ગુજરાત

ખેડૂતોના પ્રાણ પ્રશ્નો મુદ્દે AAPના પ્રતિનિધિ મંડળને મળવા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો

ખેડૂતોના પ્રાણ પ્રશ્નો મુદ્દે AAPના પ્રતિનિધિ મંડળને મળવા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો
ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓ, તેમની લાગણીઓ અને માંગણીઓ બાબતે AAP  પ્રતિનિધિ મંડળને સમય આપવા વિનંતી: ગોપાલ ઇટાલીયા
ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી અને કડદા પ્રથા સહિત કોઈ ને કોઈ બહાને ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે: ગોપાલ ઇટાલીયા
દર વર્ષે અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતો દેવાદાર થઈ રહ્યા છે: ગોપાલ ઇટાલીયા
ગુજરાતમાં ખાતરની અછત, સિંચાઈના પાણીની અછત, મોંઘા બિયારણો, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ જેવા અનેક મુદ્દાઓના કારણે ખેડૂતો પરેશાન: ગોપાલ ઇટાલીયા
અમદાવાદ / જુનાગઢ / બોટાદ / સુરેન્દ્રનગર / ગાંધીનગર / ગુજરાત
ખેડૂતોનાં હક માટે ખેડૂતોનો અવાજ બનીને તેની પડખે ઉભી રહેલી આમ આદમી પાર્ટી હવે ખેડૂતોની માંગો લઇને રાજ્યનાં મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે જઇ રહી છે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે તારીખ 16 ડિસેમ્બરનાં દિવસનો સમય માંગવામાં આવ્યો છે. વિસાવદર આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પત્ર લખીને મુખ્યમંત્રી પાસે મળવાનો સમય માંગ્યો છે. AAP નેતા ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્ર જણાવ્યું છે કે ગુજરાતમાં ખેડૂતો અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં આજે પણ કરોડો લોકો ખેતી પર નિર્ભર છે પરંતુ આપણે ખેતીને નફાકારક બનાવી શક્યા નથી. ત્યારે ગુજરાતમાં દર વર્ષે કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જઈ રહ્યા છે અને ખેડૂતો દેવાદાર બની રહ્યા છે.
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખાતરની અછત, સિંચાઇનાં પાણીની અછત, મોંઘા બિયારણો, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ અને ખેડૂતોને પોતાની જણસના પોષણક્ષમ ભાવ મળતા નથી. કેટલાક વેપારીઓ દ્વારા કડદા પ્રથાના નામે કોઈ ને કોઈ બહાના હેઠળ ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. બોટાદના ખેડૂતોની કડદા પ્રથા બંધ કરવાની માંગ સાથે ખેડૂતોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી ત્યારે આપ દ્વારા આ આંદોલનને કચડી નાખવા લાઠીચાર્જ કરીને ફોજદારી કાર્યવાહી કરી જેલમાં ધકેલવામાં આવ્યા હતા. આ તમામ મુદ્દાઓ તથા ગુજરાતના ખેડૂતોની લાગણી અને માંગણીઓ બાબતે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ આપને આપની કચેરી ખાતે મળવા માંગે છે. તારીખ 16મી ડિસેમ્બર મંગળવારના રોજ મુલાકાત માટે સમય આપવા માટે આપને સવિનય વિનંતી કરીએ છીએ.

Related posts

નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ..સત્ર દરમિયાન ૯ વિધેયકો, એક સરકારી પ્રસ્તાવ અને ૪ સંકલ્પો ગૃહમાં પસાર

અદાણી ફાઉન્ડેશન દ્રારા સલાયા બીચ, માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિવસની ઉત્સાહભેર ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં પરિવહન અને વિકાસને વેગ આપતા 10 ઠરાવો સર્વાનુમતે મંજૂર

GUJARAT NEWS DESK TEAM

પાઠ્યપુસ્તક સગે વગે કરવાનો કારસો ઝડપાયો

વજન ઘટાડવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો મહાસંકલ્પ :- ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂત

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment