ગુજરાતમાં એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: લોકોએ ઉચાટમાં રહેવાની જરૂર નથી

ગુજરાત સરકારના દિશાનિર્દેશનમાં રાજ્યમાં રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને રાજ્ય સરકાર દ્વારા તે અંગે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરાઈ છે. ગેસ એન્જસીઓ તરફથી એલપીજી સિલિન્ડરની યોગ્ય આપૂર્તિ સુનિશ્વિત કરવા માટે ચોક્કસ દેખરેખ રખાઇ રહી છે, એટલું નહીં, નાગરિકોએ તેમના સિલિન્ડર માટે એજન્સીએ જઇને લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા નાગરિકોને તેમના ઘરે જ સરળતાથી સિલિન્ડર મળી રહે તે માટે ટેક્નોલોજીના ઉપયોગથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
નાગરિકોને મોબાઇલના એક ક્લિકથી જ સિલિન્ડર મળી રહે તે માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા તમામ સુવિધાઓ પ્રદાન કરાઈ છે. એલપીજી બુકિંગ અને રિફીલ માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, નોંધાયેલા લાભાર્થીઓ વોટ્સએપ, મિસ્ડ કૉલ,એસએમએસ/આઇવીઆર બુકિંગ, સ્માર્ટફોન એપ્લિકેશન અને કંપનીના સત્તાવાર પોર્ટલનો ઉપયોગ કરીને સરળતાથી બુકિંગ કરી શકે છે.
બુકિંગ માટેની સુવિધાઓ :
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (આઇઓસીએલ)ના જણાવ્યા અનુસાર મોબાઇલ દ્વારા એલપીજી બુકિંગ માટે નીચે મુજબની સુવિધાઓનો ઉપયોગ કરી શકાય છે. બુકિંગ બાદ સરળતાથી સિલિન્ડરની હોમ ડિલીવરી થઇ જશે.
વોટ્સએપ માટે: 7588888824, રજિસ્ટર્ડ નંબર દ્વારા કોલથી બુકિંગ માટે: 8454955555, એસએમએસ/આઇવીઆરએસ બુકિંગ માટે: 7718955555, મોબાઇલ એપ : IndianOil ONE, ઓનલાઇન પોર્ટલ : https://cx.indianoil.in
એચપી ગેસની બુકિંગ માટે નીચેની સુવિધાઓ ઉપલબ્ધ છે : વોટ્સએપ માટે: 9222201122, રજિસ્ટર્ડ નંબર દ્વારા કોલથી બુકિંગ માટે: 9493602222, એસએમએસ/આઇવીઆરએસ બુકિંગ માટે: 8888823456, મોબાઇલ એપ: HP PAY, ઓનલાઇન પોર્ટલ: https://myhpgas.in
ભારત ગેસ દ્વારા સરળ બુકિંગ સુવિધાઓ અંતર્ગત વોટ્સએપ માટે : 1800224344, રજિસ્ટર્ડ નંબર દ્વારા કોલથી બુકિંગ માટે: 7710955555, એસએમએસ/આઇવીઆરએસ બુકિંગ માટે: 7715012345, મોબાઇલ એપ: HelloBPCL, ઓનલાઇન પોર્ટલ: my.ebharatgas.com
આ ઉપરાંત પાર્ટનર વોલેટ અને બેન્કિંગ એપની મદદથી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા ગેસની બુકિંગ કરી શકાય છે. આ તમામ બુકિંગમાં સુવ્યવસ્થિત ડિજિટલ પ્રણાલીને અનુસરવામાં આવે છે અને SMS દ્વારા ગ્રાહકને કન્ફર્મેશન મોકલાય છે. ઘરેલુ ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકોને પ્રાથમિકતા સાથે ડિલીવરી અપાઈ રહી છે. રાજ્યમાં એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને બફર સ્ટોકમાં પણ સતત વધારો થઇ રહ્યો હોવાથી નાગરિકોને સરળતાથી ઘર બેઠા જ ડિલીવરી સુનિશ્વિત કરાઈ રહી છે.
એલપીજી માટે રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-233-0222, રાજ્યમાં એલપીજી અંગેના કોઈ પ્રશ્ન માટે નાગરિકોને રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-233-0222નો સંપર્ક કરવાનું જણાવાયું છે.