આંતરરાષ્ટ્રીયબિઝનેસ

ડોનાલ્ડ ટ્રમ્પનો  દાવો ‘નવા ટેરિફથી અમેરિકાને 600 બિલિયન ડૉલરની આવક થઈ

ન્યુ જર્સીથી  વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો અહેવાલ
ડોનાલ્ડ ટ્રમ્પનો  દાવો ‘નવા ટેરિફથી અમેરિકાને 600 બિલિયન ડૉલરની આવક થઈ’.
સમગ્ર દુનિયામાં ટેરીફ વોર શરૂ કરનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો  કર્યો કે નવા ટેરીફથી અમેરિકાને
આશરે  રુપિયા 50 લાખ કરોડથી વધુની આવક થઈ છે. આ એક ખૂબ જ મોટી રકમ છે, કારણ કે ઐતિહાસિક રીતે અમેરિકાની કુલ ટેક્સ આવકમાં ટેરિફનો હિસ્સો ઘણો ઓછો રહ્યો છે.
ટ્રમ્પે ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ હેઠળ વિદેશી માલ પર ટેરિફમાં મોટો વધારો કર્યો .
2024 ના અંતમાં અમેરિકાનો સરેરાશ ટેરિફ રેટ લગભગ 2.3% હતો, જે 2025-26 માં વધીને 15% થી 18% સુધી પહોંચી ગયો છે.
 ટ્રમ્પે “ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ” (IEEPA) નો ઉપયોગ કરીને ઘણા દેશો પર સીધો ટેરિફ લગાવ્યો છે, ખાસ કરીને સ્ટીલ, એલ્યુમિનિયમ, ઓટોમોબાઈલ અને ફાર્માસ્યુટિકલ્સ પર 25% થી 50% સુધીની જકાત વસૂલવામાં આવી રહી છે.
આ આવક કેવી રીતે થઈ ?  અને કયા દેશ પાસેથી કેટલી આવક થઈ તેની વિગતવાર વાત કરીએ તો,
ટ્રમ્પના દાવા મુજબ, આ $600 બિલિયનની આવકમાં મુખ્ય હિસ્સો નીચેના દેશોનો છે.
ચીન
30% – 50%
 ટેકનોલોજી અને ઈલેક્ટ્રોનિક્સ પર ભારે ટેક્સ. સૌથી વધુ આવક ચીન પાસેથી મળે છે.
ભારત
25% – 50%
રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ 25% વધારાનો ટેક્સ ( પેનલ્ટી) લાદવામાં આવ્યો છે.
યુરોપિયન યુનિયન
15% – 20%
ઓટોમોબાઈલ અને લક્ઝરી વસ્તુઓ પર ટેરિફ.
મેક્સિકો અને કેનેડા
25% – 35%
સરહદ સુરક્ષા અને વેપાર ખાધ ઘટાડવાના બહાને ટેરિફ વધારો.
વિયેતનામ અને મલેશિયા
 24% – 32%
ચીન દ્વારા આ દેશોના માર્ગે મોકલવામાં આવતા માલને રોકવા માટે.
ડોનાલ્ડ ટ્રમ્પના દાવા મુજબ જંગી આવક થઈ રહી છે,  તો પછી આ આવકનો ઉપયોગ ક્યાં થશે?
ટ્રમ્પ આ જંગી આવકનો ઉપયોગ મુખ્યત્વે બે કામ માટે કરવા માંગે છે
1. Tax Cuts: અમેરિકન મધ્યમ વર્ગ અને કંપનીઓ માટે income tax ઘટાડવા માટે આ નાણાંનો ઉપયોગ થશે.
2. ટેરિફ રિબેટ (Rebate Checks):
ટ્રમ્પે એવી પણ જાહેરાત કરી છે કે તેઓ દરેક અમેરિકન નાગરિકને $2,000 ના ‘રિબેટ ચેક’ આપશે, જેથી વધતી જતી મોંઘવારીમાં તેમને રાહત મળે.
જોકે ટ્રમ્પ આને સફળતા ગણાવે છે, પરંતુ ઘણા અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યા છે કે આ ટેક્સ આખરે તો અમેરિકાની કંપનીઓ અને ગ્રાહકોએ જ ચૂકવવો પડે છે, કારણ કે વિદેશી કંપનીઓ ટેરિફના કારણે માલની કિંમત વધારી દિધી છે.
ટ્રમ્પના ટેરિફને કારણે અમેરિકામાં મોંઘવારીના દરમાં 0.7% થી 1% જેટલો વધારો થયો છે. જોકે ટ્રમ્પ દાવો કરે છે કે મોંઘવારી નથી વધી, પરંતુ જમીની હકીકત કંઈક અલગ છે.
મુખ્ય અસરગ્રસ્ત ચીજવસ્તુઓ:
1. ખાદ્ય સામગ્રી:
કોફી, બીફ, કેળા, નારંગીનો રસ અને ટામેટા જેવી આયાતી વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા હતા. જોકે નાગરિકોના વિરોધને કારણે ટ્રમ્પે  200 થી વધુ ખાદ્ય વસ્તુઓ પરથી ટેરિફ હટાવવાની ફરજ પડી છે.
2. ઈલેક્ટ્રોનિક્સ અને ઓટો: ચીનથી આવતા પાર્ટ્સ પર ટેરિફને કારણે લેપટોપ, સ્માર્ટફોન અને કારના ભાવમાં 5% થી 11% નો વધારો જોવા મળ્યો છે.
 3. બાંધકામ સામગ્રી:
સ્ટીલ અને એલ્યુમિનિયમ મોંઘા થતા નવા ઘરોનું બાંધકામ મોંઘું થયું છે.
2026ના શરૂઆતના દિવસોમાં  અમેરિકામાં મોરગેજ રેટ અને ઘરના ભાવની સ્થિતિ મિશ્ર છે:
 4. મોરગેજ રેટ:
સરેરાશ 30-વર્ષનો ફિક્સ્ડ મોરગેજ રેટ 6.3% ની આસપાસ છે. 2025 ની સરખામણીમાં તેમાં થોડો ઘટાડો થયો છે, જે ખરીદદારો માટે રાહતની વાત છે.
તો આ તરફ અમેરિકામાં ઘરના ભાવમાં સરેરાશ 2.2% નો વધારો થયો છે.
 ફ્લોરિડા અને ટેક્સાસ જેવા રાજ્યોમાં વધતી જતી વસ્તીને કારણે ઘરના ભાવ હજુ પણ મધ્યમ વર્ગ માટે પડકારજનક છે.
આમ દુનિયાભરના દેશોમાં ટેરીફ વધારીને ટ્રમ્પ તો ખુશ છે,  પરંતુ મોંઘવારીથી અમેરિકન નાગરિકો ત્રાહિમામ છે.

Related posts

વિશ્વના સૌથી કાર્યક્ષમ બંદરોમાં અદાણી પોર્ટસને ટોચનું સ્થાન

GUJARAT NEWS DESK TEAM

વિશ્વ પર મંડરાતું ભૂખમરાનું સંકટ: સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી. સંઘર્ષને કારણે દુનિયાના વધુ 4.5 કરોડ લોકો કટોકટીમાં ધકેલાશે.

અદાણી ગ્રુપના શેર ચમક્યા, માર્કેટ કેપમાં રૂ. 48550 કરોડનો તોતિંગ ઉછાળો

GUJARAT NEWS DESK TEAM

શેરધારકોને અદાણી ગૃપના ચેરમેનનો પત્ર

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગરમાં ઈજનેરી ક્ષેત્રના એશિયાના સૌથી મોટા પ્રદર્શન એન્જિમેકનું ઉપમુખ્યમંત્રીએ ઉદઘાટન કર્યું

GUJARAT NEWS DESK TEAM

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 17મી બ્રિક્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મલેશિયાના પ્રધાનમંત્રી અને ક્યુબા રાષ્ટ્રપતિને મળ્યાં

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment