મારું શહેર

બે સગીરા મુંબઈથી મળી આવી

 

અમદાવાદની સમર્થ સ્કૂલમાંથી ગુમ થયેલી બે વિદ્યાર્થિનીઓ મુંબઈથી મળી આવી

 

અમદાવાદના લો ગાર્ડન ની સમર્થ સ્કૂલમાંથી સ્કૂલની બે વિધાર્થિનીઓ ગેરહાજર રહેતા શાળાએ તત્કાલિક પરિવારને કરી જાણ હતી તે સમયે પરીવાર ચોંકી ઉઠ્યો હતો કારણ કે બંને સગીર વયની વિદ્યાર્થિની ઘરેથી સવારે સ્કૂલે જવાનું કહીને નિકળી હતી. વિદ્યાર્થિનીઓના પરીવારે આસપાસ શોધખોળ કરી પરંતુ નિષ્ફળતા મળતાં પરિવારે પોલીસેને ફરિયાદ કરતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ગુમ થયેલી બંને વિધાર્થિનીઓ સગીર હોવાથી બનાવની ગંભીરતાને ધ્યાને લઇને પોલીસે તાત્કાલિક ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે શાળા અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ધ્યાને આવ્યું હતું કે બંને વિદ્યાર્થિની સ્કૂલના પાછળનાં દરવાજેથી જાતે જ બહાર ગઈ હતી. આ અંગે અન્ય સીસીટીવી તપાસતાં તે બંને પરીમલ ગાર્ડન તરફ આગળ વધી હોવાનું જણાયું હતું.

દરમિયાન પરીવારે પોલીસને ફોનથી જાણ કરવામાં આવી હતી કે હમણાં જ મુંબઈથી એક દિકરીનો ફોન હતો અને તેમની ભાળ મળી ગઈ છે. પોલીસે મહિલા ટીમ સાથે રાખી જ્યાંથી ફોન આવ્યો હતો તે સ્થળ પરથી બંને સગીરાને શોધી પરિવારને પરત સોંપી હતી.

પોલીસે બંને દિકરીઓની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે  નાપાસ થવાની ડરથી બંને સગીરા શાળામાંથી નીકળી ગયી હતી. ત્યાંથી આગળ જઈને પરિમલ ગાર્ડન પાસે પબ્લિક વોશરૂમમાં શાળાનો ગણવેશ બદલી સાથે લાવેલા રંગીન કપડાં બદલ્યા હતા ત્યારબાદ બંને ગીતામંદિર બસ્ટેન્ડથી સુરત ગયા અને સુરતથી રેલવે દ્વારા મુંબઈ ચર્ચગેટ પહોંચ્યા હતા પરંતુ ખર્ચ કરવાના પૈસા ખૂટી જતા એક અજાણ્યા રાહદારીના ફોનથી પિતાને ફોન કરી જાણ કરી હતી.

બંને સગીરાઓ હેમખેમ પરત ફરતા બી ડિવિઝન ACP એચ એમ કણસાગરા અને તેમની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.

Related posts

અમદાવાદ એરપોર્ટ પર યાત્રી સેવા દિવસની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

જયેશ વેગડાને DGCD ડિસ્ક Bronze અને પ્રશંસાપત્ર એનાયત

GUJARAT NEWS DESK TEAM

મેડિકલ સ્ટોરમાં તપાસ બાદ અમદાવાદ પોલીસે 235 કેસ નોંધ્યા

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગરમાં ગેરકાયદે દબાણો દૂર કરાયાં

GUJARAT NEWS DESK TEAM

લાલ દરવાજા એએમટીએસ બસ સ્ટોપ ખાતે પાણીની પરબ

રાજપથ ક્લબના 12 હોદ્દેદારોની બિનહરિફ વરણી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment