
આજે ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થીનો તહેવાર છે આજે દેશ સહિત રાજ્યભરમાં આ પર્વની ઉજવણી થઇ રહી છે. દેશના અન્ય શહેરોની સાથેસાથએ ગુજરાતના અમદાવાદ વડોગરા, સુરત સહિતના મહાનગરો અને શહેરો અને ગામંડાઓ તેમી ઉલ્લાસ પૂર્વક ઉજવણી થઇ રહી છે. ઓપરેશન સિંદૂર સહિતની થીમ ઉપર ગણશે પંડાલોમાં ડેકોરેશન કરવા માં આવી રહ્યાં છે.
આજે જૈનોના તપ જપ અને ક્ષમાયાચનાના પર્વ સંવત્સરીની પણ આનંદ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજયના જૈન દેરાસરોમાં સવારથી જ પ્રતિક્રમણ સહિતના ઘાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે..
આજના આ બંને પર્વની ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને શુભકામનાઓ પાઠવી છે.