રાષ્ટ્રીય

વનતારા ટીમ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સ્વાગત કરાયું

“ભારતની નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના તારણોનું અમે અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે સ્વાગત કરીએ છીએ. SITના રિપોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પરથી એ બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે કે વનતારાના પ્રાણી કલ્યાણના મિશન સામે ઉઠાવવામાં આવેલી તમામ શંકાઓ અને આરોપો તદ્દન પાયાવિહોણા હતા. SITના માનનીય અને અત્યંત આદરણીય સભ્યો દ્વારા સત્યને અપાયેલી માન્યતા વનતારા સાથે સંકલિત દરેકના માટે માત્ર રાહતરુપ જ નથી પરંતુ એક આશીર્વાદ રૂપ પણ છે, કારણ કે તે આપણી કામગીરીને જ પોતાના માટે બોલવાની મંજૂરી આપે છે.
SIT ના તારણો અને સર્વોચ્ચ અદાલતનો આદેશ આપણને મૂંગા પ્રાણીઓની નમ્રતા અને નિષ્ઠા સાથે સેવા કરવાનું ચાલુ રાખવા માટે વધુ ઊર્જા અને પ્રોત્સાહન આપે છે. સમગ્ર વનતારા પરિવાર આ માન્યતા આપવા બદલ હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને દરેકને કરુણા સાથે પ્રાણીઓ અને પક્ષીઓનું રક્ષણ અને જતન કરવાની અમારી આજીવન પ્રતિબદ્ધતાની ખાતરી આપે છે.
વનતારા હંમેશાથી આપણી વચ્ચેના મૂંગા પ્રાણીઓ પ્રત્યે પ્રેમ, કરુણા અને જવાબદારી સાથે વર્તતું આવ્યું છે. અમે જે પણ પ્રાણીને રેસ્ક્યુ કરીએ છીએ, જે દરેક પક્ષીને સાજું કરીએ છીએ, દરેક અબોલ જીવ જેને આપણે બચાવીએ છીએ તે એ વાતની યાદ અપાવે છે કે તેમની સુખાકારી એ કાંઈ આપણાથી અલગ નથી – તે સમગ્ર માનવજાતના કલ્યાણનું જ એક અવિભાજ્ય અંગ છે. આપણે મૂંગા પ્રાણીઓની સંભાળ રાખીએ છીએ, ત્યારે આપણે માનવતાના આત્માની પણ સંભાળ રાખીએ છીએ.
અમે આ પ્રસંગે ભારત સરકાર, રાજ્ય સરકારો અને પ્રાણીઓની સંભાળના વિશાળ અને પડકારજનક કાર્યમાં જોડાયેલા અન્ય તમામ હિસ્સેદારો સાથે અમારી એકતાના શપથ લઈને ખાતરી આપીએ છીએ કે વનતારા હંમેશા તેમની સાથે નિકટતાથી કામગીરી કરવા તૈયાર રહેશે. ચાલો, આપણે સહુ સાથે મળીને ધરતી માતાને બધા જીવો માટે વધુ સારું સ્થળ બનાવીએ.”

Related posts

એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સી પી રાધાકૃ્ષણન..

GUJARAT NEWS DESK TEAM

ઉત્તરાખંડ વિધાનસભાનું બે દિવસનું ખાસ સત્ર આજથી શરૂ, રાષ્ટ્રપતિનું સંબોધન

GUJARAT NEWS DESK TEAM

પોલેન્ડ દૂતાવાસ નજીક, કોંગ્રેસ મહિલા સાંસદ પાસેથી ચેઈન છીનવી લેવામાં આવી

કુલગામમાં સતત બાર દિવસથી સર્ચઓપરેશન યથાવત

GUJARAT NEWS DESK TEAM

મુસાફરોની સુરક્ષા વધારવા માટે રેલવે, કોચમાં સીસીટીવી કેમેરા લગાવશે

GUJARAT NEWS DESK TEAM

ધરાલી દુર્ઘટનાનો આજે આઠમો દિવસઃગુમ થયેલા લોકોની શોધખોળ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment