ગુજરાત

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલથી બહાર આવ્યા.

ખોટા કેસમાં જેલવાસ ભોગવી રહેલા આમ આદમી પાર્ટીના લડાયક અને યુવા નેતા અને AAP ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલથી બહાર આવ્યા..ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કરવા પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા ઉપસ્થિત રહ્યા..AAP નેતાઓ, કાર્યકર્તાઓ સહિત આદિવાસી સમાજના આગેવાનો અને ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કરવા પહોંચ્યા
AAP ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી વિસ્તાર અને સમાજની સાથે સાથે સમગ્ર ગુજરાત માટે ફરી એકવાર મજબૂતીથી અવાજ ઉઠાવશે
ષડયંત્ર કરીને મારા પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા: ચૈતર વસાવા
મારી ફરિયાદ લેવામાં આવી નહીં, મારા પર હાફ મર્ડરની 307ની કલમ લગાવીને મને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો: ચૈતર વસાવા
મને જેલમાં રાખવા પાછળ ભાજપ અને પોલીસ પ્રશાસનનો હાથ: ચૈતર વસાવા
અમારા અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી, અમે દબાઈશું નહીં: ચૈતર વસાવા
ગુજરાતની જનતાએ અને સંવિધાને આપેલો અવાજ છે, આ અવાજ ક્યારેય દબાશે નહીં: ચૈતર વસાવા
તમામ હકીકતો બહાર આવશે અને સત્યનો વિજય થશે: ચૈતર વસાવા
307ની કલમ લાગુ થાય તેવી કોઈ ઘટના ઘટી નથી, શા માટે તે લોકો સીસીટીવી ફૂટેજ જાહેર કરતા નથી?: ચૈતર વસાવા
જનતાનો અને રાજકીય તથા સામાજિક લોકોનો જે સહકાર મળ્યો છે સૌનો આભાર, સાથે મળીને આગળ વધતા રહીશું: ચૈતર વસાવા
પોસ્ટ મેટ્રિક, શિષ્યવૃત્તિ, મનરેગા યોજના, આવાસ યોજના, કરાર આધારિત ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કર્મચારીના મુદ્દા ઉઠાવ્યા માટે મને ખોટા કેસમાં ફસાવ્યો: ચૈતર વસાવા

Related posts

ભારતીય વાયુ સૈના દ્વારા પંદરમી ઓગષ્ટ નિમિત્તે બેન્ડનું પરફોર્મન્સ

GUJARAT NEWS DESK TEAM

નૂતન જનોઈ ધારણ કાર્યક્રમ

આગામી વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને AAPએ કરી મોટી નિયુક્તિઓ

GUJARAT NEWS DESK TEAM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રી મંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓની શપથવિધિ સંપન્ન

GUJARAT NEWS DESK TEAM

બગોદરા સામૂહિક આત્મહત્યા મામલે આપે ન્યાયની માગણી કરી

હેપ્પી બર્થ ડે ભૂપેન્દ્ર પટેલ

Leave a Comment