OTHERગુજરાત

આમ આદમી પાર્ટીનાં રાજકોટ કાર્યાલયનું ઉદઘાટન કરતા ઇશ્વરદાન ગઢવી

 

*રાજકોટના વોર્ડ નંબર11-12માં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હસ્તે AAPનું કાર્યાલય ખુલ્લું મુકાયું*

*AAP રાજકોટના ખૂણે ખૂણે પોતાનો દબદબો બનાવી રહી છે: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં તેજીથી આગળ વધી રહી છે અને તમામે તમામ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના તમામ બોર્ડમાં પોતાનો દબદબો બનાવી રહી છે. આજે રાજકોટમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11-12નું કાર્યાલય આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હસ્તે ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતા ચેતનભાઈ કમાણી, દિલીપભાઈ વોરા, પીયુષ ભંડેરી, પીયુષ પાભંર, મીલન સોજીત્રા, રમેશ ગોઝારીયા, મહેશભાઈ રાઠોડ, સુરજભાઇ બગળા, મહેશભાઈ બાભંવા સહીત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના 150 ફુટ રીંગ રોડ, મવડી ચોકડીથી રાધે હોટેલની વચ્ચે, સંસ્કાર હાઈટ્સની સામે આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને આ કાર્યાલય દર્શાવે છે કે આમ આદમી પાર્ટી રાજકોટના ખૂણે ખૂણે પોતાનો દબદબો બનાવી રહી છે.

 

આમ આદમી પાર્ટીએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027ની વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તૈયારીના ભાગરૂપે જ આજે રાજકોટમાં આમ આદમી પાર્ટીનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યાલય શરૂ થવાથી એ સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે આમ આદમી પાર્ટીને જનસમર્થન મળી રહ્યું છે. રાજકોટની જનતાએ પણ “વિસાવદરવાળી” કરવાનું મન બનાવી લીધું છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, ધારાસભ્યો, વિવિધ સભાઓ, જનસભાઓ અને પદયાત્રા યોજી રહ્યા છે. આ સભાઓ, જનસભાઓ અને પદયાત્રાના માધ્યમથી આમ આદમી પાર્ટી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી રહી છે. વિસાવદરની જીત બાદ શહેરીજનો અને ગ્રામજનોએ સમગ્ર ગુજરાતમાં વિસાવદરવાળી કરવાનું જાણે કે મન બનાવી લીધું હોય તેમ આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈને આમ આદમી પાર્ટીના કદને વિશાળ બનાવી રહ્યા છે. ભાજપ કોંગ્રેસના ઈમાનદાર નેતાઓ અને કાર્યકર્તાઓ સહિત વિવિધ સમાજના આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈને આમ આદમી પાર્ટીને સમર્થન આપી રહ્યા છે

Related posts

ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ

GUJARAT NEWS DESK TEAM

લાભ પંચમીની તમામને શુભકામનાઓ

GUJARAT NEWS DESK TEAM

ગાંધી આશ્રમ ડી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટની મુખ્યમંત્રીએ મુલાકાત કરી

પત્રકારોની આરોગ્ય તપાસનો રાજ્યવ્યાપી ઉપક્રમ – ‘ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા’ કેમ્પેનનો બીજા વર્ષમાં પ્રવેશ

GUJARAT NEWS DESK TEAM

ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાત પોલીસ અગ્રેસર: ખરીદ્યા અદ્યતન ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વિહિકલ’

GUJARAT NEWS DESK TEAM

વિયેટજેટ અમદાવાદથી થાઈલેન્ડની બેંગકોક માટે ઉદ્ઘાટન ફ્લાઇટ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment