ગુજરાત

ગાંધી આશ્રમ ડી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટની મુખ્યમંત્રીએ મુલાકાત કરી

 

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે  હાથ ધરાઈ રહેલા ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’ની કામગીરીની સમીક્ષા કરી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

 

વડાપ્રધાને 2024માં 12 માર્ચ દાંડીકૂચ સ્મૃતિ દિવસે આ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કાર્યારંભ ભૂમિવંદનાથી કરાવ્યો હતો. મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અંદાજે 55 એકરમાં આ રિ-ડેવલપમેન્ટ કામગીરી હાથ ધરાઈ રહી છે.

 

મુખ્યમંત્રી આ કામગીરી પ્રગતિની વિગતો મેળવવા માટે મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી સાથે આશ્રમની મુલાકાતે ગયા હતા. મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ચેરમેન આઈ. પી. ગૌતમ અને ખાસ ફરજ પરના અધિકારી આઈ.કે. પટેલે મુલાકાત દરમિયાન ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’ અંતર્ગત ચાલી રહેલી કામગીરીની વિગતો પૂરી પાડી હતી.

 

આ મુલાકાત દરમિયાન, મુખ્યમંત્રી એ  જૂના મકાનોના રિસ્ટોરેશનની કામગીરીનું નિરીક્ષણ કરીને પૂર્ણ થયેલા કામો અને પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી હતી. તેમણે સોમનાથ છાત્રાલય, દસ ઓરડી, વણિક પરિવારની ચાલી અને આશ્રમશાળા જેવા મકાનોની કામગીરી નિહાળી હતી. પ્રોજેક્ટમાં ચાલતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામો, મુલાકાતીઓ માટેના આંતરિક રસ્તા, ડ્રેનેજ, પીવાના પાણીની વ્યવસ્થા સહિતની કામગીરીની સમીક્ષા મુખ્યમંત્રી એ કરી હતી.

 

આશ્રમની મુલાકાતે આવનારા પ્રવાસીઓ માટે નિર્માણ થનારી પાર્કિંગ સુવિધા, પ્રવેશદ્વાર, ફૂડ કોર્ટ, આશ્રમના પુનઃનિર્માણ પામી રહેલા વિવિધ વિભાગો અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો પર ચાલતી કામગીરી વગેરેની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

 

ઉલ્લેખનીય છે કે, આ સ્મારક ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે અને ગાંધીજીના વિચારોની અસરકારકતા વધારશે. અહીં ગાંધીજીના દિવ્ય જીવન અને આશ્રમના ભવ્ય વારસાને દર્શાવતા માહિતીપ્રદ પ્રદર્શનોની સાથે જ પૂજ્ય બાપુ દ્વારા સાબરમતી આશ્રમથી શરૂ કરવામાં આવેલા સત્યાગ્રહ અને સ્વાતંત્ર્ય સંગ્રામને દર્શાવતા ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો પણ મુલાકાતીઓ નિહાળી શકશે.

 

Related posts

રાજ્યમાં બારમી જુલાઇના રોજ લોક અદાલત યોજાશે

GUJARAT NEWS DESK TEAM

શાળાઓને રાજ્ય સરકાર સ્પોર્ટ્સ કીટ આપશે

GUJARAT NEWS DESK TEAM

સુરતમાં જ્વેલર્સને ત્યાં લંટારૂ ત્રાટક્યા..ફાયરિંગમાં જ્વેલર્સના માલિકનું મોત

GUJARAT NEWS DESK TEAM

રાજ્યમાં ઘટેલી દુર્ઘટનાઓના પગલે અનેકે જીવ ખોયા હોવાને કારણે બાપુ બર્થ ડે નહી ઉજવે

AMA ખાતે વિશ્વ પીઆર દિવસ – ૨૦૨૫ની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

મુખ્યમંત્રીનુ મહાનગરોને વિકાસ વિઝનનો રોડમેપ તૈયાર કરવા આહ્વાન

Leave a Comment