ગુજરાત

પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે “VB-G RAM G” જનજાગરણ અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે “VB-G RAM G” જનજાગરણ અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં આજરોજ પ્રદેશ ભાજપા કાર્યાલય “શ્રી કમલમ” ખાતે ભાજપાના “VB-G RAM G” જનજાગરણ અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પ્રદેશ પદાધિકારીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા ભાજપા અધ્યક્ષશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, સંગઠન દ્વારા નિયુક્ત અભિયાનના જિલ્લાના સંયોજક અને સહસંયોજકશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ તેઓના સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની અંત્યોદયની વિચારધારા હેઠળ દેશના ગ્રામીણ વિસ્તારના શ્રમિકોને વધુ સશકત બનાવવા તેમજ વિકસિત ભારત @ ૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવા ગ્રામીણ અર્થવ્યવસ્થાનેને મજબૂતી આપવા મનરેગા યોજનામાં સમયોચિત ફેરફારો કરી વધુ પારદર્શિતા, વધુ અસરકારકતા સાથે વિસ્તૃત આયામો સાથે કામોની વ્યાપકતા વધારી લાંબાગાળાના વિકાસના ધ્યેય સાથે “VB-G RAM G- વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)” યોજના દેશના ગ્રામીણ શ્રમિકો માટે બનાવી છે.

 

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અગાઉની મનરેગા યોજનાની સરખામણીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ નવા અનેક મહત્વના સુધારાઓ સાથેના VB-G RAM G અધિનિયમ અંગેની સાચી અને ઉપયોગી માહિતી જમીની સ્તરે દરેક ગામડા સુધી, જન જન સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું. તેઓએ કહ્યું કે, કોંગ્રેસ ગ્રામીણ વિસ્તારોમાં શ્રમિકો વચ્ચે આ અધિનિયમ અંગે ખોટી અને ગેરમાર્ગે દોરતી બાબતો ફેલાવવાનું દુર્ભાગ્યપૂર્ણ કૃત્ય કરી રહી છે. વાસ્તવમાં, VB-G RAM Gમાં પારદર્શિતા વધવાથી કોંગ્રેસ અને તેના મળતિયાઓ તેમજ વચેટિયાઓ દ્વારા મનરેગામાં થતો ભ્રષ્ટાચાર બંધ થવાના ડર થી કોંગ્રેસ આ વિરોધ કરી રહી છે. પણ ભાજપનો પ્રત્યેક કાર્યકર અને ચૂંટાયેલ સભ્ય આ યોજનાની સાચી માહિતી જન જન સુધી પંહોચાડશે. મહાત્મા ગાંધીના અંતિમ સમયનો શબ્દ હે રામ! હતો, પણ કોંગ્રેસને આ યોજનામાં રામનાં નામથી તકલીફ છે, ગામના સર્વાંગી વિકાસથી તકલીફ છે, શ્રમિકને કામ મળે તેનાથી પણ તકલીફ છે. રામ, ગામ અને કામ ત્રણેય થી કોંગ્રેસને વાંધો છે.

 

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે, શ્રમિક કલ્યાણ અને ગ્રામીણ વિકાસના તમામ આયામોમાં VB-G RAM G એ મનરેગા કરતા માટે વધુ લાભકારી અને પરિણામલક્ષી છે. મનરેગામાં ૧૦૦ દિવસના રોજગારની ગેરંટી હતી જ્યારે VB-G RAM G માં ૧૨૫ દિવસની કામની ગેરંટી આપવામાં આવી છે. વાવણી અને લણણી સમયે શ્રમિક ખેતરમાં કામ કરી શકે તે માટે ૬૦ દિવસ યોજનાનાં કામોમાં વિરામ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે જેનાથી વ્યક્તિ ૧૨૫ દિવસ VB-G RAM G ના અને ૬૦ દિવસ વાવણી અને લણણી માટેના એમ કુલ ૧૮૫ દિવસ રોજગારી મેળવી શકશે. મનરેગામાં માત્ર માટીકામ, તળાવ ખોદવા, કાચા રસ્તાના મેટલકામ સહિતના માત્ર મજૂરી પ્રકારના કામ આપવામાં આવતા ત્યારે આ નવા અધિનિયમમાં જળ સુરક્ષા અને જળ સંરક્ષણ સબંધિત કામો, ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સબંધિત કામો, ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, કૌશલ્ય વિકાસ સહિતના આજીવિકા વૃદ્ધિ સબંધિત કામો તથા આબોહવા પરિવર્તન અને પ્રતિકૂળ હવમાન તેમજ કુદરતી આપદાઓ સામે પંહોચી વળવા માળખાગત સુવિધાના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વની બાબત છે કે, VB-G RAM G માં ગ્રામ સભા અને ગ્રામ પંચાયત ગામના વિકાસનો જરૂરિયાત મુજબ પ્લાન તૈયાર કરશે.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું કે, VB-G RAM G માં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. બાયોમેટ્રિક ઓથે., જીઓટેગિંગ, રિયલ ટાઈમ ડેશ બોર્ડ અને AI ના ઉપયોગથી પારદર્શિતા સુનિશ્ચિત થશે અને મળવાપત્ર વ્યક્તિને જ યોજનાનો લાભ મળશે જેનાથી નકલી લાભાર્થીઓનો અંત આવશે. વહીવટી ખર્ચ ૬% થી વધારી ૯% કરવાથી સમગ્ર કામગીરીનું સુચારુ સંચાલન અને સમગ્ર પ્રક્રિયાની દેખરેખની કામગીરી વધુ સુગમ બનશે.

 

આ પ્રસંગે સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીએ VB-G RAM G જનજાગરણ અભિયાન અન્વયે સુચારુ આયોજન, કાર્ય પદ્ધતિ સહિત વિવિધ સંગઠનાત્મક વિષયો અંગે માર્ગદર્શન આપી રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદો, ધારાસભ્યો સહિત સ્થાનિક સ્તર સુધીની ચુંટાયેલ પાંખ, સંગઠનના પદાધિકારીઓ થી બુથ સ્તર સુધીના સમગ્ર સંગઠનને જનજાગરણ અભિયાન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને ગ્રામીણ નાગરિકોની રોજગારી માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ લવાયેલા VB-G RAM G અધિનિયમ અંગેની સાચી માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવા હાકલ કરી હતી.

 

રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજી બાવળિયાએ VB-G RAM G અંતર્ગત શ્રમિકોના લાંબાગાળાના વિકાસ માટેની જોગવાઈઓ, યોજનાના વિવિધ લાભકારી પાસાઓ અને આ અધિનિયમ થકી ગ્રામીણ વિકાસના વિવિધ આયામો અંગે વિસ્તૃત છણાવટ કરી સૌને માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ કહ્યું કે, પીએમ ગતિશક્તિ પોર્ટલ સિસ્ટમ અને નેશનલ સ્પેશ્યલ પ્લાનિંગ સિસ્ટમ સાથે VB-G RAM G હેઠળના કામોના ઇન્ટીગ્રેશનથી ગ્રામ્યકક્ષાએ બહુમાળખાકીય કામો સુનિશ્ચિત બનશે.

 

પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષશ્રી હિરેનભાઈ હિરપરાએ ભાજપાના VB-G RAM G જનજાગરણ અભિયાન અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યાનુસાર પ્રદેશ ભાજપાની કાર્યયોજના મુજબ ૨૭ થી ૨૯ જાન્યુઆરી દરમિયાન તમામ જિલ્લાઓમાં, ૧ થી ૫ ફેબ્રુઆરીમાં તમામ મંડલોમાં અભિયાન અંગેની કાર્યશાળા યોજાશે. ૫ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન દરેક તાલુકામાં શ્રમિક સંમેલન યોજાશે જેમાં વિશાળ સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહેશે. ૧૬ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન ભાજપા કિસાન મોરચા દ્વારા ખેડૂત શ્રમિક ખાટલા બેઠકોનું ગ્રામ્ય સ્તરે આયોજન કરવામાં આવશે જેમાં VB-G RAM G અંગેની સચોટ માહિતી અંગે વાર્તાલાપ કરાશે.

 

 

Related posts

પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘ અને યશોમય આયુષ્ય માટે સોમનાથ મહાદેવની મહાપૂજા પાઘ પૂજા, આયુષ્ય મંત્ર જાપ કરાયા, સોમનાથ દાદાને 75 કિલો લાડુનો મનોરથ

GUJARAT NEWS DESK TEAM

મંત્રી પરશોત્તમ સોલંકી‌ના પુત્ર દિવ્યેશ સોલંકીની જન્મ દિવની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

છેલ્લા નવ વર્ષમાં ભાજપના રાજમાં ગુજરાતમાં  ૭૨,૪૬૭થી વધુ મહિલાને લગતા ગુન્હાઓ નોધાયા:ડો. મનિષ દોશી

GUJARAT NEWS DESK TEAM

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ નૂતન વર્ષની  ભવ્ય ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

રિલાયન્સના ચેરમેન મૂકેશ  અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

GUJARAT NEWS DESK TEAM

અમારો સંકલ્પ છે કે “નશામુક્ત ગુજરાત” અને “ગાંધીનગર સુધી પહોંચતા હપ્તામુક્ત ગુજરાતઃહેમાંગ રાવલ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment