શ્રાવણ કૃષ્ણ નવમી પર સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર સફેદ તલ વડે શૃંગાર કરવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં તલને સૌથી પવિત્ર અન્ન માનવામાં આવે છે. એટલે જ યજ્ઞ તેમજ ધાર્મિક વિધિમાં તલનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ તલ શુદ્ધતા અને સકારાત્મક ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે,
સોમનાથ મહાદેવના તલ શૃંગાર દ્વારા ભક્તો શિવજીને તેમના જીવનમાંથી નકારાત્મકતા દૂર કરવા અને શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરે છે.
માન્યતા છે કે આ શૃંગારના દર્શન કરવાથી ભક્તોના પાપોનું શમન થાય છે અને તેઓ જીવનમાં સુખ-શાંતિ પ્રાપ્ત કરે છે.