ગાંધીનગર જીલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા ૫૦૦થી વધુ પોલીસ કાફલાના કડક બંદોબસ્ત વચ્ચે આજે તા.૧૮/૯/૨૫ના રોજ વહેલી સવારથી ગેરકાયદેસર દબાણો પર મેગા ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.
સાબરમતી નદી કાંઠા વિસ્તારમાં જીઇબી, પેથાપુર, ચરેડી સહિતના વિસ્તારોમાં વિશાળ સરકારી જગ્યામાં બાંધકામ કરીને ઊભા કરી દેવાયેલા ૭૦૦થી વધુ દબાણો પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.



