ગુજરાત

તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ

જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના ભાગરૂપે આજે રાજ્ય સરકારની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા રાજ્યના ૨૫ જિલ્લાની કુલ ૩૩૨ જેટલી મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટ અને ગિફ્ટ વગેરેની દુકાનોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગેરરીતી કરતા કુલ ૧૨૬ એકમો સામે ગુન્હાઓ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને માંડવાળ ફી તરીકે તેમની પાસેથી કુલ રૂ. ૫,૯૧,૫૦૦ રકમ વસૂલ કરવામાં આવી હતી.
કાનૂનીમાપ વિજ્ઞાન તંત્રના નાયબ નિયંત્રક, મદદનીશ નિયંત્રક તેમજ ઇન્સપેક્ટરો દ્વારા હાથ ધરાયેલી  આ તપાસણી  દરમિયાન વજનમાં ઓછું આપીને ગ્રાહકને છેતરવો, વજન કાંટાનું ફેરચકાસણી, મુદ્રાંકન ન કરાવવુ, ખરાઇ પ્રમાણપત્ર પ્રદર્શીત ન કરવુ, પેકર રજીસ્ટ્રેશન ન કરવું વગેરે જેવી ગેરરીતિઓ સામે આવી હતી. આ અંગે વધુ તપાસની કાર્યવાહી હાલમાં ચાલુ છે.
અત્રે નોંધનીય છે કે, જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ગ્રાહકો મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટસ તેમજ ગીફ્ટ સહિતની અન્ય વસ્તુઓની ખરીદી કરતા હોય છે. જેમાં ઘણી વખત ગ્રાહકોને ખરીદી દરમિયાન વજનમાં છેતરવામાં આવતા હોય છે. રાજ્યના નાગરીકો આવા કોઈ બનાવનો ભોગ ન બને અને ગ્રાહકો પણ પોતાના અધિકારોથી જાગૃત થાય તે કાનૂની માપ વિજ્ઞાન તંત્રનો મૂળ ઉદ્દેશ્ય છે. એટલા માટે જ, આજે કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યની વિવિધ મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટસ અને ગિફ્ટ શોપ વગેરે પર તંત્રના કાયદા-નિયમોની જોગવાઇઓનું પાલન થાય તે માટે રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

Related posts

પશ્ચિમ રેલવે એ માલ પરિવહનમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો

GUJARAT NEWS DESK TEAM

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના દરોડા કાંડ અને કૌભાંડ અંગે વિસ્તૃત તપાસની કોંગ્રેસ દ્વારા માંગ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદના દસકોઈમાં 10 ઇંચ ધોધમાર વરસાદ

આગામી વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને AAPએ કરી મોટી નિયુક્તિઓ

GUJARAT NEWS DESK TEAM

AMA ખાતે વિશ્વ પીઆર દિવસ – ૨૦૨૫ની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

પુલ દુર્ઘટના સ્થળની કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મુલાકાત લીધી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment