ગુજરાત

પરિવર્તનનો શંખનાદ : વિવિધ રાજકીય આગેવાનો અને સામાજીક અગ્રણીઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

પરિવર્તનનો શંખનાદ : વિવિધ રાજકીય આગેવાનો અને સામાજીક અગ્રણીઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

  • લોકશાહી બચાવવા – સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશે : શ્રી અમિત ચાવડા
  • કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. આ એક ‘બીજી આઝાદીની લડાઈ’, કે જે બંધારણ બચાવવાની લડાઈ છે, લોકશાહી બચાવવાની લડાઈ છે : શ્રી અમિત ચાવડા
  • ‘જનાક્રોશ યાત્રા’દરમ્યાન લોકોની વચ્ચે જઈને સંવાદ કર્યો, હવે સમાજના દરેક વર્ગ અને વિસ્તારના લોકો, કુશાસનથી ત્રસ્ત છે. લોકો ખુલીને હવે પોતાનો અવાજ ઉઠાવતા થયા છે, લડવાની તૈયારી સાથે આગળ આવ્યા છે, : શ્રી અમિત ચાવડા
  • આમ આદમી પાર્ટી એ માત્ર સત્તા વિરોધી કોંગ્રેસને મળતા મતને તોડવા માટે અને ભાજપને જીતાડવા માટે જ કાર્યરત છે : શ્રી સી.એ. જયદીપભાઈ પંડ્યા (પૂર્વ પ્રદેશ મહામંત્રી, પ્રદેશ ખજાનચી તથા નેશનલ કાઉન્સીલ મેમ્બર, આમ આદમી પાર્ટી)

                ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓને આવકાર્યા હતા.

                ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે. અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓ સહિત આપ સૌને  આવકારીએ છીએ તથા આપસૌનું માનસન્માન સચવાઈ રહે તેની ખાતરી આપીએ છીએ. લોકશાહી બચાવવા, સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશે. કોંગ્રેસમાં સરમુખત્યારશાહી નહીં પરંતુ લોકશાહી છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. આ એક ‘બીજી આઝાદીની લડાઈ’, કે જે બંધારણ બચાવવાની લડાઈ છે, લોકશાહી બચાવવાની લડાઈ છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ખાસ કરીને આજે આખા ગુજરાતમાં ‘જનાક્રોશ યાત્રા’ જે રીતે અલગ અલગ વિસ્તારોમાં ભ્રમણ કર્યું, જે રીતે લોકોની વચ્ચે જઈને કામ કર્યું, લોકોની વચ્ચે જઈને સંવાદ કર્યો, એનાથી એટલું સ્પષ્ટ થાય છે કે હવે સમાજના દરેક વર્ગના લોકો, દરેક વિસ્તારના લોકો આ કુશાસનથી ત્રસ્ત છે. લોકો ખુલીને હવે પોતાનો અવાજ ઉઠાવતા થયા છે, લડવાની તૈયારી સાથે આગળ આવ્યા છે, અને એના જ કારણે ધીમે ધીમે ગુજરાતમાં જે પરિવર્તનની લોકોની જે ચાહ છે, જે અપેક્ષા છે, એ પરિવર્તનની દિશામાં અસંખ્ય આગેવાનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

                શ્રી સી.એ. જયદીપભાઈ પંડ્યા, શ્રી ભાવેશભાઈ કાતરિયા, શ્રી નારાયણભાઈ કાનાણી, શ્રી વજાભાઈ બી. આહિર, શ્રી બાબુભાઈ હુંબલ, શ્રી વિરમભાઈ જે. આહિર, શ્રી હમીરભાઈ આહિર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા-આગેવાનો આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે વિધીવત રીતે જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાંથી જોડાયેલ સર્વે આગેવાનોએ એક જ સુરમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી એ માત્ર સત્તા વિરોધી કોંગ્રેસને મળતા મતને તોડવા માટે અને ભાજપને જીતાડવા માટે જ કાર્યરત છે, દિલ્હીથી આવેલા આપના નેતાઓ માત્રને માત્ર જાણે ભાજપના સમર્થનમાં આદેશો આપતા હોય તેવા વારંવાર અનુભવો થતાં હતા. અંતે સત્યનું જ્ઞાન થતાં કોંગ્રેસ એક માત્ર સૌને સાથે લઈને ચાલનારી પાર્ટી છે અને ભાજપના તાનાશાહી શાસનને પડકારી શકવા સક્ષમ છે તથા ભાજપના ભય, ભુખ અને ભ્રષ્ટાચારની નીતિ સામે ટક્કર લઈ પ્રજાલક્ષી અભિગમ સાથે કાર્ય કરી રહી છે અને અમે દુધમાં સાકરની જેમ ભળીને કોંગ્રેસી વિચારધારાને જનજન સુધી પહોંચાડવા કટીબધ્ધ રહીશું.

                રાજીવ ગાંધી ભવન ખાતે ઉપરોક્ત કાર્યક્રમમાં પ્રદેશ અગ્રણી અને વરિષ્ઠ આગેવાન શ્રી કુલદીપ શર્મા, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા, ડૉ. હિરેન બેંકર, ડૉ. અમિત નાયક અને આગેવાનશ્રી કરસનદાસ બાપુ (ભાદરકાવાળા) સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.

આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા આગેવાનો અને સામાજીક અગ્રણી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

નામ    અગાઉની ભૂમિકા

સી.એ. જયદીપભાઈ પંડ્યા      પૂર્વ પ્રદેશ મહામંત્રી, આમ આદમી પાર્ટી

પૂર્વ પ્રદેશ ખજાનચી, આમ આદમી પાર્ટી

નેશનલ કાઉન્સીલ મેમ્બર, આમ આદમી પાર્ટી

ભાવેશભાઈ કાતરિયા    સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી, આમ આદમી પાર્ટી

નારાયણભાઈ કાનાણી   સામાજીક આગેવાન તથા ૧૩ વર્ષથી મુદ્રા બાર એસોસીએશનના બિનહરીફ પ્રમુખ

વજાભાઈ બી. આહિર   રાધનપુર વિધાનસભા પ્રભારી, આમ આદમી પાર્ટી

શ્રી બાબુભાઈ હુંબલ     તાલુકા કિસાન સેલ પ્રમુખ તથા પૂર્વ તાલુકા પ્રમુખ, આમ આદમી પાર્ટી

શ્રી વિરમભાઈ જે. આહિર       તાલુકા પંચાયત ઈન્ચાર્જ, આમ આદમી પાર્ટી

શ્રી હમીરભાઈ આહિર   તાલુકા પંચાયત પ્રભારી, આમ આદમી પાર્ટી

Related posts

ભાજપના શાસનમાં કમિશન, કમલમ અને કૌભાંડની રાજનીતિથી લોકો પરેશાન : અમિત ચાવડા

સુરતના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ

અદાણી ફાઉન્ડેશન દ્રારા સલાયા બીચ, માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિવસની ઉત્સાહભેર ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

‘વિકસિત ગુજરાત @ ૨૦૪૭’ના સંકલ્પને સિદ્ધ કરવા ઉદ્યોગ વિભાગે ફાઈલોના નિકાલની ગતિ બમણી કરી: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં અનુસૂચિત જાતિ (SC) પર અત્યાચારની કુલ ૧૩,૬૨૯ ઘટનાઓ, અનુસુચિત જનજાતિ(ST) પર થતા અત્યાચારની ૩૫૫૩ ઘટનાઓ : ડૉ.હિરેન બેન્કર

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં પરિવહન અને વિકાસને વેગ આપતા 10 ઠરાવો સર્વાનુમતે મંજૂર

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment