રાજયમા દરેક ગામ પંચાયત પાણી પત્રકના આંકડા ઉપર રાજ્ય સરકારને ભરોસો નથી અને ગ્રામ સેવકના વેરીફેકેશન ઉપર ભરોસો એ ?
ખેડૂતોને મગફળી સહિતના મગ,મઠ અને અડદ જેવા કૃષિ પાકોના MSP મુજબ ભાવ આપવા નાફેડ દ્વારા રાજ્ય સરકાર E ગ્રામ કેન્દ્ર ઉપર E સમૃદ્ધ પોર્ટલ ઉપર ખેડૂતોએ નોંધણી કરવા તા.૦૧.૦૯.૨૦૨૫ થી તા.૧૫.૦૯.૨૦૨૫ નિયત કરી હતી, તે તારીખ ૨૨ સપ્ટે સુધી લંબાવી…
સરકારના કહેવા મુજબ હાલ ૯.૫૦ લાખ ખેડૂતોએ પોતાની મગફળી વેચવા ઓનલાઈન નોધણી કરી, જે ગત વર્ષની સરખામણીએ ૨૦૦ % વધારે છે એવી સરકારે ઠાવકાઈભરી વાત પણ કરી. અહીંયા સુધી ખૂબ સરસ….
હવે રાજ્યના અધિક સચિવ કૃષિ ડો અંજુ શર્મા મીડિયાને જણાવે છે કે સરકારે ખેડૂતોની આ નોંધણી ઉપર ડિઝિટલ ક્રોપ સર્વે સેટેલાઈટ મારફત કરાવ્યો અને તે સર્વે મુજબ આશરે ૮૫,૦૦૦ ખેડૂતોએ એટલે કે નોંધાયેલા પૈકી ૧૦ % ખેડૂતોના ખેતર ઉપર મગફળી જોવા મળી નથી..તે તમામ ખેડૂતોને SMS મારફત જાણ કરવામાં આવી..
આ SMS થી ખેડૂતોને સરકારની કામગીરી ઉપર રોષ ફાટી નીકળ્યો છે અને જે ડિઝિટલ ક્રોપ સર્વેની કામગીરી અને સરકારની દાનત ઉપર સવાલ ઉભા કરે છે..
હવે સરકાર કહે છે કે જેમને SMS મળ્યા છે તેને ગભરાવાની જરૂર નથી, અમારા ગ્રામ સેવક ખેડૂતોના ખેતરનું વેરિફિકેશન કરવા જણાવેલ છે.અને હવે ડિઝિટલ ક્રોપ સર્વે ઉપર ગ્રામસેવક વેરિફિકેશન કરશે..
થોડા સવાલ
- ગ્રામ સેવકને ફિઝિકલ વેરિફિકેશન કરવા ખેડુતોને આશ્વાસન આપ્યુ, રાજ્ય સરકાર પાસે ગ્રામસેવકોની સંખ્યા ૮૫,૦૦૦ ખેડુતોના ખેતરનુ વેરીફિકેશન કેટલા દિવસોમા કરશે ?
- આજે સપ્ટેબર મહિનો છે અને મોટા ભાગની કાંપણી પુર્ણ થઈ અને મગફળીનો પાક ખેડૂતોને ઘરમાં આવી ગયો હોય અને આજે ૫૦,૦૦૦ ગુણી APMC બજારમાં આવે છે, ત્યારે ખેતરમાં કોઈ અવશેષો નહીં હોય ત્યાં ગ્રામસેવક શુ વેરિફિકેશન કરશે ?
- ગુજરાતમા ૨૨ લાખ હેકટરમા મગફળીનુ વાવેતર થયેલ છે,તે આંકડા કયા આધારે જાહેર કર્યા ?
- આ આંકડા મેળવવા જેનો આધાર લીધો તેમા દરેક ગામના ખેડુતના ખેતરના પાક અને વાવેતર વિસ્તારના આંકડા હોય જ, તો ડિઝીટલ ક્રોપ સર્વેના ખર્ચ કરાવવાની જરુર કેમ પડે ?
- રાજ્યની દરેક ગ્રામ પંચાયતના તલાટી ખેડૂતોનું પાણીપત્રક નિભાવે છે, તેમા ખેડુતોએ વાવેતર કરેલ પાકની સંપુર્ણ વિગત હોય છે, અને તેની ઉપર તાલુકા મામલતદાર અને કલેકટરશ્રીની સીધી દેખરેખ હોય છે. જે કલાકોમા માહિતી ઉપલબ્ધ કરી આપે તો આ ડિઝિટલ ક્રોપ સર્વે અને ગ્રામસેવકોને વેરિફિકેશન માટે જવાબદારી શા માટે સોંપવામાં આવે છે. ?
- રાજ્ય સરકારને ગ્રામ પંચાયતમા નિભાવાતા દફતર ઉપર ભરોસો નથી ?
આમ રાજ્ય સરકારનુ તંત્ર ખેડુતોને મૂર્ખ બનાવવાની વાત બંધ કરે અને રાજ્ય સરકારનો કૃષિ પાકો ટેકાના ભાવે ખરીદીના કાર્યક્રમમાં ખેડૂતોને MSP આપવાનો કોઇ ઇરાદો નથી, આ ભાજપના નેતાઓ માટે ભ્રષ્ટાચાર કરવાનો ઉત્તમ અવસર છે..