OTHER

કાંકરીયા કાર્નિવલ-2025: શહેરને સ્વચ્છ, સુરક્ષિત અને સુંદર રાખવા AMCનો આયોજનબદ્ધ વેસ્ટ મેનેજમેન્ટ મિશન

કાંકરીયા કાર્નિવલ-2025: શહેરને સ્વચ્છ, સુરક્ષિત અને સુંદર રાખવા AMCનો આયોજનબદ્ધ વેસ્ટ મેનેજમેન્ટ મિશન

અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં આવેલ કાંકરીયા તળાવના પરિસરમાં કાંકરીયા કાર્નિવલ-2025નું આયોજન તા. 25/12/2025 થી 31/12/2025 દરમ્યાન એક અઠવાડિયા સુધી રંગારંગ કાર્યક્રમો સાથે કરવામાં આવ્યું છે. આ કાર્નિવલ દરમિયાન અંદાજે પ્રતિદિન એક લાખ જેટલી જનતા મુલાકાત લે છે. નાગરિકોની સુવિધા, સ્વાસ્થ્ય અને સેનેટેશન સુચારુ રહે તે માટે સાઉથ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આયોજનબદ્ધ સ્વચ્છતા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

કાંકરીયા તળાવ તથા આસપાસના વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક (24×7) સફાઈ માટે કુલ 260 જેટલા સફાઈ કામદાર અને 50 સુપરવાઈઝરી સ્ટાફ કામે લગાડવામાં આવ્યા છે. સાથે જ લિટર પિકિંગ ટીમ દ્વારા કાળી બેગ સાથે સતત કચરો એકત્રિત કરવામાં આવે છે. કાંકરીયા પરિસર અને ફૂડ કોર્ટમાં ઉત્પન્ન થતા કચરાનો નિકાલ કરવા 07 ડોર-ટુ-ડોર કલેક્શન ગાડીઓ કાર્યરત રાખવામાં આવી છે.

મણીનગર તથા કાંકરીયા આસપાસના વિસ્તારોને ડસ્ટ-ફ્રી રાખવા માટે ચેલેન્જર મશીન, સ્વીપર મશીન-2, કોમ્પેક્ટર મશીન-3, ડોર ટુ ડોર ગાડી-08, સ્પોટ ટુ ડંપ (407)-2, ન્યૂસન્સ ટેન્કર-03 અને ક્રેડલબિન વાહન-01 દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના એર ક્વોલિટી ઈન્ડેક્સ સુધારવા મિસ્ટ કેનન મશીન મારફતે રાત્રિના સમયે પાણીનો છંટકાવ કરવામાં આવે છે. પરિસરમાં 07 પાર્કિંગ પ્લોટમાં 07 મોબાઈલ ટોઇલેટ મુકવામાં આવ્યા છે અને તેની સતત સફાઈ માટે વ્યવસ્થા કરી છે.
સ્ટેજવાઈઝ કામગીરીના સુપરવિઝન માટે 24×7 ત્રણ શિફ્ટમાં કુલ 22 સેનેટરી સ્ટાફની ફરજ ગોઠવવામાં આવી છે. સ્વચ્છતા શિસ્તનો ભંગ કરનાર સામે કાર્યવાહીરૂપે ગંદકી કરતા સ્ટ્રીટ વેન્ડર પાસેથી રૂ. 42,700 જેટલો વહીવટી ચાર્જ તથા આ સપ્તાહમાં 5000 જેટલી સ્પિટિંગ મુદ્દે વસૂલાત કરવામાં આવી છે. આવી કાર્યવાહી ભવિષ્યમાં પણ સતત ચાલુ રહેશે.

“જાહેર આરોગ્ય અને સ્વચ્છતા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત કટિબદ્ધ છે.”

Related posts

અગ્રવાલ સમાજની એકતા અને રાજકીય સહભાગિતાને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન

રોડ નેટવર્ક દ્વારા વિકસિત ગુજરાતથી સાકાર કરવા ૧૨૪ કામો માટે ૭૭૩૭ કરોડ રૂપિયા ફાળવ્યા

GUJARAT NEWS DESK TEAM

IIM અમદાવાદના એકેડમી એસોસિયેટની ફેરવેલનું આયોજન કરાયું

GUJARAT NEWS DESK TEAM

  ઇન્ડિયા મેરીટાઇમ વીક-2025 માં અદાણી પોર્ટ્સ ભારતની બ્લુ ઇકોનોમીનું પથપ્રદર્શક

GUJARAT NEWS DESK TEAM

જય વીરુ નો અવાજ સતત ગુંજતો રહેશે

આજે ભાજપના ચાર ઉમેદવારોનું નામાંકન થશે: બિનહરિફની શક્યતા

Leave a Comment