શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજમાં આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી
અમદાવાદ :વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજ અમદાવાદમાં IQAC અને મનોવિજ્ઞાન વિભાગ દ્વારા પ્રિન્સિપાલ ડો.અલ્પેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સિનિયર સાયકોલોજીસ્ટ અને મોમેન્ટ્સ મેન્ટલ હેલ્થ રીહેબીલીટેશન સેન્ટરના ડાયરેક્ટર નરેશ ત્રિવેદીનું વ્યાખ્યાન યોજાયું હતું. કોલેજના 550 વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા ખોટા વિચારો કે ચિંતાને એક બાજુ રાખી દરેક કાર્યને હકારાત્મક રીતે જોઈને પૂર્ણ કરવા કોશિશ કરો. જિંદગીમાં ચડાવ-ઉતાર આવે તો હતાશ થયા વગર આગળ વધવું. આત્મહત્યા એ પ્રોબ્લેમ નું સોલ્યુશન નથી. તમે પોતે પણ આવો વિચાર ન કરો અને બીજાને પણ ન કરવા દો. કોઈ વ્યક્તિને આવા વિચાર આવતા હોય તો તેને નિષ્ણાત પાસે કાઉન્સેલિંગ કરાવો.