૂરતા શિક્ષકો નથી. બીજી બાજુ, કેટલાક શિક્ષકો phd-યુક્ત છે, પણ તેમના કોલેજોમાં તે શાખાના વિદ્યાર્થીઓ ઓછા છે, તેમ છતાં તેમને પગાર ચૂકવવો પડે છે. આવી સ્થિતિથી સરકાર પર આર્થિક ભાર વધે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્યને પણ નુકસાન પહોંચે છે.
જ્યારે શિક્ષકો સ્વવિનંતી બદલવાની અરજી નોટિસમાં ગતીશીલ રીતે રજૂ કરે છે, ત્યારે તે અરજીનું તત્કાળ અને યોગ્ય નિરાકરણ પણ જરૂરી છે.
આ મુદ્દાએ શિક્ષકો અને તેમના કુટુંબને ઘણું દુઃખ આપ્યું છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉત્તમ રહે તે માટે, શિક્ષકો સુખ-શાંતિથી પોતાના વતનમાં ફરજ બજાવી શકે – એ રાજ્ય સરકારનું મુખ્ય ધ્યેય બનવું જોઈએ.
અટલે હવે સમય આવી ગયો છે કે રાજ્યના ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ વિભાગ આ મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરે અને પાત્રતા ધરાવતા શિક્ષકોને તેમને યોગ્ય કોલેજમાં ફરજ બજાવવાની મંજૂરી આપે, જેથી શિક્ષણ વ્યવસ્થામાં સંઘર્ષ ઘટાડો થાય અને ગુણવત્તા જાળવાય.