એચએસબીસી ઇન્ડિયાએ વડોદરામાં નવી શાખાનો શુભારંભ કર્યો

સતત સમૃદ્ધ થઈ રહેલા ઔદ્યોગિક કેન્દ્રોમાં સંપન્ન, એચએનડબ્લ્યુ, યુએચએનડબ્લ્યુ અને નોન-રેસિડેન્ટ ઇન્ડિયન્સ માટે બેંકે તેની વેલ્થ સેવાઓને વિસ્તારી
એચએસબીસી ઇન્ડિયાએ આજે ગુજરાતના વડોદરામાં તેની નવી શાખાનું ઉદ્ઘાટન કરીને સમગ્ર દેશમાં તેના વ્યૂહાત્મક વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. દેશના પ્રમુખ શહેરોમાં બેંકની 20 નવી શાખાઓ ખોલવા માટે વર્ષની શરૂઆતમાં રીઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની મંજૂરી મળ્યાં બાદ આ શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેના પગલે ભારતમાં બેંકની 27મી શાખા અને ગુજરાતમાં બીજી શાખા ખુલી ગઈ છે.
પોતાના ઝડપી આર્થિક વિકાસ અને ઔદ્યોગિક સામર્થ્ય માટે જાણીતું વડોદરા, સંપત્તિના સર્જન માટેના એક મહત્ત્વપૂર્ણ હબ તરીકે ઉભરી રહ્યું છે. ભારતના ઝડપથી વિકસી રહેલા વેલ્થ અને ઇન્ડસ્ટ્રીયલ હબ્સમાંથી એક એવા આ શહેરમાં સંપન્ન, હાઈ નેટ વર્થ (એચએનડબ્લ્યુ), અલ્ટ્રા હાઈ નેટ વર્થ (યુએચએનડબ્લ્યુ) અને નોન-રેસિડેન્ટ ક્લાયન્ટ્સની વસ્તી સતત વધતી જઈ રહી છે. એચએસબીસીની આ નવી શાખા આ ગ્રાહક સેગમેન્ટની નાણાકીય અને સંપત્તિની જરૂરિયાતોને પૂરી કરવા માટેની વ્યૂહાત્મક જગ્યાએ આવેલી છે.
આ વિસ્તરણ ભારતમાં સંપત્તિ સંબંધિત તક પર એચએસબીસીના ફૉકસને મજબૂત કરે છે, જ્યાં તે ઇન્ટરનેશનલ વેલ્થ અને પ્રીમિયર બેંકિંગ, તથા કૉર્પોરેટ અને ઇન્સ્ટિટ્યુશનલ બેંકિંગમાં ક્લાયન્ટ્સને સોલ્યુશન્સ અને સર્વિસિઝની સંપૂર્ણ શ્રેણી પૂરી પાડનારી એક અગ્રણી આંતરરાષ્ટ્રીય બેંક છે.
આ લૉન્ચ અંગે ટિપ્પણી કરતાં એચએસબીસી ઇન્ડિયાના ઇન્ટરનેશનલ વેલ્થ અને પ્રીમિયર બેંકિંગના હેડ શ્રી સંદીપ બત્રાએ જણાવ્યું હતું કે, ‘જેમ-જેમ ઉદ્યોગસાહસિકતાની ભાવના અને નવીનીકરણ આર્થિક વૃદ્ધિ અને વ્યક્તિગત સંપન્નતાને આગળ વધારી રહ્યાં છે, તેમ-તેમ સંપન્ન ક્લાયન્ટ્સ વૈશ્વિક દ્રષ્ટિકોણ અપનાવી રહ્યાં છે. તેઓ એક એવા વિશ્વસનીય પાર્ટનરને શોધી રહ્યાં છે, જે વિવિધ અધિકારક્ષેત્રોમાં તેમને સતત સેવા પૂરી પાડવામાં સક્ષમ હોય. વડોદરામાં ખોલવામાં આવેલી અમારી આ નવી શાખા અમારા ગ્રાહકોની નજીક રહેવાની તથા તેમની વિશિષ્ટ જરૂરિયાતો મુજબ તૈયાર કરવામાં આવેલા વૈશ્વિક-કક્ષાના બેંકિંગ સોલ્યુશન્સ પૂરાં પાડવાની અમારી કટિબદ્ધતાને દર્શાવે છે. ભારતમાં કાર્યરત એક અગ્રણી આંતરરાષ્ટ્રીય બેંક તરીકે અમે અમારા ક્લાયન્ટ્સને ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે તકો પૂરી પાડવા પર અને તેમની મહત્ત્વાકાંક્ષાઓને સાકાર કરવા પર ધ્યાન આપી રહ્યાં છીએ.’
આ શાખાનું ઉદ્ઘાટન થવાની સાથે જ, એચએસબીસી હવે ભારતના 15 શહેરોમાં 27 શાખાઓનું નેટવર્ક ધરાવે છે. એચએસબીસીએ 170 વર્ષથી વધુ સમયથી ભારતમાં મજબૂત હાજરી જાળવી રાખી છે, જે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે ગ્રાહકોને તેમની આર્થિક વિકાસયાત્રામાં સહાયરૂપ થાય છે.
આથી વિશેષ, એચએસબીસી ઇન્ડિયા અમૃતસર, ભોપાલ, ભુવનેશ્વર, દેહરાદૂન, ફરીદાબાદ, ઇન્દોર, જાલંધર, કાનપુર, લુધિયાણા, લખનઉ, મૈસુરુ, નાગપુર, નાસિક, નવી મુંબઈ, પટના, રાજકોટ, સુરત, તિરુવનંતપુરમ્ અને વિશાખાપટ્ટનમમાં પણ તેની શાખાઓ ખોલશે.