બિઝનેસ

અદાણી પોર્ટ્સ અને સેઝની વાર્ષિક ધોરણે ત્રિમાસિક આવકમાં 21% વધારો

ગત તા.૩૦ જૂન-૨૦૨૫ના પૂરા થયેલા નાIણાકીય વર્ષ-૨૫-૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે.

સમીક્ષાના સમય ગાળામાં આવક રુ.૯,૧૨૬ કરોડ થઇ હતી જે ગત નાણા વર્ષના સમાન સમયમાં ર.૭,૫૬૦ કરોડ હતી જે વાર્ષિક ધોરણે ૨૧%નો વધારો દર્શાવે છે. જ્યારે વાર્ષિક ધોરણે એબિટ્ડા રુ.૫,૪૯૫ કરોડ થયો છે જે ગત વર્ષના સરખા ગાળામાં રુ.૪,૮૪૮ કરોડ હતો. જેમાં ૧૩% વધારો થયો છે. વાર્ષિક ધોરણે કર બાદનો નફો રુ.૩,૩૧૧ કરોડ થયો છે. ગત વર્ષના આ ગાળામાં રુ.૩,૧૦૭ કરોડ હતો. આમ નફામાં ૭%નો વધારો થયો છે. ઘરેલું બંદરોની આવક વાર્ષિક ધોરણે ૧૪% વધીને રુ.6,137 કરોડ થઇ છે. ઘરેલું બંદરોનો એબડ્ટા માર્જિન જે ગત નાણા વર્ષના સમાન સમયમાં ૭૨.૫% હતો તેની તુલનાએ અહેવાલના સમય ગાળામાં ૭૪.૬% રહ્યો છે. આ ગાળામાં રોકડ બેલેન્સ રુ. 16,921 કરોડ છે અને કુલ દેવું રુ.53,089 કરોડ છે.

આંતરરાષ્ટ્રીય બંદરોની આવક વાર્ષિક ધોરણે ૨૨% વધીને રુ. 973 કરોડ થઇ છે. જ્યારે ગત વર્ષના ૧૩% એબિડ્ટા માર્જિન  સામે સમીક્ષના ગાળામાં એબિડ્ટા માર્જીન ૨૧% રહ્યો છે.

સમીક્ષાના સમય ગાળામાં કાર્ગોનું વોલ્યુમ વાર્ષિક ધોરણે ૧૦૯ મિલિયન મેટ્રિક ટનથી વધી ૧૨૧ એમ.એમ.ટી. થયું છે જે ૧૧% વધારો દર્શાવે છે. જેમાં ઘર આંગણાના કાર્ગોનો હિસ્સો ૨૭.૨%થી વધી ૨૭.૮% ઉપરાંત વાર્ષિક ધોરણે ૬૦ bps વધ્યું છે. કોલંબો બંદર ખાતે ૩૫ વર્ષના BOT કરાર હેઠળ સંપૂર્ણ સ્વયં સંચાલિત કન્ટેનર ટર્મિનલ અને ધામરા પોર્ટ ખાતે એક્સપોર્ટ ટર્મિનલ કાર્યાન્વિત કરવામાં આવ્યું છે.લોજીસ્ટિક્સના ક્ષેત્રમાં વાર્ષિક ધોરણે બેગણી અર્થાત રુ.૫૭૧ કરોડથી વધીને રુ.૧,૧૬૯ કરોડ વૃધ્ધિ થઇ છે. ટ્રકિંગ અને આંતરરાષ્ટ્રીય ફ્રેઇટ નેટવર્કમાં વધારો થયો છે. ગુજરાતના વિરોચનનગર, રાજસ્થાનના કિશનગઢ અને કર્ણાટકના માલુર આઇસીડીએસ પર એક્ઝિમ કામગીરી માટે મંજૂરી મળી છે. મરીન ક્ષેત્રમાં ૧૧૮ વેસલ્સ સાથે વાર્ષિક ધોરણે રુ.૧૮૮ કરોડથી વધીને રુ.૫૪૧ કરોડ વૃધ્ધિ થઇ છે જે ૨.૯ગણો વધારો દર્શાવે છે.

બોર્ડે ઓસ્ટ્રેલિયાના  NQXT પોર્ટના સંપાદનને મંજૂરી આપી છે. આ એક કુદરતી ડીપ વોટર પોર્ટ અને મલ્ટિ-યુઝર એક્ષ્પોર્ટ ટર્મિનલ છે જેની નેમપ્લેટ ક્ષમતા વાર્ષિક ૫૦ એમટીની છે.આ સોદો નિયમનકારી મંજૂરીઓને આધિન છે

ટકાઉપણા માટે  ડિસ્ક્લોઝર પ્રોજેક્ટ સપ્લાયર (સીડીપી) એન્ગેજમેન્ટ એસેસમેન્ટ 2024 માં “લિડર” તરીકે માન્યતા મળી છે.  ૧૨ બંદરોને ઝીરો વેસ્ટ ટુ લેન્ડફીલ માટે પ્રમાણિત કરવામાં આવ્યા છે.

અદાણી પોર્ટસ અને સેઝના પૂર્ણ સમયના ડાયરેકટર અને સી.ઇ.ઓ. શ્રી અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે કંપનીના લોજિસ્ટિક્સ અને મરીન વ્યવસાયોમાં સતત વૃધ્ધિના સહારે આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. અમે અમારા સંકલિત પરિવહન ઉપયોગિતા અભિગમને વધુ ગાઢ બનાવી પોર્ટ ગેટથી ગ્રાહક ગેટ સુધી વેલ્યુ ચેઇન લંબાવી રહ્યા છીએ. નાણાકીય વર્ષ-૨૬ના ગાઇડન્સની પરિપૂર્તિ માટે અમારા માર્ગ ઉપર આગળ વધવા મક્કમ છીએ.

ધામરા પોર્ટે ખાતે એક નવી એક્સપોર્ટ બર્થ ખુલ્લી મૂકી છે અને બે નવી બર્થનું નિર્માણ પણ શરૂ કર્યું છે જે આ બંદરની ક્ષમતાને 92 એમએમટી વધારશે. દરમિયાનમાં એક મોટા કાર્બન બ્લેક ઉત્પાદક પાસેથી લિક્વિડ કાર્ગો હેન્ડલિંગ કરાર જીત્યો છે. મોટા સ્ટીલ ઉત્પાદક માટે કોલ્ડ રોલ્ડ કોઇલ માટે એક વેરહાઉસ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.

લાંબા ગાળાની મૂડી વ્યવસ્થાપન યોજનાના ભાગ રૂપે સરેરાશ દેવાની પરિપક્વતા ૪.3 વર્ષથી વધારીને ૫.૨ વર્ષ કરી અને તમામ બોન્ડ ઇશ્યુમાં ૧૧૬ બીપીએસ સુધી ઉપજ ઘટાડી છે. જે લાઇફ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન (એલઆઈસી)ને જારી કરવામા આવેલા 15-વર્ષીય નોન-કન્વર્ટિબલ ડિબેંચર્સ અને બોન્ડ બાયબેક દ્વારા પ્રાપ્ત થઇ છે.

…………

 

Related posts

અદાણી ગ્રુપના શેર ચમક્યા, માર્કેટ કેપમાં રૂ. 48550 કરોડનો તોતિંગ ઉછાળો

GUJARAT NEWS DESK TEAM

ગોપાલ સ્નેક્સ કંપનીએ ત્રણ નવા પ્રોડક્ટ લોન્ચ કરીને પ્રોડક્ટ રેન્જનું વિસ્તરણ કર્યું

GUJARAT NEWS DESK TEAM

કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ પાર્કનો શિલાન્યાસ

GUJARAT NEWS DESK TEAM

અદાણી એન્ટરપ્રાઇઝે રુ.૧ હજાર કરોડના નોન કન્વર્ટીબલ ડિબેન્ચર ઇશ્યુની જાહેરાત કરી વાર્ષિક 9.30% સુધી વ્યાજ દર

GUJARAT NEWS DESK TEAM

એસસી બેંકના ચેરમેન અજય પટેલની ઉપસ્થિતિ સહકાર મંત્રી જીતુવાઘાણીએ જીએસસી બેંકની યુપીઆઈ મર્ચન્ટ ઓન-બોર્ડિંગ સેવા અને ભારત બિલ પે સર્વિસનો શુભારંભ કરાવ્યો

GUJARAT NEWS DESK TEAM

GCCI બેન્કિંગ અને ફાઇનાન્સ કમિટીએ “ઓપર્ચ્યુનિટીઝ ઓફ ફંડ રેઇઝિંગ થ્રૂ ઈન્ડિયા INX ઈન GIFT IFSC” વિષય પર સેમિનારનું આયોજન કર્યું હતું

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment