શેરધારકોને અદાણી ગૃપના ચેરમેનનો પત્ર
24 સપ્ટેમ્બર 2025
પ્રિય સાથી શેરધારકો,
24 જાન્યુઆરી 2023ના દિવસનીએ એક એવી સવાર તરીકે યાદ કરવામાં આવશેજ્યારે ભારતના બજારો દલાલ સ્ટ્રીટથી લઇ જોજનો દૂર સુધી ગુંજતી અખબારોની હેડલાઇન્સથી જાગ્યા હતા.
હિન્ડેનબર્ગનો અહેવાલ ફક્ત આપ સહુના અદાણી સમૂહની ટીકા કરતો નહોતો. પરંતુ તે ભારતીય સાહસોની વૈશ્વિક સ્તરે સ્વપ્ન જોવાની હિંમત સામે સીધો પડકાર હતો.
આપના સમૂહ માટેતે એક કસોટીની શરૂઆત હતી જેણે અમારી સ્થિતિસ્થાપકતાના પ્રત્યેક પાસાને આગળ ધપાવી હતી. તેણે અમારા શાસન, અમારા લક્ષ્યઉપરાંત ભારતીય કંપનીઓ વિશ્વને સ્કેલ અને મહત્વાકાંક્ષા તરફ દોરી શકે છે તે મંથન પર પણ સવાલ ખડો કર્યો હતો.
આ ગતિવિધિ વચ્ચે ઝડપથી આગળ વધ્યા, અને ગયા અઠવાડિયેભારતના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ અમારી સામેના આરોપોને ફગાવી દેતો એક ઠોસ અને સ્પષ્ટ ચુકાદો આપ્યો છે.
SEBI ના સ્પષ્ટ અને અંતિમ શબ્દોની મહોર સાથેસત્યનો ઝળહળતો વિજય થયો છે અથવા અમે જેમ હંમેશા કહેતા રહ્યા છીએ તેમसत्यमेव जयते (સત્યનો જ વિજય થશે).
જે તત્વો આપણને નબળા પાડવાના હતા તેણે જ આપણા પાયાના મૂળીયાને મજબૂત બનાવ્યા છે.
આ ઘડી ફક્ત નિયમનકારી સત્તાધિશોની મંજૂરી જ નથીપણતે પારદર્શિતા, શાસન અને ધ્યેયનું એક શક્તિશાળી પ્રમાણીકરણ છે જેની સાથે આપની કંપની સદાય કાર્યરત છે.અમારી સ્થિતિસ્થાપકતાનો સાચો પુરાવો શબ્દોમાં નહીંપરંતુ આ સમયગાળા દરમિયાન થયેલી કામગીરીમાં છે.
પોર્ટફોલિયો કંપનીઓએનાણાકીય વર્ષ 23માં EBITDAજે ₹57,205 કરોડ હતો જે વધીને નાણાકીય વર્ષ 25 માં ₹89,806 કરોડ થયો છે. ₹32,601 કરોડનો આ વધારો 57%ની સંપૂર્ણ વૃદ્ધિ અને 25% ના બે વર્ષના CAGRનું પ્રતિનિધિત્વ કરે છે.
સંપત્તિના વિસ્તરણના ક્ષેત્રે અમારો ગ્રોસ બ્લોક નાણાકીય વર્ષ 23 માં ₹4,12,318 કરોડથી વધીને નાણાકીય વર્ષ 25 માં ₹6,09,133 કરોડ થયો છે. જે લગભગ ₹2 લાખ કરોડનો ઉમેરો દર્શાવે છે, ફક્ત બે વર્ષમાંઆ48% નો વધારો હાંસલ થયો છે.
આ એ જ સમય હતો જે ગાળામાંઅમે પરિવર્તનકારી પ્રકલ્પોની પરિપૂર્તિ કરી જેણે ભારતના માળખાગત લેન્ડસ્કેપને ફરીથી આકાર આપ્યો છે અને તેની વૈશ્વિક સ્થિતિને મજબૂત બનાવી છે:
આ પ્રકલ્પોની યાદી ઉલ્લેખું તો….
કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલની બાજુમાં વિઝિંજામ ખાતે ભારતનું પ્રથમ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ શરૂ કર્યું.
કચ્છનાખાવડા સહિત 6 GW નવીનીકરણીય ઉર્જાની ક્ષમતા ઉમેરી, એકજ સ્થળ ઉપરનો આ વિશ્વનો સૌથી મોટો નવીનીકરણીય ઉર્જા પ્રકલ્પ છે.
આ ગાળામાં દુનિયાનો સૌથી વિરાટ કોપર સ્મેલ્ટર અને મેટલર્જિકલ કોમ્પ્લેક્સ શરૂ કર્યો.
ભારત અને વિદેશમાં 7,000 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન અને 4 GW નવી થર્મલ ક્ષમતા સાથે અમારા ઉર્જા નેટવર્કનું વિસ્તરણ કર્યું છે.
જે પરિબળોનો હેતુ આપણને નુકસાન પહોંચાડવાનો હેતુ હતો તેણે આપણા પાયાને મજબૂત કરવા સાથેઆપણી મહત્વાકાંક્ષાને વધુ ધારદાર કરીને અને ભવિષ્યના ભારત માટે સ્કેલ, ગતિ અને સ્થિતિસ્થાપકતા સાથે નિર્માણ કરવાની આપણી જવાબદારીની વધુ એકવાર પુષ્ટિ કરી છે એટલું જ નહીં પણ તે એક એક નિર્ણાયક ટર્નિંગ પોઇન્ટ બની ગયો છે.
અલબત્ત, અફડાતફડી મચી હોવા છતાં, હું આપણા રોકાણકારો, ધિરાણકર્તાઓ, સપ્લાયર્સ અને હિસ્સેદારોમાં ઉદભવેલી ચિંતાઓથી સ્વાભાવિક જ હું સંપૂર્ણપણે વાકેફ રહ્યો. આપ સહુના પ્રચંડ વિશ્વાસે અમને અડગ રાખીને સ્થિર કર્યા, આપના ધૈર્ય અને અમારા ઉપરના ભરોસાએ અમને જોમ સાથે ટકાવી રાખ્યા અને આપના વિશ્વાસે અમને હિંમત આપી. આ અસાધારણ સમર્થન માટે, હું આપ સહુનો ખૂબ આભારી છું.
એટલું જ નહીં આગળ વધતાહું આપને વચન આપું છું કે અમે….
આવનારા સમયમાંબજારો અને નિયમનકારોમાં વિશ્વાસની જડ પ્રેરિત કરતા શાસનના ધોરણોને વધુ મજબૂત બનાવીશું.
નવા આયામો અને ટકાઉપણાને વેગ આપીફક્ત ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક સ્થાપિત કરીશું.
આ સાથે જમજબૂત રાષ્ટ્રના નિર્માણ ઉપર બમણું જોર મુકીભારતની લાંબા ગાળાની વિકાસગાથાને શક્તિ આપતી માળખાગત સુવિધાઓમાં રોકાણ કરીશું.
આ ક્ષણને ફક્ત વિશ્વાસ પુનઃસ્થાપિત પૂરતી સિમિત નહી રાખતા તે આપની કંપનીના પ્રતિકૂળતામાં સ્થિતિસ્થાપકતા, કાર્યમાં પ્રામાણિકતા અને ભારત અને વિશ્વ માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવવા પ્રત્યેના વલણને ફરીથી સ્થાપિત કરવા માટે એક અડગ પ્રતિબદ્ધતા સાથે આગળ વધશું.
આ તકે હું શ્રી સોહન લાલ દ્વિવેદીના શાશ્વત શબ્દો સાથે અહીં મારી લાગણીનેવિરામ આપું છું, જે શબ્દો આપણી યાત્રાને વ્યાખ્યાયિત કરતી ભાવનાને પકડી રાખે છે:
“लहरोंसेडरकरनौकापारनहींहोती,
कोशिशकरनेवालोंकीकभीहारनहींहोती…” મતલબ કે
“જે નાવ મોજાથી ડરે છે તે ક્યારેય કિનારે પહોંચી શકતી નથી, પરંતુ જે લોકો પ્રયાસ કરતા રહે છે તેઓ કદી પરાજીત થતાં નથી.”
નવા આત્મવિશ્વાસ અને કૃતજ્ઞતા સાથેઆપ સાથે મળીને હુંઆપણી વિકાસ ગાથાના આગામી અને શ્રેષ્ઠ અધ્યાયો લખવા અને ભારતની અપેક્ષા-આકાંક્ષાઓને અનુરુપ ભવિષ્યનું નિર્માણ કરવા માટે આતુર છું.
દ્રઢ નિશ્ચય અને માનસહ,
ગૌતમ અદાણી
ચેરમેન, અદાણી ગ્રુપ