અદાણી પાવરને ધીરૌલી ખાણમાં કામ શરૂ કરવા મંજૂરી
વાર્ષિક ૬.૫ MTની ટોચની ઉત્પાદન ક્ષમતામાંથી ૫ MT ઓપન
કાસ્ટ સપ્લાય નાણા વર્ષ ૨૭ સુધીમાં પ્રાપ્ત થવાની ધારણા
અમદાવાદ, 2 સપ્ટેમ્બર, 2025: ખાનગી ક્ષેત્રની ભારતની સૌથી મોટી થર્મલ પાવર ઉત્પાદક અદાણી પાવર લિ.ના જણાવ્યાનુસાર તેને મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં આવેલી ધીરૌલી ખાણમાં કામકાજ શરૂ કરવા માટે કેન્દ્ર સરકારના કોલસા મંત્રાલય તરફથી મંજૂરી મળી છે. આ મહત્વપૂર્ણ વિકાસ અદાણી પાવરને કાચા માલની સુરક્ષામાં વધારો કરશે, જે ક્ષેત્રમાં તેની અગ્રણી સ્થિતિને મજબૂત બનાવશે.
અદાણી પાવરની પેટાકંપની મહાન એનર્જન લિ.ની માલિકીની ધીરૌલી ખાણ, વાર્ષિક મહત્તમ 6.5 MTની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે, જેમાં વાર્ષિક પાંચ MT ઓપન કાસ્ટ માઇનિંગમાંથી અને બાકીના ૧.૫ MT ભૂગર્ભ કામગીરીમાંથી સમાવેશ થાય છે. ભૂસ્તરીય અહેવાલ મુજબ આ બ્લોકમાં ૬૨૦ MMTની કુલ ભૂસ્તરશાસ્ત્રીય અનામત અને 558 MMT ની ચોખ્ખી ભૂસ્તરશાસ્ત્રીય અનામત છે. આ સમૃધ્ધ જથ્થો દાયકાઓનો પુરવઠો, બળતણ સુરક્ષા અને કાર્યકારી સ્થિરતા સુનિશ્ચિત કરે છે.
એક જવાબદાર ખાણકામ અભિગમના ભાગ રૂપે અશુદ્ધિઓ અને નિષ્ક્રિય પદાર્થો ખાણ વિસ્તારની બહાર વહન ના થાય અને તેના કારણે ઉત્સર્જન સૌમ્ય રહે તે હેતુથી અદાણી પાવર ખાણકામ ક્ષેત્રમાંજ ખાણકામ દ્વારા બહાર કાઢવામાં આવેલા કોલસાને ધોઈને પ્રક્રિયા કરી શકવા સક્ષમ છે.
અદાણી પાવરના સી.ઇ.ઓ.શ્રી એસ.બી. ખ્યાલિયાએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે ધીરૌલી બ્લોકમાં ખાણકામનો આરંભ કરવો એ અદાણી પાવરની આત્મનિર્ભરતા અને ટકાઉ વિકાસ તરફના પ્રયાણમાં એક મહત્વનું સીમાચિહ્ન છે, કાચા માલની સામગ્રીના સંસાધનોમાં પછાતપણાને સંકલિત કરીને અમે લાખો ગ્રાહકોને સ્પર્ધાત્મક દરે વીજળી પહોંચાડવા માટે સક્ષમ બનાવી રહ્યા છીએ. ખાણને જવાબદારીપૂર્વક વિકસાવવામાં અમારી અડગ પ્રતિબદ્ધતા સાથે તમામ હિસ્સેદારો માટે લાંબા ગાળાના મૂલ્ય નિર્માણ પર લક્ષ્ય કેન્દ્રિત કરવામાં આવશે.
ખાણકામનું કામકાજ શરૂ કરવા માટે સરકારી મંજૂરી મળી છે એવી અદાણી પાવરની આ પ્રથમ કેપ્ટિવ ખાણની ઓપન કાસ્ટ પીક રેટેડ કેપેસિટી (PRC) નાણા વર્ષ-૨૦૨૭ માટે લક્ષ્યાંકિત છે, જેનું ભૂગર્ભ ખાણકામ નવ વર્ષ બાદ શરૂ થવાનું છે. આ બ્લોક માટે અદાણી પાવર 30 વર્ષની લીઝ ધરાવતી હોવાના કારણે લાંબા ગાળાની સાતત્યપૂર્ણ કામગીરી સુનિશ્ચિત કરે છે.
ધીરૌલી બ્લોક અદાણી પાવર મરચન્ટ પાવરની જરૂરિયાતોને પૂર્ણ કરશે અને નજીકના ૧,૨૦૦ મેગાવોટના મહાન પાવર પ્લાન્ટને પણ વીજળી પૂરી પાડશે તેવી અપેક્ષા છે, જે હાલમાં 3,200 મેગાવોટના મહત્વાકાંક્ષી વિસ્તરણ હેઠળ છે.