ભારતીય જનતા પાર્ટીને ઉપરાષ્ટ્રપતિ પદના નામની જાહેરાત કરી છે. આજે નવી દિલ્હી ખાતે ભાજપના મુખ્યાલય ખાતે મળેલી બેઠકમાં એનડીએના ઉમેદવાર તરીકે સી.પી.રાધાકૃષ્ણનના નામની જાહેરાત કરી છે.. નવમી સપ્ટેમ્બરના રોજ યોજાનારી ઉપરાષ્ટ્રપતિ પદની ચુંટણી માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનના નામની જાહેરાત કરવામા આવી છે. સંસદીય દળની બેઠક બાદ ભાજપના મુખ્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આ નામની જાહેરાત કરી હતી.

પાછલી પોસ્ટ