વિસાવદરના મતદારે ગોપાલ ઈટાલીયાનું વક્તવ્ય મેળવવા માટે વિધાનસભામાં આરટીઆઈ કરી.*
ગુજરાતની વિધાનસભાનું લાઈવ પ્રસારણ ન આવતું હોવાના કારણે જનતામાં ધીમે ધીમે રોષની લાગણી ફેલાઈ રહી છે.*
જનતા હજારોની સંખ્યામાં આરટીઆઈ કરીને તેમજ પત્રો લખીને ભાજપ સરકાર પાસે વિધાનસભા લાઈવ કરાવવાની રજૂઆત કરવાના મૂડમાં
વિસાવદરના એક મતદારે ગોપાલ ઈટાલીયાનું વિધાનસભાનું વક્તવ્ય મેળવવા માટે વિધાનસભામાં આરટીઆઈ કરી હતી. વિસાવદરના મતદાર હરેશભાઈ ડોબરીયાએ ગુજરાત વિધાનસભામાં આરટીઆઈ દાખલ કરી ગોપાલ ઈટાલીયાનું 9 સપ્ટેમ્બર 2025નું વક્તવ્યની માંગ કરી છે. અરજદારે કરેલી આરટીઆઇમાં જણાવ્યું હતું કે ભારતની લોકસભા અને રાજ્યસભાનું જીવન પ્રસારણ કરવામાં આવે છે પરંતુ ગુજરાતની વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ એટલે કે લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવતું નથી, માટે તેઓને વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા આપવામાં આવેલા 9 સપ્ટેમ્બર 2025ના કામકાજ દરમિયાન જન વિશ્વાસ વિધેયક પર રજૂ કરવામાં આવેલ વક્તવ્યની નકલ પૂરી પાડવામાં આવે. અરજદારે જણાવ્યું હતું કે 9 સપ્ટેમ્બર 2025 ના રોજ ગૃહની કાર્યવાહી દરમિયાન અનેક સભ્યોએ વક્તવ્યના વિડીયો ઓલરેડી સોશિયલ મીડિયામાં મૂક્યા છે માટે માહિતી અધિકારના કાયદા ની કલમ -8(1) માં જણાવ્યા પ્રમાણે વિશેષાધિકારનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
ભારતના લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ નિયમિત થાય છે પણ ગુજરાત વિધાનસભામાં તે સુવિધા ન હોવાને કારણે સામાન્ય નાગરિકો મહત્વના મુદ્દાઓથી અજાણ રહી જાય છે. જેથી જનતામાંથી હવે ધીમે ધીમે રોષની લાગણી ફેલાઈ રહી છે અને લોકો કહી રહ્યા છે કે રાજ્યની મહત્વપૂર્ણ ચર્ચાઓ પારદર્શક રીતે બહાર આવવી જોઈએ. જનતા હજારોની સંખ્યામાં આરટીઆઈ કરીને તેમજ પત્રો લખીને ભાજપ સરકાર પાસે વિધાનસભા લાઈવ કરાવવાની રજૂઆત કરવાના મૂડમાં છે