બિઝનેસ

દેશની તમામ રિફાઈનરીઓ હાલ પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે

ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધ વિરામની જાહેરાત બાદ વૈશ્વિક બજાર અને ભારતીય અર્થતંત્રમાં ભારે ઉત્સાહ, હોર્મુઝ સ્ટ્રેટ મુક્ત થતાં ક્રૂડ ઓઈલનો પુરવઠો સામાન્ય થશે. આ વૈશ્વિક ડીલ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉર્જા પુરવઠો ફરી સામાન્ય થવાની આશા જીવંત થઈ છે. ભારતીય પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશની તમામ રિફાઈનરીઓ હાલ પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે અને દેશમાં ક્રૂડ ઓઈલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે દેશમાં ઇંધણનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર છે, જેથી નાગરિકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
આ વૈશ્વિક ડીલ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉર્જા પુરવઠો ફરી સામાન્ય થવાની આશા જીવંત થઈ છે. ભારતીય પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશની તમામ રિફાઈનરીઓ હાલ પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે અને દેશમાં ક્રૂડ ઓઈલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે દેશમાં ઇંધણનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર છે, જેથી નાગરિકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
છેલ્લા કેટલાક દિવસોમાં દેશના કેટલાક પેટ્રોલ પંપો (રિટેલ આઉટલેટ્સ) પર સામાન્ય કરતાં વધુ ભીડ અને વેચાણ જાેવા મળ્યું છે, જે અંગે પણ મંત્રાલયે ખુલાસો કર્યો છે.
આ ભીડનું મુખ્ય કારણ એ છે કે જે ઔદ્યોગિક, વ્યવસાયિક અને સંસ્થાકીય ગ્રાહકો અત્યાર સુધી સીધું બલ્કમાં ઇંધણ ખરીદતા હતા, તેઓ પણ હવે સામાન્ય પેટ્રોલ પંપ પરથી ખરીદી કરી રહ્યા છે. આ બદલાવને કારણે સ્થાનિક રિટેલ આઉટલેટ્સ પર કામચલાઉ ધોરણે ભીડ અને વેચાણમાં વધારો નોંધાયો છે.
બીજી તરફ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે ઈરાન સાથે થયેલા કરાર મુજબ વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વનો ગણાતો ‘હોર્મુઝ સ્ટ્રેટ‘ નો દરિયાઈ માર્ગ હવે કોઈપણ ટોલ વિના ખોલવામાં આવશે. આ માર્ગ પરથી નૌકાદળની નાકાબંધી પણ સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના ૧૦૭ દિવસના આ ભયાનક સંઘર્ષનો અંત આવવાથી ભારતીય અર્થતંત્રને મોટો વેગ મળશે, પશ્ચિમ એશિયાના દેશોમાં ભારતની નિકાસ વધશે અને ભારતીય રૂપિયામાં પણ સ્થિરતા આવશે.
ઉલ્લેખનીય છે કે આ લાંબા સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ઇં૧૦૦ ને પાર થઈ ગયા હતા. આ લડાઈ ૨૮ ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી જ્યારે અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના પરમાણુ મથકો પર સૈન્ય કાર્યવાહી કરી હતી. આ યુદ્ધની સીધી નકારાત્મક અસર ભારતના વેપાર પર પડી હતી, જેના કારણે માર્ચ મહિનામાં ભારતની નિકાસ ૭.૪૪% ઘટીને ઇં૩૮.૯૨ બિલિયન થઈ ગઈ હતી, જે છેલ્લા ૫ મહિનાનો સૌથી મોટો ઘટાડો હતો.ે

Related posts

પ્રચંડહીટવેવ વચ્ચે અદાણી પાવર બન્યોદેશનો સૌથી મોટો સહારો

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતે પ્રથમ આગમન અને પ્રસ્થાન ફ્લાઇટ્સ સાથે વાણિજ્યિક કામગીરીનો પ્રારંભ

GUJARAT NEWS DESK TEAM

કોલંબોવેસ્ટઇન્ટરનેશનલટર્મિનલનીક્ષમતાબેગણી૩.૨મિલિયન TEUsકરી

GUJARAT NEWS DESK TEAM

GCCI યુથ કમિટી દ્વારા “ધ વેલ્થ બ્લુપ્રિન્ટ” સેશનનું આયોજન

GUJARAT NEWS DESK TEAM

ભારતના ઈશાન ખુણાને ASEAN નું પ્રવેશદ્વાર બનાવવાની નેમથી અદાણીનો ઉત્તરપૂર્વમાં રોકાણ પ્રતિ ઝોક

GUJARAT NEWS DESK TEAM

GCCI બિઝનેસ વિમેન કમિટી દ્વારા તારીખ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ “Nutrition Beyond the Plate” – સાયન્સ- લાઈફ સ્ટાઇલ અને હેલ્થ વિષય પર સત્રનું થયેલ આયોજન.

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment