અસારવા સ્થિત દાદાહરીની વાવમાં વરસાદી પાણી ભરાયા*
અસારવા યુથ સર્કલના પ્રમુખ શ્રી સંજય પટેલે* જણાવ્યું છે કે અમદાવાદ શહેરના જોવાલાયક સ્થળોમાં અસારવા વિસ્તારમાં આવેલી પાંચ માળની ઐતિહાસિક દાદાહરીની વાવમાં હાલ બે માળ સુધી વરસાદી પાણી ભરાઈ ગયું છે. વરસાદ બંધ થયાને ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં પણ પાણી ઉતર્યું નથી, જેના કારણે વાવમાં આવતા પ્રવાસીઓને માત્ર ત્રણ માળ સુધી જ અવરજવર કરવાની પરવાનગી આપવામાં આવી રહી છે.
શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે પુરાતત્વ વિભાગે તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરવા માટે પગલાં લેવા જોઈએ તેમજ “દાદાહરીની વાવ” એવું સ્પષ્ટ બોર્ડ લગાવવું જોઈએ. સાથે જ વાવનું રીપેરીંગ કામ, જે છેલ્લા બે વર્ષથી બંધ છે, તે તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે