GREENS 2026 વૈશ્વિક રીસાઇક્લિંગ અને સર્ક્યુલર ઇકોનોમી ઇનોવેશન અંગેનું પ્રદર્શન યોજશે

ગુજરાતમાં GCCI અને SALT એલાયન્સ દ્વારા સંયુક્તપણે આયોજિત આ સીમાચિહ્નરૂપ સમિટ અને એક્સપોભારતને સ્થાયી વિકાસમાં મોખરાના સ્થાને લાવવામાં મદદરૂપ થશે
અમદાવાદ,06 ઓક્ટોબર,2025:SALT એલાયન્સ અને ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)દ્વારા સંયુક્તપણે આયોજિત વૈશ્વિક રીસાઇક્લિંગ એક્સપો એન્ડ સમિટ -GREENS 2026 4,5 અને 6 જૂન,2026ના રોજ ગાંધીનગરમાં આવેલા હેલિપેડ એક્ઝિબિશન સેન્ટરખાતે યોજાશે.GCCI અને SALT એલાયન્સ દ્વારા સોમવારે06 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં આયોજિત એક સમારોહમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
વિકાસશીલ અર્થતંત્ર હોવા છતાં, ભારતે વર્ષ 2030 સુધીમાં એનર્જી ટ્રાન્ઝિશન અને વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો ઇમિશનના મહત્વાકાંક્ષી લક્ષ્યો નિર્ધારિત કર્યા છે, કારણ કે, ભારત ગ્રીન ઇકોનોમીના મહત્ત્વ અને ભાવિ પેઢીઓને થનારા તેના ફાયદાઓને સારી રીતે જાણે છે. GREENS 2026નું આયોજન વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે 2026 (05 જૂન)ની સાથે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વૈશ્વિક નિષ્ણાતો, નીતિ ઘડનારાઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ અને ઇનોવેટર્સ રીસાઇકલિંગ, વેસ્ટ મેનેજમેન્ટ અને સર્ક્યુલર ઇકોનોમી સોલ્યુશન્સને સમર્પિત હોય તેવા એક પ્લેટફોર્મ પર એકઠાં થશે.
ભારતની આ પ્રકારની સૌપ્રથમ અને વ્યાપક પહેલ તરીકે પરિકલ્પિત GREENS 2026ફક્ત એક એક્ઝિબિશન અને કૉન્ફરન્સ નથી, તે તો એક એવું આંદોલન છે, જેને દેશનાસંસાધનોના સ્થાયી ઉપયોગઅનેસર્ક્યુલર ગ્રોથતરફના સંક્રમણને વેગ આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં વેસ્ટ-રીસાઇક્લિંગ વેલ્યૂ ચેઇનના ઓછામાં ઓછા350 પ્રદર્શકોભાગ લેશે.આ કાર્યક્રમના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય વિચારકોની આગેવાનીમાં 30 સેશનપણ યોજવામાં આવશે.GREENS 2026માં કૉર્પોરેટ્સ, રીસાઇકલર્સ, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી પ્રતિનિધિઓ સહિત લગભગ 15,000હિતધારકોભાગ લે તેવી અપેક્ષા છે.
હાલમાં જ્યારે ભારત વાર્ષિક ધોરણે ઓછામાં ઓછો165 મિલિયન મેટ્રિક ટન (MMT)કચરોઉત્પન્ન કરે છે અને આ આંકડો આવનારા વર્ષોમાં ઝડપથી વધવાનો અંદાજ છે, ત્યારે માપી શકાય તેવા ઉકેલો શોધવાની જરૂરિયાતનીતાકીદ આટલી વધારે અને ગંભીર અગાઉ ક્યારેય નહોતી.GREENS 2026માં ઉત્પાદકોની વિસ્તારિત જવાબદારીઓ અને સર્ક્યુલર ડીઝાઇન પરના સંવાદને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે ચીજવસ્તુઓના રીસાઇક્લિંગ, ઈ-વેસ્ટ, જૈવિક કચરાં, મ્યુનિસિપલ કચરાં, ગંદા પાણીના રીસાઇક્લિંગ, જોખમી અને ઔદ્યોગિક કચરાંના મેનેજમેન્ટ, વેસ્ટ-ટુ-એનર્જી (કચરાંમાંથી ઊર્જા) અને વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવામાં થયેલા નવીનીકરણો પર પ્રકાશ પાડવામાં આવશે.
પુનઃપ્રાપ્ય ઊર્જા, કચરાંમાંથી ઊર્જા અને જહાજોના રીસાઇક્લિંગના મામલે પ્રગતિશીલ નીતિઓ અને અગ્રણી પહેલ ધરાવતા ગુજરાત રાજ્યમાં આ સમિટનું આયોજન કરવાથી એક વ્યૂહાત્મક લાભ મળે છે અને ભારતને સ્થાયી વિકાસમાં અગ્રણી દેશ તરીકેનું સ્થાન અપાવે છે.સેન્ટ્રલ પૉલ્યુશન કંટ્રોલ બૉર્ડ (CPCB)ના વર્ષ 2021ના રીપોર્ટ અનુસાર, ગુજરાત 85%ના દરની સાથેઉપચારિત કરવામાં આવતાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટના મામલે સર્વોચ્ચ દર ધરાવતાં રાજ્યોમાં
સ્થાન ધરાવે છે.સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0ના ડેટા અનુસાર,ગુજરાતમાં 140ડમ્પસાઇટ્સ ખાતે 221લાખ મેટ્રિક ટનમાંથી 210લાખ મેટ્રિક ટનલેગસી વેસ્ટનો ઉપચાર કરવામાં આવ્યો છે, જે 95%સંચિત કચરાનોસફળતાપૂર્વક નિકાલ થયો હોવાનું દર્શાવે છે. તેની આ સિદ્ધિને કારણે ગુજરાત કચરાંનાં નિકાલના પ્રયાસો કરનારાપ્રમુખ રાજ્યોમાં મોખરેઆવી ગયું છે.
GCCIના પ્રેસિડેન્ટ શ્રી સંદીપ એન્જિનિયરએ જણાવ્યું હતું કે, ‘GREENS 2026 એ સ્થાયી રીતે વિકાસ સાધવાની ભારતની યાત્રામાં એક સીમાચિહ્નરૂપ ઘટના છે. પુનઃપ્રાપ્ય ઊર્જાથી લઇને કચરાંનાં અદ્યતન મેનેજમેન્ટ સુધી, ગુજરાત સતત પ્રગતિશીલ પર્યાવરણીય પગલાં લેવામાં મોખરે રહ્યું છે.આ સમિટ અગ્રણીઉકેલોપર પ્રકાશ પાડવાની સાથે-સાથેદ્રષ્ટિકોણને માપી શકાય તેવા પરિણામોમાં રૂપાંતરિત કરનારી મજબૂત સહભાગીદારી પણ કરશે.GCCIને આ સીમાચિહ્નરૂપ પહેલમાંભાગીદારીકરવાનોગર્વ છે, જેનવીનીકરણનેવેગ આપશે, નીતિગત સંવાદને પ્રોત્સાહિત કરશે અનેરોકાણનેઆકર્ષશે, જે તમામ સાચા અર્થમાં પર્યાવરણને અનુરૂપ હોય તેવા અર્થતંત્રને ઘડવામાં આવશ્યક ગણાતા સ્તંભો છે.’
SALT એલાયેન્સિસના ડિરેક્ટર શ્રી કેતન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘GREENS 2026 ફક્ત એક કાર્યક્રમ નથી, તે કચરાંને મૂલ્યમાં રૂપાંતરિત કરવા માટેનું એક આંદોલન છે.અમારો ધ્યેય એક એવું જીવંત પ્લેટફોર્મ બનાવવાનો છે,જ્યાં વિચારો કાર્યાન્વિત થાય છે અને જ્યાં વિવિધ સેક્ટરોના હિતધારકો સ્થાયીઉકેલોપૂરાં પાડવા માટે સહયોગ સાધી શકે છે.GREENS 2026ને ભારતની સર્ક્યુલર ઇકોનોમી માટે એક સીમાચિહ્નરૂપ ઘટના બનાવવા માટે અમે GCCI સાથે સહભાગીદારી કરીને ખૂબ જ ઉત્સાહિત છીએ.’
આ સેક્ટર ઝડપથી વિસ્તરણ કરવા માટે તૈયાર છે અને ગુજરાત વેસ્ટ મેનેજમેન્ટમાં સીમાચિહ્ન સ્થાપી રહ્યું છેત્યારે GREENS 2026 રીસાઇક્લિંગનાઉભરી રહેલા ઉદ્યોગ તરીકેની વ્યાવસાયિક સંભાવનાઓને પણ ઉજાગર કરે છે.
SALT એલાયેન્સિસના ડિરેક્ટર સુશ્રી અદિતિ શુક્લાએ જણાવ્યું હતું કે, ‘ભારતના રીસાઇક્લિંગ ઇક્વિપમેન્ટ માર્કેટનું મૂલ્ય વર્ષ 2023માં1,723.4 મિલિયન યુએસ ડૉલર હતું, જે વર્ષ 2030 સુધીમાં 2,641.0 મિલિયન યુએસ ડૉલરેપહોંચી જવાનો અંદાજ છે, જે આ સેક્ટરમાંવિકાસની અસીમ સંભાવનાઓને દર્શાવે છે.GREENS 2026નીરચના વૈશ્વિક ટેકનોલોજી, ધીરાણ અને નીતિગત બાબતોને એક જ મંચ પર એકસાથે લાવીને આ વિકાસને પ્રોત્સાહન આપવા માટેકરવામાં આવી છે.સરહદપારના સહયોગ અને નવીનીકરણને પ્રોત્સાહન આપીનેઅમે એ વાતની ખાતરી કરવા માંગીએ છીએ કે, રીસાઇક્લિંગને ફક્ત પર્યાવરણીય જરૂરિયાત તરીકે જ નહીંપરંતુ સ્પર્ધાત્મકતા અને સ્થાયી આર્થિક પ્રગતિના એક ચાલકબળ તરીકે પણ જોવામાં આવે.’
GREENS 2026નો ઉદ્દેશ્ય સહયોગ, રોકાણ અને નીતિગત સુધારા માટેના એક ઉત્પ્રેરક તરીકે સેવા પૂરી પાડવાનો છે, જેવિકસિત ભારત 2047ના વિઝનને બળવત્તર બનાવશે અને દેશનીનેટ ઝીરો 2070ની કટિબદ્ધતાને પૂરી કરવામાં સમર્થન પૂરું પાડશે.કચરાંને એક સંસાધન તરીકે અને સર્ક્યુલારિટીને સ્પર્ધાત્મકતાના એક ચાલકબળ તરીકે સ્થાપિત કરીને GREENS 2026 સસ્ટેઇનેબિલિટીનામામલે એક અત્યંત લોકપ્રિય વૈશ્વિક પ્લેટફોર્મ બનવાનીમહત્વકાંક્ષા ધરાવે છે, જ્યાં આર્થિક વિકાસ અને પર્યાવરણીય જવાબદારીનેસમાન મહત્ત્વ આપવામાં આવે