મારું શહેર

અનિલ શાહની સર્જનાત્મકતાના 50 વર્ષની ઉલ્લાસભેર ઉજવણી : અમદાવાદની ગુફા ખાતે “ધ ગોલ્ડન જર્ની” પ્રદર્શનનું આયોજન

અનિલ શાહની સર્જનાત્મકતાના 50 વર્ષની ઉલ્લાસભેર ઉજવણી : અમદાવાદની ગુફા ખાતે “ધ ગોલ્ડન જર્ની” પ્રદર્શનનું આયોજન

14 થી 19 ઓક્ટોબર સુધી જારી રહેનારા આ પ્રદર્શનમાં સૌમ્ય લઘુચિત્રો અને જટિલ પોટ્રેટથી લઈને સાહસિક, મૌલિક કૃતિઓ સામેલ છે, જે એક કલાકારની કલાને જોવાનો દુર્લભ અવસર છે

અમદાવાદ : જાણીતા પીઢ કલાકાર અનિલ શાહે તેમના કલાત્મક પ્રવાસની અડધી સદીની ઉજવણી કરવા 14 થી 19 ઓક્ટોબર સુધી અમદાવાદની ગુફા ખાતે એમની “ધ ગોલ્ડન જર્ની” પ્રદર્શિત કરી છે. આ પ્રદર્શનમાં એક જીવંત કલાત્મક સંગ્રહ છે, જેમાં ચિત્રકાર અનિલ શાહની વિકાસયાત્રા છે.

1970ના દશકથી લઈને તેમના હાલના ચિત્રો સુધી, શાહની બદલાતી રંગ-શૈલી અને ભાવનાત્મક કલા, જે કલાકારને તેની આસપાસના વાતાવરણ, લાગણીઓ અને સમય સાથે સંવાદ સાધતા રહેતા હોવાનું પ્રદર્શિત કરે છે.

આ પ્રદર્શનમાં આપ ઉત્કૃષ્ટ કૃતિઓને નિહાળી શકશો. અહીં દરેક કૃતિ આત્મનિરીક્ષણ અને પ્રેમની ભાવના ધરાવે છે. જે ફક્ત એક કલાકારના વિકાસનો ઇતિહાસ જ નહીં, પરંતુ કલાને વિકાસની કાલાતીત ક્ષમતાનો ઉત્સવ બનાવે છે.

જાણીતા કલાકાર અને કવિ માધવ રામાનુજે આ શોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે, ગુજરાત વિઝ્યુઅલ આર્ટ એસોસિએશનના જનરલ સેક્રેટરી અરવિંદ વાકાણી, ગુજરાત જર્નાલિસ્ટ યુનિયનના પ્રમુખ બી.આર. પ્રજાપતિ અને વરિષ્ઠ કલાકાર મહેન્દ્ર મિસ્ત્રી સહિત પ્રતિષ્ઠિત મહેમાનોની વિશેષ હાજરી જોવા મળી હતી.

આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ અંગે અનિલ શાહે કહ્યું હતું કે, “આ પ્રદર્શન મારા 50 વર્ષોની યાત્રાનું પ્રતિબિંબ છે અને મારા કેટલાક સર્વોત્તમ કાર્યોને પ્રદર્શિત કરે છે. આ દિવાલો પર મારા જીવનના પાંચ દાયકા જોવાં, એ ખરેખર વિનમ્રતા, પ્રસન્નતા અને સંતોષની અનુભૂતિ કરાવે છે.”

આ ગોલ્ડન જર્ની પ્રદર્શન કલાપ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને જનતા માટે અમદાવાદ ની ગુફા ખાતે ૧૯ ઓક્ટોબર સુધી ખુલ્લું રહેશે. એક સપ્તાહ સુધી જારી રહેનારું આ પ્રદર્શન, એક કલાકારની પાંચ દાયકાની વિકસિત કલ્પનાઓને રૂબરૂ જોવાનો એક દુર્લભ અવસર છે.

Related posts

બે સગીરા મુંબઈથી મળી આવી

 સન્માન મહોત્સવ બાળકો-શિક્ષકો સૌને માટે પ્રેરણાનો મહોત્સવ -ડૉ.જગદીશ ભાવસાર

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં મતદારયાદી SIR ઝુંબેશ 4 નવેમ્બરથી BLO ઘરે-ઘરે ફોર્મ ભરાવશે 7 ફેબ્રુઆરીએ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવશે

GUJARAT NEWS DESK TEAM

સુરત ખાતે પાલીતાણા ગુરુકુળમાં 42 વર્ષ પહેલાં ભણતાં વિદ્યાર્થીઓનું તૃતિય સ્નેહમિલન યોજાયું

અસારવાની વિખ્યાત દાદા હરિ ની વાવમાં વરસાદી પાણી ભરાયા

GUJARAT NEWS DESK TEAM

જયેશ વેગડાને DGCD ડિસ્ક Bronze અને પ્રશંસાપત્ર એનાયત

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment