મારું શહેર

સરદારનગર વોર્ડની બળીયાદેવની ચાલીમાં 50 વર્ષથી વસવાટ કરી રહેલા લોકોને ડિમોલિશનની નોટિસ મળતા AAP પોલખોલ ટીમે રહીશોની મુલાકાત લીધી

સરદારનગર વોર્ડની બળીયાદેવની ચાલીમાં 50 વર્ષથી વસવાટ કરી રહેલા લોકોને ડિમોલિશનની નોટિસ મળતા AAP પોલખોલ ટીમે રહીશોની મુલાકાત લીધી
50 વર્ષથી વસતા લોકો  લાઇટ બિલ ભરે છે, વેરા ફરે છે, તો ડિમોલિશનની નોટિસ કઈ રીતે આપવામાં આવી શકે?:  ગૌરી દેસાઈ AAP
નોટિસ પિરિયડનો સમય પાંચ દિવસમાં પૂરો થવાનો છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ: ગૌરી દેસાઈ AAP
50 વર્ષથી વસવાટ કરતા લોકોના ઘર તોડી નાખવામાં આવશે તો આ લોકો જશે ક્યાં?: ગૌરી દેસાઈ AAP
લોકોની માંગણી છે કે ઘરની સામે ઘર આપો, તો જ ઘર ખાલી કરીશું: ગૌરી દેસાઈ AAP
આમ આદમી પાર્ટી નાગરિકોની સાથે ઉભી છે, કોઈના ઘર નહીં તૂટવા દઈએ: ગૌરી દેસાઈ AAP
જરૂર પડી તો લોકોના ઘર બચાવવા માટે AAP મોટામાં મોટું આંદોલન પણ કરશે: ગૌરી દેસાઈ AAP
અહીંના હેરાનગતી ભોગવી રહેલા લોકો મંત્રીઓના ઘરમાં ઘૂસીને રહેઠાણ માંગશે: ગૌરી દેસાઈ AAP
આમ આદમી પાર્ટીની પોલ ખોલ ટીમ અમદાવાદના નરોડા વિધાનસભાના સરદારનગર વોર્ડની બળિયા દેવ ચાલીના રહીશો સાથે મુલાકાત કરવા પહોંચી હતી. આમ આદમી પાર્ટી ગુજરાત ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈ પણ રહીશોની મુલાકાત કરવા પહોંચ્યા હતા. ગૌરી દેસાઈએ જણાવ્યું હતું કે, સરદાર નગર બોર્ડની બળીયાદેવની ચાલીમાં 50 વર્ષથી વસવાટ કરતા 110 ઘરના લોકોને ડિમોલેશનની નોટીસ ફટકારવામાં આવી છે. પહેલી જ નોટિસમાં ઘર તોડવાનું જણાવવામાં આવ્યું છે. અહીંયા રહેતા બેહેનોએ મને જણાવ્યું છે કે, તેઓ 50 વર્ષથી અહીંયા રહી રહ્યા છે અને તેઓ લાઈટ બિલ, ટેક્સ, પાણીનો વેરો બધું જ ભરે છે. અહીંયા રહેતા લોકોને ભય છે કે તેમનું ઘર તૂટી જશે. તેમને 6 તારીખે નોટિસ આપવામાં આવી હતી અને આવનારા પાંચ દિવસમાં તે નોટિસનો પિરિયડ પૂરો થઈ રહ્યો છે. સ્થાનિકોએ કલેક્ટર પાસે પણ રજૂઆત કરી છે. જો આ લોકોનું ઘર તૂટી જશે તો આ લોકો ક્યાં રહેવા જશે?
આમ આદમી પાર્ટી આ સ્થાનિકોની સાથે ઉભી છે. અમે આ રીતે તેમના ઘર તૂટવા દઈશું નહીં. સ્થાનિકોની માંગણી છે કે અમને ઘરની સામે ઘર આપો પછી તરત જ અમે ઘર ખાલી કરી દઈશું અને પછી તમે તેનું ડિમોલેશન કરી નાખજો. બહેનો રડી રહી છે અને કહી રહી છે કે જો ઘર ખાલી કર્યા પહેલા ડિમોલેશન શરૂ કરવામાં આવશે તો સૌ પ્રથમ અમારા ઉપર બુલડોઝર ફરશે. અમે મકાન ખાલી કરવાની ના નથી પાડી રહ્યા પરંતુ પહેલા અમને મકાન આપવામાં આવે. જો અમને જેલમાં મોકલશે તો અમે જેલના રોટલા ખાઈશું પણ મકાન પાડવા દઈશું નહીં. અમે કોઈ વિરોધ કરવા માંગતા નથી અમને પ્રેમથી કહેશે એ બધું જ કરવા તૈયાર છીએ પણ જબરજસ્તી કરશે તો ઘણી મહિલાઓ મરી જશે. નોટિસ આવી ત્યારે એક બહેનને એટક આવી ગયો એ પણ અમારી પાસે પુરાવા છે. અમે સરકારને કશું જ કહેવા નથી માંગતા બસ ખાલી અમને રહેવા માટે આશરો આપી દે એટલે અમે એમનો આભાર માનીશું.  ટૂંક સમયમાં અમે જરૂર પડશે તો કલેક્ટર સાથે મીટીંગ કરીશું અને જરૂર પડશે તો શક્તિ પ્રદર્શન સાથે મોટામાં મોટું આંદોલન પણ કરીશું. અમે સરકારને કહીએ છીએ કે તમે જે નોટિસ આપી છે એ તુરંત ખારીજ કરવામાં આવે. સ્થાનીકો એટલા કંટાળેલા છે કે તેઓ મંત્રીઓના ઘરમાં ઘુસીને રહેઠાણ માંગશે.

Related posts

આઇકોનિક અટલ બ્રિજ: છેલ્લા ત્રણ વર્ષમાં 77.71 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી, ₹27 કરોડથી વધુની આવક

GUJARAT NEWS DESK TEAM

અનિલ શાહની સર્જનાત્મકતાના 50 વર્ષની ઉલ્લાસભેર ઉજવણી : અમદાવાદની ગુફા ખાતે “ધ ગોલ્ડન જર્ની” પ્રદર્શનનું આયોજન

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદના અસારવા બહુમાળી ભવન ખાતે ધારાસભ્ય દર્શના વાઘેલા- કોર્પોરેટર અનૂ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રોજગાર ભરતી મેળો યોજાયો

ગોળી મારીને આપઘાતનો પ્રયાસ

GUJARAT NEWS DESK TEAM

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા વુમન એમ્પાવરમેન્ટ મિશન અન્વયે “RUN FOR HER

GUJARAT NEWS DESK TEAM

રાજપથ ક્લબના 12 હોદ્દેદારોની બિનહરિફ વરણી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment