OTHER

ડ્રગ્સના દૂષણ પર લગામ લગાવાની જ જંપીશુઃ હર્ષ સંઘવી

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. કંપની ખાતે રૂ. ૮૭૫ કરોડના નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો હતો.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા રાજ્યકક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અને ત્રણેય જિલ્લાની પોલીસ સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા પૂર્વ કચ્છ (ગાંધીધામ) ના ૧૧ કેસ, પશ્ચિમ કચ્છ (ભુજ) ના ૧૬ કેસ અને મોરબી જિલ્લાનો ૧ કેસ મળીને NDPS એક્ટ હેઠળ કુલ ૨૮ કેસમાં જપ્ત કરેલા રૂ. ૮૭૫ કરોડની કિંમતના ૩૯૧.૬૨૫ કિલો અને ૮૯૮૬ લીટર માદક પદાર્થનો સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. ખાતે કંપનીના ઇન્સિનેરેશન પ્લાન્ટ (ભઠ્ઠી) માં વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશના યુવાધનને બરબાદ કરનારા ડ્રગ્સને ભઠ્ઠીમાં આગને હવાલે કરીને ખાખ કરતા મને સંતોષ પ્રાપ્ત થયો છે. આ કાર્યવાહી ગુજરાત સરકારની “ડ્રગ્સ મુક્ત ગુજરાત”ની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ગુજરાત અને કચ્છ પોલીસની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, ડ્રગ્સના દુષણ સામે ગુજરાત પોલીસ એક જંગ લડી રહી છે. ગુજરાત પોલીસે ભારત પાકિસ્તાનની સીમા હોય કે, સમુદ્રની તેજ લહેરો હોય કે, અન્ય રાજ્યો વચ્ચે ચાલતા રેકેટ હોય તેને નાકામ કરીને  ઐતિહાસિક ડ્રગ્સનો જથ્થો પકડી પાડીને  યુવા ધનને બરબાદ કરવાના મનસૂબા ધરાવતા તત્વો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરી છે. ગુજરાત પોલીસ સરહદ પારથી ઘુસાડવામાં આવતા ડ્રગ્સના દૂષણને નાથવા માટે કટિબદ્ધ હોવાનું જણાવીને કચ્છ સરહદથી ઘુસાડીને રાજ્યના યુવાનોને બરબાદ કરવાના પ્રયાસોને નિષ્ફળ બનાવનાર કચ્છ પોલીસની કામગીરીને બિરદાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, પોલીસની પરીણાત્મક કામગીરીના પગલે આજે રૂ. ૮૭૫ કરોડની કિંમતનું જપ્ત કરાયેલું ડ્રગ્સ આગના હવાલે કરીને તેનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો છે. હજુ પણ યુવાઓને બરબાદ કરવાના ષડયંત્રો સામે ગુજરાત પોલીસ સક્રિય રહીને કામગીરી કરતી રહેશે તેવી પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ અને ધવલભાઈ આચાર્ય, કચ્છ બોર્ડર રેન્જ આઇજીશ્રી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, મોરબી પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, પ્રાંત અધિકારીશ્રી જ્યોતિ ગોહિલ, પોલીસ કર્મચારીશ્રીઓ તેમજ સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. ના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 કરોડોના ડ્રગ્સનો નાશ:

  • ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલુ ૮૨.૬૧૬ કિલોગ્રામ કોકેઈન, જેની અંદાજિત કિંમત રૂપિયા ૮,૨૬,૧૬,૦૦,૦૦૦/- (આઠસો છવીસ કરોડ સોળ લાખ) છે.
  • માંડવી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલુ ૧૦૫.૪૨૮ કિલોગ્રામ ચરસ (હશીશ), જેની અંદાજિત કિંમત રૂપિયા ૪૪,૫૭,૫૦,૦૦૦/- (ચુંમાલીસ કરોડ સત્તાવન લાખ પચાસ હજાર) છે.
  • મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી ૮૯૮૬.૨ લીટર કોડીનયુક્ત સિરપ (બોટલ નંગ ૮૯૮૬૨), જેની અંદાજિત કિંમત રૂપિયા ૧,૮૪,૬૪,૮૪૩/- (એક કરોડ ચોર્યાસી લાખ ચોસઠ હજાર આઠસો ત્રેતાળીસ) છે.

અન્ય માદક પદાર્થોનો પણ નાશ: ઉપરોક્ત કેસો ઉપરાંત, પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા અન્ય ૨૫ કેસોમાં જપ્ત કરાયેલા ગાંજો, કોકેઈન, ચરસ, મેફેડ્રોન, પોષડોડા વગેરે સહિત પશ્ચિમ કચ્છનો કુલ ૧૨૯.૩૬૮ કિલોગ્રામ અને પૂર્વ કચ્છ ગાંધીધામનો ૭૪.૨૧૩ કિલોગ્રામ માદક પદાર્થ પણ નાશ કરવામાં આવ્યો હતો.

       કુલ જથ્થો: આમ, ત્રણેય પોલીસ જિલ્લાનો મળીને કુલ ૩૯૧.૬૨૫ કિલોગ્રામ અને ૮૯૮૬.૨ લીટર માદક પદાર્થનો નાશ કરાયો હતો.

 

Related posts

ગુજરાતમાં સ્થાનિક ચેનલ પરનો એક અભ્યાસ રિસર્ચ સ્કોલર હિરેનભાઈ

અસામાજીક તત્વોને કડક હાથે ડામી દોઃ મુખ્યમંત્રી

અદાણી યુનિવર્સિટીનું નવીદિક્ષા 2025 સાથે ભાવિ ઘડતા-તૈયાર સમૂહમાં પદાર્પણ

GUJARAT NEWS DESK TEAM

સાણંદની એક રિસોર્ટમાં ચાલતી દારૂની પાર્ટી પર રેડ

GUJARAT NEWS DESK TEAM

આણંદ પાસેનો ગંભીરા બ્રિજ તૂટ્યો …. બચાવ અને રાહતની કામગીરી માટે એનડીઆરએફની ટીમ રવાના

GUJARAT NEWS DESK TEAM

હિતેશ પટેલ (પોચી) ની રેલવેની ZRUC તેમજ ટેલિફોન એડવાઈઝરી કમિટીમાં મહત્વપૂર્ણ નિમણૂંક

Leave a Comment