ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રી મંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓની શપથવિધિ સંપન્ન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રી મંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓની શપથવિધિ સંપન્ન
નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી તથા નવા વરાયેલા મંત્રીશ્રીઓમાં 5 કેબિનેટ મંત્રીશ્રીઓ,  રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર)ના 3 મંત્રીઓ અને  રાજ્યકક્ષાના 12 મંત્રીઓનો સમાવેશ
…..
રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતે મંત્રીઓના મહાત્મા મંદિર પરિસરમાં  સમારોહમાં શપથ ગ્રહણ કરાવ્યા
…..
કેબિનેટ મંત્રી  કનુભાઈ દેસાઈ,  ઋષિકેશભાઈ પટેલ,  કુંવરજીભાઈ બાવળીયા તથા રાજ્ય કક્ષાના પરષોત્તમભાઈ સોલંકીને વર્તમાન મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યા
.. .. .. ..
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં નવા સમાવિષ્ટ થયેલા નાયબ મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીઓને હોદ્દા અને ગોપનિયતાના શપથ ગ્રહણ કરાવ્યાં હતાં.
આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલશ્રી સમક્ષ નાયબ મુખ્યમંત્રીશ્રી તરીકે શ્રી હર્ષ સંઘવી તથા રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 5 અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતાં 3 તથા રાજ્ય કક્ષાના 12 પદનામિત મંત્રીશ્રીઓએ ઈશ્વરના નામે શપથ લીધાં હતાં.
કેબિનેટ મંત્રી તરીકે શ્રી જીતેન્દ્રભાઈ વાઘાણી, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ડૉ. પ્રદ્યુમ્નભાઇ  વાજા અને શ્રી રમણભાઈ સોલંકીએ હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા.
રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) ધરાવતા મંત્રી તરીકે શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી પ્રફુલ્લ ભાઇ પાનસેરીયા તથા શ્રીમતી મનિષા વકીલે શપથ ગ્રહણ કર્યા હતાં.
જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શ્રી કાંતિલાલ અમૃતિયા, શ્રી રમેશભાઈ કટારા, શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, શ્રી કૌશીકભાઈ વેકરીયા, શ્રી પ્રવિણકુમાર માળી, ડૉ. જયરામભાઈ ગામીત, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી સંજયસિંહ મહિડા, શ્રી પી.સી. બરંડા, શ્રી સ્વરૂપજી ઠાકોર અને શ્રીમતી રિવાબા જાડેજાએ રાજ્યપાલશ્રી સન્મુખ શપથ ગ્રહણ કર્યા હતાં.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના કેબનેટ મંત્રીઓ સર્વશ્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, કુંવરજી ભાઇ બાવળીયા તથા રાજ્યકક્ષાના શ્રી પરષોત્તમભાઈ સોલંકીને આ નવા મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યાં છે.
આ શપથ વિધિ સમારોહમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રીશ્રી  જગતપ્રકાશ નડ્ડા, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી સર્વશ્રી મનસુખ માંડવીયા,સી. આર. પાટીલ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, વરિષ્ઠ અગ્રણીઓ, સાધુ સંતો અને સમાજના વિવિધ વર્ગોના અગ્રણીઓ તથા અધિક મુખ્ય સચિવશ્રીઓ, અગ્ર સચિવશ્રીઓ, પોલીસ મહાનિદેશકશ્રી તેમજ વિશાળ સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય સચિવ શ્રી પંકજ જોષીએ આ શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું.

Related posts

સુવર્ણ નવરાત્રીના આયોજકો પર GST વિભાગનો દરોડો, સુરત-અમદાવાદમાં ફફડાટ

GUJARAT NEWS DESK TEAM

મોદી ગુજરાતને 1400 કરોડના રેલવે પ્રોજેક્ટ ની ભેટ આપશે

GUJARAT NEWS DESK TEAM

વરસાદી પાણી હવે ધનની જેમ ભેગુ કરોઃ પાટીલ

GUJARAT NEWS DESK TEAM

AAP દ્વારા ભારત-પાકિસ્તાન મેચનો બોયકોટ – ઈસુદાન ગઢવીએ કર્યો મેચનો સખ્ત વિરોધ

GUJARAT NEWS DESK TEAM

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલથી બહાર આવ્યા.

GUJARAT NEWS DESK TEAM

IIMA એ કેસ-આધારિત શિક્ષણશાસ્ત્રને આગળ વધારવા માટે કેસ મેથડ ઓફ લર્નિંગમાં મદન મોહનકા સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment