ગુજરાત

જય સોમનાથના નાદ સાથે સોમનાથના માર્ગો ઉપર પીએમ મોદીની શૌર્ય યાત્રા

સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય શોર્ય યાત્રામાં લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સહભાગી થયા ત્યારે સોમનાથના શંખ સર્કલ પર હર હર મહાદેવ.. જય સોમનાથના દિવ્ય જય ઘોષ સાથે હજારો લોકોએ વડાપ્રધાનશ્રીનું પુષ્પોથી સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનશ્રીએ શંખ સર્કલથી હમીરસિંહ સર્કલ સુધી માર્ગ પર વિરાટ જનમેદનીનું પણ અભિવાદન ઝીલ્યું હતું. સોમનાથના ઇતિહાસની આ સૌથી મોટી આ શોર્ય યાત્રા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પણ પ્રતીક બની હતી. રૂટ પર વિવિધ રાજ્યોના કલાકારોએ ભારતીય સંસ્કૃતિના સમૃદ્ધ વારસા સમાન વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની પણ પણ પ્રસ્તુતિ કરી હતી. વડાપ્રધાન શ્રીની સાથે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા પણ સહભાગી થયા હતા

Related posts

સમાન નાગરિક સંહિતા-યુસીસી બિલ વિધાનસભામાં બહાલ 

નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

હિંમતનગરમાં વિકાસના નામે હુડા ખેડુતોની જમીન હડપવાનો પ્રયાસ કરી રહી છે :  અમિત ચાવડા

GUJARAT NEWS DESK TEAM

નૂતન જનોઈ ધારણ કાર્યક્રમ

અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં સૌથી મોટી રકતદાન શિબિર …હર્ષ સંઘવીએ ઉદઘાટન કર્યુ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment