
ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું
અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલ અને મુખ્યમંત્રી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન તેમના ગુજરાત પ્રવાસ દરમ્યાન વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત કરોડો રૂપિયાનાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવાના છે.
તેમણે એરપોર્ટથી નિકોલ સુધીનો રોડ શો યોજ્યો હતો.. માર્ગો ઉપર મોદી મોદીના લોકોએ નારા લગાવ્યાં હતાં..