અખિલ ભારતીય કોંગ્રસ સમિતિ દ્વારા વર્ષ ૨૦૨૫ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. જેના ભાગ રૂપે સંગઠનના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાત કોંગ્રેસને પસંદ કરવામાં આવ્યું. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતના ૪૧ શહેર-જિલ્લા પ્રમુખોને પ્રક્રિયા આધારિત પસંદ કરવામાં આવ્યા. સંગઠન સૃજન અભિયાન અન્વયે તાલુકા અને વોર્ડના સંગઠન માટેની પ્રક્રિયા અંગે પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય કોંગ્રસ સમિતિ દ્વારા વર્ષ 2025 ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરાયું હતું. જિલ્લાથી લઈ તાલુકાને વેગવંતુ બનાવવામાં આવશે, પ્રજાના પ્રશ્નોને લઈ કોંગ્રેસનો કાર્યકર દરેક ઘર સુધી પહોચવાના હેતુથી ગુજરાતમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત થઈ. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ગુજરાત આવી તમામ કાર્યકર્તા અને નેતાઓની વાત સાંભળી, રાજ્યમાં નિરીક્ષકોની નિમણુંકો કરી જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી, રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં આણંદમાં 3 દિવસની શિબિર યોજાઈ, જિલ્લા પ્રમુખની જેમ જ તાલુકા કક્ષા, નગરપાલિકા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાએ વોર્ડ પ્રમુખોની નિમણુંકો થશે, તા. ૨ ઓગસ્ટથી સમગ્ર રાજ્યના વિવિધ જીલ્લાઓમાં પ્રદેશ કક્ષાએથી નિયુક્ત 2 નિરીક્ષકો, સ્થાનિક પ્રમુખ તાલુકાઓમાં જશે, સંગઠન સૃજન અભિયાન હેઠળ નિરીક્ષકો જિલ્લા, તાલુકા કક્ષાએ પ્રવાસ કરી ઝોન વાઇઝ કાર્યકરોને સાંભળવામાં આવશે. નવા યુવાનોને તક મળે તે માટે વોર્ડ, તાલુકા કે શહેર કક્ષાએ 55 વર્ષથી ઓછી ઉંમરના લોકોને અગ્રિમતા અપાશે, 5 વર્ષથી વધુ સમયથી જવાબદારી નિભાવતા હોય તો તેમના સ્થાને અન્યને જવાબદારી અપાશે, નિરીક્ષકો પ્રવાસ બાદ એક રિપોર્ટ પ્રદેશ કક્ષાએ આપશે, નિરીક્ષકો કાર્યકર્તાઓને મળશે અને સંગઠન અંગે પણ અભ્યાસ કરાશે, કોઈને અન્ય તાલુકા, જિલ્લા કે પ્રદેશ લેવલ કામ કરવું છે તો એ બાબતે પણ નિરીક્ષકો સાંભળશે, કોંગ્રેસ બધા માટે છે, કોંગ્રેસ બધાની છે માટે જે લોકો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈને કામ કરવા માંગતા લોકોને જોડાવા અપીલ છે. કોંગ્રેસ પક્ષ હંમેશા સંવિધાનમાં જે મૂળભૂત સિદ્ધાંતો છે માનવતા, સર્વ સમાવેશ નીતિ-રીતિમાં વિશ્વાસ ધરાવે છે. તાલુકા, શહેર, વોર્ડ સમિતિ, જિલ્લા કક્ષા અને પ્રદેશ સ્તરે કામ કરવા માગતા લોકો માટે સંગઠન સૃજન અભિયાનનો તાલુકા કક્ષા માટે પ્રારંભ થઇ રહ્યો છે. તા. 2 થી 10 ઑગસ્ટ સુધીમાં સંગઠન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે, ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં તમામ નિમણુંકો પૂર્ણ કરી લોકોના પ્રશ્નો બાબતે કોંગ્રેસ પક્ષ સડકથી સંસદ સુધી લડાઈ લડવા જઈ રહ્યા છીએ.
ગુજરાત વિધાનસભા કોંગ્રસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠન માટેની પ્રક્રિયા જિલ્લા કક્ષા બાદ તાલુકા કક્ષા તરફ આગળ વધી રહી છે. જે બાબતે સ્થાનિક આગેવાનો કાર્યકરો સાથે વિવિધ વાર્તાલાપ કરીને યોગ્ય વ્યક્તિને જવાબદારી સોંપાશે. જે રીતે ભાજપ સરકાર આદિવાસી સમાજને અન્યાય કરી રહી છે તે અંગે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. તાપી રીવર લીંક પ્રોજેક્ટ અંગે આદિવાસી સમાજ સાથે ભાજપ સરકારે છેતરપીંડી કરી છે.